અક્ષય ખન્નાની સાળી રિંકી ખન્નાએ લગ્ન બાદ છોડી દીધો હતો દેશ, જુઓ અત્યારે કેવી દેખાય છે

Posted by

હિન્દી સિનેમામાં ઘણા સ્ટાર કિડ્સ પોતાના માતા-પિતાની જેમ સફળ હોય છે તો ઘણાને અસફળતાનો સામનો પણ કરવો પડે છે. રિંકી ખન્નાને પણ અસફળ સ્ટાર કિડ્ઝ માં ગણવામાં આવે છે. જો તમે અત્યાર સુધી નથી સમજી શક્યા કે રીંકી ખન્ના કોણ છે, તો તમને જણાવી દઈએ કે રિંકી ખન્ના હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રહેલા દિવંગત અને દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્ના તથા જાણીતી અભિનેત્રી ડિમ્પલ કાપડિયાની દીકરી છે. રિંકીની ફિલ્મી કારકિર્દી પોતાના પિતા, માતા અને મોટી બહેન ટ્વિંકલ ખન્નાની જેમ શાનદાર નથી રહેલી. થોડી ફિલ્મોમાં કામ કર્યા બાદ તે ફિલ્મોથી દુર થઇ ગઇ હતી.

રિંકી ખન્ના માટે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સફળ સાબિત થઈ નહીં અને થોડી ફિલ્મોમાં કામ કર્યા બાદ તે બોલીવુડથી ગાયબ થઈ ગઈ. સાથે જ તે હંમેશાં લાઈમ ટાઈમથી પણ દુર રહી. તે ઘણા ઓછા અવસર પર નજર આવે છે અને તે ભારતમાં પણ નથી રહેતી. તેણે વિદેશમાં પોતાનું ઘર બનાવી લીધું છે.

રિંકી ખન્નાની ફિલ્મી કારકિર્દી ફ્લોપ હોવાની સાથે ખુબ જ નની પણ રહેલી છે. વર્ષ ૧૯૯૯માં તેણે હિન્દી સિનેમામાં પગલાં રાખ્યા હતા. તે છેલ્લી વાર બોલીવુડ ફિલ્મ માં વર્ષ ૨૦૦૪ માં  જોવા મળી હતી. અભિનેત્રી તરીકે રિંકી ની પહેલી ફિલ્મ “પ્યાર મેં કભી કભી” હતી. ફિલ્મને સામાન્ય રિસ્પોન્સ મળ્યો હતો. જ્યારે તેની છેલ્લી ફિલ્મનું નામ “ચમેલી” હતું.

જણાવી દઇએ કે રિંકી ખન્નાએ વર્ષ ૧૯૯૯માં પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત “પ્યાર મેં કભી કભી” થી કર્યા બાદ વર્ષ ૨૦૦૧માં ફિલ્મ “જિસ દેશ મેં ગંગા રહેતા હે” માં કામ કર્યું હતું. જેમાં ગોવિંદા, શક્તિ કપૂર અને સોનાલી બેન્દ્રે જેવા કલાકાર મુખ્ય હતા. જ્યારે દક્ષિણ ભારતીય સિનેમામાં પણ રિંકી ખન્નાએ કામ કર્યું હતું

 

વર્ષ ૨૦૦૧માં તેમની તમિલ ફિલ્મ “મજુનું” રિલીઝ થઈ હતી. ફિલ્મ સારું પ્રદર્શન કરવામાં સફળ રહી હતી. જ્યારે રિંકીને દર્શકોએ અભિનેતા તુષાર કપૂરની ડેબ્યુ ફિલ્મ “મુજે કુછ કહેના હે” માં પણ જોવામાં આવી હતી. જેમાં કરીના કપૂરે પણ કામ કર્યું હતું. રિંકી “યે હે જલવા, પ્રાણ જાય પર શન ના જાય અને ઝંકાર બીટ્સ  જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

રિંકીનો જન્મ ૨૭ જુલાઈ, ૧૯૭૭માં મુંબઈમાં સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અભિનેત્રી ડિમ્પલ કાપડિયાને ત્યાં થયો હતો. તે ટ્વિંકલ ખન્ના ની નાની બહેન અને હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમારની સાળી છે. વર્ષ ૨૦૦૩માં રિંકીનાં લગ્ન સમીર સરન સાથે થયા હતા. સમીર એક બિઝનેસમેન છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે રિંકી ખન્ના પોતાના પતિ અને દીકરી નાઓમીકા સાથે લંડન, યુનાઇટેડ કિંગડમ માં રહે છે. રિંકી અને સમીર એક દીકરાના માતા-પિતા પણ છે.

રિંકી ખન્ના લાઈમલાઇટ, મીડિયા અને સોશિયલ મીડિયાથી દુર જ રહે છે. તે ખાસ અવસર પર પોતાની માં ડિમ્પલ કાપડિયા અને બહેન ટ્વિંકલ ખન્ના સાથે સાર્વજનિક રૂપથી જોવા મળી જાય છે.

રિંકી ની દીકરીએ ફિલ્મ બનાવી

હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી માં રિંકી ખન્નાએ દીકરી માટે લખ્યું કે, “સારું કર્યું નાઓમીકા! આ યંગ યુવતીઓ પર ગર્વ છે, જેમણે એક શોર્ટ ફિલ્મ બનાવી છે કે આજે એક ટીનેજર હોવું વાસ્તવમાં કેવું છે!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *