આકાશ અંબાણીએ પોતાના વોચમેન પાસે માંગવી પડી હતી માફી, મુકેશ અંબાણી પણ થઈ ગયા હતા નારાજ

Posted by

ભારતનાં સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને વળી કોણ નથી ઓળખતું. પરંતુ તેઓ ફક્ત દેશ નહીં, પરંતુ દુનિયાભરમાં મશહુર છે. તેમનું નામ ભારતનાં સૌથી અમીર વ્યક્તિઓ માંથી એક છે. એવું પણ કહેવામાં આવે છે કે જે લોકો જેટલા અમીર હોય છે, તેમની અંદર એટલુ જ અભિમાન રહેતું હોય છે. પરંતુ મુકેશ અંબાણીને ક્યારેક પૈસાનું અભિમાન કરતા જોવામાં આવેલ નથી અને તેમને ક્યારેય પણ એવી કોઈ હરકત કરતા જોવામાં આવેલ નથી, જેનાથી અન્ય લોકોને નુકસાન પહોંચશે.

મુકેશ અંબાણી પોતાની લાઈફ સ્ટાઈલ માટે દુનિયાભરમાં મશહુર છે. તેમના જેવી લાઈફ સ્ટાઈલ જીવવાની દરેક લોકો બસ કલ્પના કરી શકે છે. મુકેશ અંબાણી અને તેમનો સમગ્ર પરિવાર લકઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે. પરંતુ અંબાણી પરિવાર પોતાની સાદગી માટે પણ મશહુર છે. અવારનવાર મુકેશ અંબાણીને ઘણા અવસર પર સાધારણ કપડાં જ જોવામાં આવે છે.

મુકેશ અંબાણી એક એવા વ્યક્તિ છે, જે પોતાના સંસ્કારો અને અમે અલગ અલગ ખિસ્સામાં રાખે છે. ભલે તેઓ દેશના સૌથી અમીર વ્યક્તિ છે પરંતુ તેમણે ક્યારેય પણ પોતાના પૈસાનું અભિમાન કરેલ નથી અને તેઓ પોતાના સંસ્કારોને પણ ક્યારેય ભુલ્યા નથી. તેમણે પોતાના બાળકોને પણ આવી જ શિક્ષા આપેલી છે. તેમના બાળકો કોઈની સાથે ખરાબ વ્યવહાર કરે તે બિલકુલ પણ તેમને પસંદ નથી.

ભાગ્યે જ કોઇને જાણતું હશે કે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ એક વખત વોચમેન માટે દીકરા આકાશ અંબાણીને ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં પરંતુ આકાશ અંબાણીએ વોચમેન પાસે માફી પણ માંગી પડી હતી. તો ચાલો તે સમગ્ર કે તમને જણાવીએ.

તમને જણાવી દઈએ કે એક વખત નીતા અંબાણી અને મુકેશ અંબાણી સિમી ગ્રેવાલ નાં શોમાં પહોંચ્યા હતા અને તેમણે લગ્ન પહેલાના પોતાના જીવન વિશે ઘણું બધું જણાવ્યું હતું અને જણાવ્યું હતું કે તેમણે કઈ રીતે લગ્ન કરેલા હતા. નીતા અંબાણીએ જણાવ્યું હતું કે મુકેશ અંબાણી ખુબ જ એક સાધારણ વ્યક્તિ છે અને તેઓ ઇચ્છે છે કે તેમના બાળકો એક સારા વ્યક્તિ બને.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “મુકેશ હંમેશા ઈચ્છે છે કે તેમના બાળકો પૈસાની કિંમત સમજે અને તેમનું કહેવું છે કે પૈસા ઝાડ ઉપર ઉગતા નથી, પરંતુ કમાવવા માટે સખત મહેનત કરવી પડે છે.” આ દરમ્યાન નીતા અંબાણીએ તે કિસ્સો જણાવ્યો હતો જ્યારે તેમના દીકરા આકાશ અંબાણી એ વોચમેન સાથે તકરાર કરી હતી.

નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “એક વખત તેમના દીકરા આકાશ અંબાણી વોચમેન સાથે તકરાર કરી રહ્યા હતા અને મુકેશએ તેમને ચોકીદાર ઉપર ગુસ્સો કરતાં જોઈ લીધા હતા. તેમણે જણાવ્યું હતું કે મુકેશ અંબાણીએ આકાશને ચોકીદાર સાથે કરેલ ખરાબ વર્તન માટે ઠપકો આપ્યો હતો અને વોચમેન પાસે માફી માંગવા માટે પણ કહ્યું હતું. ત્યારબાદ આકાશ અંબાણીએ પોતાના પિતાના કહેવા પર વોચમેન પાસે માફી માંગી હતી.”

જેમ કે આપણે બધા લોકો જાણીએ છીએ કે કોરોના વાયરસનાં પ્રભાવથી ઘણી બધી કંપનીઓ પર તેની અસર જોવા મળી છે. જેના લીધે તેમણે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. કોરોનાને લીધે રિલાયન્સ જીયો માં રોકાણકારોને આકર્ષિત કરવામાં સહાયતા મળી હતી. જ્યારે કોરોના વાયરસને લીધે દેશભરમાં લોકડાઉન હતું તે દરમિયાન બધા લોકોનો વેપાર ખુબ જ પ્રભાવિત થયો હતો. પરંતુ જીઓ એ ફક્ત એક મહિનામાં પાંચ રોકાણકારો પાસેથી ૭૮,૫૬૨ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઈપી અને જનરલ એટલાન્ટિક જેવા વૈશ્વિક ટેક દિગ્ગજોએ મુકેશ અંબાણીની રિલાયન્સ જીયો માં નાની ભાગીદારી ખરીદવા માટે મોટી માત્રામાં રોકાણ કર્યું. સમાજસેવાની બાબતમાં મુકેશ અંબાણી બિલકુલ પણ પાછળ નથી. કોરોના કાળમાં રિલાયન્સ ગ્રુપ દ્વારા ખુબ જ દાન કરવામાં આવ્યું હતું. વળી મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પણ અવારનવાર સમાજસેવામાં સૌથી આગળ નજર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *