અક્ષય કુમારની ફિલ્મ “ગરમ મસાલા” ની આ હિરોઈન થઈ છ ગુમનામ, ઇંડસ્ટ્રીથી દુર બાદ પણ દેખાઈ રહી છે પહેલા કરતાં વધારે સુંદર, જુઓ તસ્વીરો

વર્ષ ૨૦૦૫ માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને જોન અબ્રાહમની ફિલ્મ “ગરમ મસાલા” તો તમને બધાને યાદ હશે. આ એક કોમેડી ફિલ્મ હતી. જેમાં અક્ષય અને જોન અબ્રાહમે કમાલનું પરફોર્મન્સ આપ્યું હતું અને પોતાની એક્ટિંગ થી દર્શકોને હસવા માટે મજબૂર કરી દીધા હતા. ફિલ્મ અક્ષય કુમાર ત્રણ સુંદર યુવતીઓ સાથે એક સાથે રોમાન્સ કરતા જોવામાં આવ્યા હતા. આ ફિલ્મથી એક્ટ્રેસ ડેઝી બોપન્ના એ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આજે ડેઝી બોપન્ના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી, પરંતુ હાલમાં જ તેનો જન્મદિવસ હતો. ૪ ડિસેમ્બર, ૧૯૮૨ના રોજ જન્મેલી ડેઝી ૩૮ વર્ષની થઈ ગઈ છે.

ડેઝી બોપન્ના એ હિન્દી સિવાય કન્નડ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે તે વાત અલગ છે કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેઝી પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી નહીં.

ગરમ મસાલા બાદ વર્ષ ૨૦૧૦માં ડેઝી “ખુદા ગવાહ” નામની ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે તબ્બુ અને સની દેઓલની સાથે લીડ રોલમાં હતી. મોટી સ્ટાર કાસ્ટ હોવા છતાં પણ ફિલ્મ મોટા પડદા પર ફ્લોપ સાબિત થઇ હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૧માં ડેઝી મહેશ ભટ્ટની ફિલ્મ “યુનાઇટેડ સિક્સ” નજર આવી હતી. પરંતુ દુર્ભાગ્યવશ આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ.

હિન્દી ફિલ્મોમાં મળી રહેલી સતત અસફળતાથી ડેઝી કમજોર થઈ નહીં અને તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવાનું વિચાર્યું. ડેઝીનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો અને તેણે અમુક ફિલ્મોમાં કામ કરીને દક્ષિણ ભારતીય ફિલ્મોની નામચીન અભિનેત્રી બની ગઈ.

તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં કામ કરતા પહેલા ડેઝી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂકી હતી. વર્ષ ૨૦૦૩માં તમિલ ફિલ્મ થી તેમણે ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. જ્યારે ૨૦૦૫ અને ૨૦૦૬માં તે કન્નડ અને તેલુગુ સિનેમા નજર આવી હતી. ડેઝીએ વર્ષ ૨૦૦૮માં ફિલ્મ “ગાલીપાટા” માં કામ કર્યું હતું. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.

આ ફિલ્મમાં ડેઝીનાં કામની દર્શકોએ ખુબ જ પ્રશંસા કરી હતી. એટલું જ નહીં તે આ ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસ કન્નડ માટે પણ નોમિનેટ થઈ હતી. ખૂબ જ ઓછા લોકોને તે વાતની જાણકારી હશે કે ડેઝી બોપન્ના બોલિવૂડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે પણ કામ કરી ચૂકી છે.

હકીકતમાં દીપિકા સૌથી પહેલા વર્ષ ૨૦૦૬માં રિલીઝ થયેલી ફિલ્મ “એશ્વર્યા” માં નજર આવી હતી. આ દીપિકાની ડેબ્યૂ ફિલ્મ હતી, જેમાં તેની સાથે ડેઝી પણ હતી. વર્ષ ૨૦૦૩માં પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરવા વાળી ડેઝી હાલના દિવસોમાં લાઈફથી દૂર છે. ડેઝીનાં ફેન્સ તેને ફરીથી એક વખત ફિલ્મોમાં જોવા માંગે છે. તેવામાં સમાચાર આવી રહ્યા છે કે તે કેજીએફ ફિલ્મના બીજા ભાગમાં જોવા મળશે.

ડેઝી ફિલ્મોમાં ભલે વધારે એક્ટિવ ન હોય પરંતુ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તે ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. તે કહેવું બિલકુલ અયોગ્ય નથી કે આટલા વર્ષો બાદ પણ દેશની સુંદરતામાં કોઈ કમી આવી નથી.