અક્ષય કુમારની ફિટનેસમાં આ સુંદર મહિલાનો છે મોટો હાથ, પડછાયાની જેમ રહે છે તેની સાથે

Posted by

હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અક્ષય કુમાર ની ગણતરી બોલીવુડના સૌથી ફિટ અને હિટ અભિનેતા થાય છે. ૫૩ વર્ષની ઉંમરમાં પણ અક્ષય કુમાર ગજબના ફીટ નજર આવે છે અને તે પોતાની ફિટનેસ થી જે યુવાનોને પણ ટક્કર આપે છે. અક્ષય કુમારની ફિટનેસ અને સ્ફુર્તિનાં દરેક લોકો પાગલ છે.

જણાવી દઇએ કે અક્ષય કુમાર ફિટનેસના વિષયમાં બોલીવુડના બધા કલાકારો થી આગળ છે. તે એક અનુશાસિત જીવન જીવવાનું પસંદ કરે છે. અક્ષય કુમાર રાત્રે ૯ થી ૧૦ વાગ્યા સુધીમાં સુઈ જાય છે અને સવારે ૪ વાગે ઉઠી જાય છે. ત્યારબાદ તે કસરત કરે છે. જો કે શું તમે જાણો છો કે અક્ષયની ફિટનેસની પાછળ આખરે કોનો હાથ છે. તમને જણાવી દઈએ કે અક્ષયની ફિટનેસની પાછળ એક મહિલાનો હાથ છે. આવો આજે તમને એ મહિલા વિશે બતાવીએ.

અક્ષયને ફીટ બનાવવામાં જેનિફર સિંહ નામની મહિલાનું મોટું યોગદાન છે. જે એમની ફિટનેસ ટ્રેનર છે. જણાવવામાં આવે છે કે જેનિફર સિંહ ની મુલાકાત અક્ષય કુમાર સાથે એમની ફિલ્મ “નમસ્તે લંડન” દરમિયાન થઇ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી જેનિફર  અક્ષયની ફિટનેસ ટ્રેનરનાં રૂપમાં કામ કરી રહી છે. અક્ષય માટે જેનિફર એમના ઘરના સદસ્યોની જેમ છે. મતલબ કે જેનીફર સિંહ ને જેન સિંહનાં નામથી જાણવામાં આવે છે.

સુપરસ્ટાર અક્ષય કુમાર ની જેમ જ એમની ફિટનેસ ટ્રેનર ઘણી ફિટ પણ છે અને તે ઘણી સુંદર પણ છે. દેખાવમાં તે કોઈ મોડેલ ની જેમ નજર આવે છે. જેનિફર સિંહ અક્ષય સાથે કોઈ પડછાયાની જેમ રહે છે. અને અક્ષય સાથે તે હંમેશા જ સખત રૂટીન ફોલો કરાવે છે.

જણાવવામાં આવે છે કે ડાયટ થી લઈને વર્ક આઉટ સુધી દરેક કામમાં જેનિફર સિંહ અક્ષય કુમાર ની મદદગાર હોય છે. અક્ષયનાં ફિટનેસથી સંબંધિત બધું કામ જેનિફર સંભાળે છે. અક્ષય કુમારની ફિટનેસ ટ્રેનર હોવાના કારણે જેનિફર સિંહને બોલીવુડમાં પણ ઘણા કલાકારો જાણે છે. તે હંમેશા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ થી અભિષેક બચ્ચન, રણવીરસિંહ જેવા કલાકાર સાથે ફોટો પોસ્ટ કરતી રહે છે.

જેનિફર સિંહ અક્ષય કુમારના પરિવાર ની પણ ઘણી નજીક છે. જણાવવામાં આવે છે કે તહેવારમાં પણ જેનિફર ખેલાડી કુમાર પરિવાર સાથે જ નજર આવે છે. તે અક્ષયના પરિવાર સાથે મળીને દરેક તહેવાર ઉજવે છે. અક્ષય સાથે તે એમની ફેમિલીને પણ ફિટનેસ ટીપ્સ આપે છે.

જાણકારી પ્રમાણે અક્ષય કુમાર જ્યારે ફિલ્મની શુટિંગ કરી રહ્યા હોય છે ત્યારે પણ જેનિફર સિંહ તેમની સાથે હોય છે. ભલે અક્ષય ક્યાંય પણ હોય જેનિફર એમની પાસે દરેક જગ્યાએ વર્કઆઉટ કરાવે છે.

એકવાર જેનિફર જાણીતા કોમેડિયન કપિલ શર્માનાં શો “ધ કપિલ શર્મા શો” પર પણ પહોંચી હતી.

મતલબ અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન જેવા કલાકાર પોતાની ફિલ્મ હાઉસફુલ-૪ નાં પ્રમોશન માટે કપિલના શો પર પહોંચ્યા હતા. તે દરમિયાન જેનિફર સિંહ પણ શોનાં મંચ પર આવી હતી. આ દરમિયાન અક્ષય કુમારની ટ્રેનર એ કપિલ શર્માને પણ ફિટનેસ ટિપ્સ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *