પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાયી એ લાંબા સમય પહેલા થી જ અખંડ ભારતનું સપનું જોયું હતું. શું એ સપનું ૨૦૨૦માં પૂર્ણ થવા જઈ રહ્યું છે? આ સવાલ એટલા માટે છે કારણકે પીઓકેને લઈને ભારતના ઘણા એક્શન પ્લાન સામે આવી રહ્યા છે. પીઓકે પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ખૂબ જ મોટી મીટીંગ કરી છે. તેવી આશા રાખવામાં આવી છે કે પાકિસ્તાનના કબજાવાળા આપણા કાશ્મીરના સારા દિવસો આવવાના છે.
આજકાલ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ગભરાયેલા છે. ભારતના આક્રમક વલણને કારણે બાજવા ની સેનાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વાત ફક્ત એટલે સુધી જ સીમિત હોત તો ઇમરાન ખાનને પરસેવો ન આવ્યો હોત, પરંતુ ઇમરાન ખાન એટલા માટે પણ ગભરાયેલા છે કારણકે તેમને ભારતનો પીઓકે પ્લાન હવે ધીરે ધીરે સમજમાં આવી રહ્યો છે. તેમને જાણ થઈ ચૂકી છે કે ભારત પીઓકેને લઈને હવે કંઈક મોટુ પગલું ભરશે.
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સીડીએસ જનરલ બિપિન રાવતે મળીને પાકિસ્તાન પાસેથી પીઓકેને આઝાદ કરાવવાનો સુપરહિટ પ્લાન તૈયાર કરી લીધો છે.
ભારતના આ ચાર મજબૂત સ્તંભ પાકિસ્તાન પાસેથી પીઓકેને આઝાદ કરાવવાનો પ્લાન એક સાથે મળીને બનાવી રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ભૂમિકા સૌથી મહત્વની છે. આ વાત આપણે એટલા માટે કહી શકીએ છીએ, કારણ કે શનિવારની રાતે અજીત ડોભાલે એક મોટી બેઠક કરી હતી. ડોભાલની અધ્યક્ષતામાં થયેલા બેઠકમાં સેનાધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણે, રો ચીફ, આઈબી ચીફ, નોર્દેન આર્મી કમાન્ડનાં લેફટિનેંટ જનરલ હર્ષ ગુપ્તાની સાથે સાથે જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ સામેલ થયા હતા.
પાંચ કલાક સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સાથે LoC પર પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. ડોભાલને હિજ્બૂલ કમાન્ડર રિયાઝ નાયકું ના ખત્મા બાદ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરૂદ્ધ ચાલી રહેલ ઓપરેશન્સની જાણકારી આપવામાં આવી હતી. ડોભાલને ખીણમાં રહેલ આતંકવાદીઓનું લિસ્ટ સોંપવામાં આવ્યું હતું. અધિકારીઓએ ડોભાલને જાણકારી આપી કે જૈશ એ મોહમ્મદના ૨૫-૩૦ આતંકવાદી કાશ્મીરમાં રહેલ સુરક્ષા બળ પર હુમલો કરવાના કાવતરાને અંજામ આપી શકે છે.
આ જાણકારીને શેયર કર્યા બાદ બધા અધિકારીઓએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પર વાત કરી. જાણકારી અનુસાર જાસૂસી એજન્સીઓએ તેમને સીમા પાર મળેલ ઇનપુટના આધારે જણાવ્યું કે પાકિસ્તાને પીઓકે સાથે જોડતી લાઇન ઓફ કન્ટ્રોલ (LoC) પાસે દૂધનિયાલ, શારદા અને અઠકામમાં આતંકવાદીઓએ લોન્ચ પેડને એક્ટીવ કર્યા છે અને કાશ્મીરમાં મોટા પ્રમાણમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવાની યોજના બનાવી રહ્યું છે.
હવે તમે જરા વિચારી જુઓ જ્યારે ડોભાલનાં ટેબલ પર પીઓકે ની ટેરર કુંડળી રાખવામાં આવી હશે, ટેરર કેમ્પ વિશે જણાવવામાં આવ્યું હશે તો તેનું રીએક્શન શું હશે? સ્પષ્ટ છે કે ત્યારબાદ પીઓકેમાં આતંકવાદીઓના લોન્ચ પેડને કેવી રીતે નષ્ટ કરવા તેના વિશે જરૂર વાત થઈ હશે.
કારણ કે પ્રધાનમંત્રી પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે નવા હિન્દુસ્તાનમાં હવે આતંકવાદીઓની ઘુસણખોરીની રાહ જોવામાં નહીં આવે. જે જગ્યાએથી ઘુસણખોરી કરવાની સૂચના મળશે ત્યાં જઈને આતંકવાદીઓનો સફાયો કરવામાં આવશે પ્રધાનમંત્રી મોદીએ ૨૨ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ કહ્યું હતું કે આજે દરેક આતંકવાદી જાણે છે કે દેશના કોઇપણ ભાગમાં બોમ્બ ધડાકો કર્યો તો મોદી તેમને પાતાળમાંથી પણ શોધીને સજા આપશે અને તેમના આકાઓને પણ ખતમ કરી દેશે.
વળી તમે એવું માનીને ચાલો કે ૨૦૨૦માં આ પ્લાન ફક્ત પીઓકેમાં સેનાની સ્ટ્રાઇક સુધી જ સીમિત નહીં રહે, કારણ કે જે રીતે પહેલી વખત ભારતે પીઓકે અને ગિલગિટ બાલ્ટિસ્તાન નાં વેધર રીપોર્ટ રજૂ કરીને પાકિસ્તાનમાં ગભરાટ પેદા કર્યો છે અને પાકિસ્તાન ગભરાયેલ છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે આગળની એક્શન પાકિસ્તાન પાસેથી પીઓકેને આઝાદ કરાવવાનું રહેશે.
તમને યાદ અપાવી દઇએ કે સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ કહ્યું હતું કે તમે જ્યારે ઈચ્છો ત્યારે શાંતિ કરો છો, તમે જ્યારે ઈચ્છો ત્યારે વાતચીત કરો છો. ડિફેન્સિવ મોડમાં આ બધું કરવામાં આવે છે. તેમને જાણ થઈ ગઈ છે કે ભારતે હવે પોતાનો મોડ બદલી લીધો છે. ડિફેન્સિવ માંથી ઓફેન્સિવ માં આવી ગયા છે. તેમને જાણ થઈ જશે તો તેઓ સહન નહીં કરી શકે. જો તેઓ વધુ એક મુંબઈ કરશે તો બલુચિસ્તાન ખોઈ દેશે.
એટલે કે પીઓકેને લઈને થોડા દિવસ રાહ જુઓ કારણ કે બની શકે છે કે અજીત ડોભાલ ના પ્લાન સાથે આ વખતે ભારતની સેના પીઓકેમાં અલગ પ્રકારનું જ પરાક્રમ દેખાડે અને શૌર્યથી પીઓકેમાં હિન્દુસ્તાનનો ત્રિરંગો લહેરાવે.