હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ) નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસને શુભ કાર્ય કરવા અને દાન આપવા માટે શુભ મુહુર્ત માનવામાં આવે છે. અક્ષય તૃતીયાને અખાત્રીજનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ તિથિ બ્રહ્માંડના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. જો આ દિવસે તમે પોતાના ધનમાં વૃદ્ધિ કરવા માંગો છો તો તમારે આ ૬ મંત્રો નો જાપ કરવો જોઈએ. તેનાથી ધન સંપત્તિમાં વધારો થાય છે અને આવકનો અઢળક પ્રવાહ આવવા લાગે છે. તો ચાલો જાણીએ કે તે ૬ મંત્ર ક્યાં છે.
લક્ષ્મી બીજ મંત્ર – ॐ ह्रीं श्रीं लक्ष्मीभयो नमः॥
જો તમે અક્ષય તૃતીયાના દિવસે આ મંત્રનો જાપ ૧૦૮ વખત કરો છો, તો માં લક્ષ્મી હંમેશા તમારી ઉપર મહેરબાન રહે છે અને પોતાના આશીર્વાદ વરસાવતા રહે છે. આ જાપ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે તથા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દુર થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વહેવા લાગે છે.
મહાલક્ષ્મી મંત્ર – ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:॥
જો અખાત્રીજના દિવસથી શરૂ કરીને દરરોજ સવારના સમયે આ મંત્રનો જાપ કરવામાં આવે તો તમારી ઉપર ચડી ગયેલું તમામ કરજ અને દેવું દુર થઈ જાય છે. આ મંત્રનો જાપ કરવાથી હંમેશા માં લક્ષ્મીની કૃપા રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે.
લક્ષ્મી ગાયત્રી મંત્ર – ॐ श्री महालक्ष्म्य च विद्महे विष्णु पत्न्या च धीमही तन्नो लक्ष्मी प्रचोदायत ॥
જો તમે પોતાના જીવનમાં માન-સન્માન, ભૌતિક સુખ સગવડતાઓ, પદ, પ્રતિષ્ઠા, કીર્તિ વગેરે મેળવવા માંગો છો તો તમારે લક્ષ્મી ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી જીવનમાં અઢળક ધનની પ્રાપ્તિ થાય છે. આદિ ગુરુ શંકરાચાર્યએ કનકધારા સ્ત્રોતની રચના કરેલી હતી. અખાત્રીજના દિવસે આ મંત્રનો જાપ કરવાથી પૈસાની આવકમાં વધારો થાય છે.
જો તમે અઢળક ધન સંપત્તિ મેળવવા માંગો છો તો આ સ્ત્રોતનો જાપ કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે દરરોજ કનકધારા સ્ત્રોતનો જાપ સાચી શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરે છે, તેના જીવનમાં માં લક્ષ્મી ક્યારે પણ પૈસાની તંગી ઊભી થવા દેતા નથી.
વિષ્ણુ પુરાણમાં પણ લક્ષ્મી સ્ત્રોતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. લક્ષ્મી સ્ત્રોત મંત્રની રચના દેવરાજ ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલી હતી. આ સ્ત્રોતની રચના કરવાની લીધે જ દેવરાજ ઇન્દ્રને તેમનો ખોવાયેલું સ્વર્ગલોક અને કીર્તિ પ્રાપ્ત થયેલી હતી. લક્ષ્મી સ્ત્રોત નો જાપ કરવા માટે ઘરને ગંગાજળ થી શુદ્ધ કરવું જોઈએ અને માં લક્ષ્મીની ચાંદીની મુર્તિને ઘરની ઈશાન દિશામાં રાખવી જોઈએ. સાથોસાથ માં લક્ષ્મીના શ્રી યંત્રની સ્થાપના પણ કરવી જોઈએ.
દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો ઋગ્વેદ ગ્રંથમાં શ્રી સુક્ત નો ઉલ્લેખ પણ કરવામાં આવેલ છે. આ સ્ત્રોતના પાઠ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા પોતાના ભક્તો ઉપર જળવાઈ રહે છે. અખાત્રીજ અને દિવાળીના દિવસે આ મંત્રનો જાપ કરવો વધારે ફાયદાકારક માનવામાં આવે છે.