બોલિવુડ અભિનેતા રિતેશ દેશમુખે એક વખત બોલિવુડ અભિનેત્રી વિદ્યા બાલનને “આઇ લવ યુ” નો મેસેજ કર્યો હતો અને ત્યારબાદ આ વાતથી અજાણ વિદ્યા બાલન ફોનથી રીતેશ દેશમુખને તેના આ મેસેજનો રીપ્લાય પણ આપ્યો હતો, તો ચાલો તમને જણાવીએ કે આખરે હકીકતમાં આ ઘટના શું હતી. બોલિવુડ અભિનેતા અક્ષયકુમારને બોલિવુડનાં કોમેડી કિંગ કહેવામાં આવે છે. કારણ કે તેઓ ફિલ્મોની શુટિંગ દરમિયાન અથવા કોઈપણ સેટ ઉપર કંઈક ને કંઈક હરકતો કરતા રહે છે, જેનાથી સામેવાળા વ્યક્તિનું પરસેવો છુટી જતો હોય છે. આવું જ કંઈક એક વખત રિતેશ દેશમુખ અને વિદ્યા બાલનની સાથે થયું હતું અને રિતેશ દેશમુખ આ ઘટનાથી હક્કા-બક્કા થઈ ગયા હતા.
હકીકતમાં તેમણે એક વખત ફિલ્મની શુટિંગ દરમિયાન રિતેશ દેશમુખનાં ફોનથી વિદ્યા બાલનને મેસેજ કરી દીધો હતો કે, “આઈ લવ યુ સો મચ”. આ કિસ્સાનો ઉલ્લેખ રિતેશ દેશમુખે કપિલ શર્માનાં શોમાં કર્યો હતો. તો ચાલો જાણીએ કે આખરે સમગ્ર કિસ્સો શું છે. હકીકતમાં વાત ત્યારની છે જ્યારે ૨૦૦૭માં ફિલ્મ “હે બેબી” રિલીઝ થઈ હતી, જેમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, ફરદીન ખાન, રિતેશ દેશમુખ સિવાય ઘણા મોટા સિતારાઓએ કામ કર્યું હતું. ફિલ્મ “હે બેબી” નાં શુટિંગ દરમિયાન અક્ષય કુમારે રિતેશ દેશમુખ સાથે મજાક કરી હતી.
૨૦૦૭માં જ એક બેબી ફિલ્મનાં શુટિંગ દરમિયાન અક્ષય કુમારે બંનેની સાથે એક મજાક કરી હતી. અભિનેતા અક્ષય કુમારે રિતેશ દેશમુખનો ફોન લીધો અને તેમાંથી અભિનેત્રી વિદ્યા બાલનને એક મેસેજ લખ્યો હતો. જેમાં તેમણે આઇ લવ યુ સો મચ લખ્યું હતું અને સાથોસાથ તેમણે વિદ્યા બાલનને ઘણી બધી ઇમોજી પણ મોકલી હતી. આ મેસેજ થી અજાણ જ્યારે રિતેશ દેશમુખે પોતાનો ફોન હાથમાં લીધો, તો તેઓ વિદ્યા બાલન નો રીપ્લાય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
જ્યારે રિતેશ દેશમુખે પોતાનો ફોન ચેક કર્યો તો તેઓ વિદ્યા બાલનનો રીપ્લાય જોઈને ચોંકી ગયા હતા. વિદ્યા બાલને પણ તેમને કિસ વાળી ઇમોજી મોકલી હતી. હવે રિતેશ દેશમુખ આ વાતથી હેરાન થઈ ગયા કે આખરે વિદ્યા બાલનને કિસ વાળી ઇમોજી શા માટે મોકલી છે? કદાચ અક્ષય કુમાર પહેલાનો મેસેજ ડીલીટ કરી ચુક્યા હતા. રિતેશ દેશમુખનો પરસેવો છુટી ગયો હતો અને તે ખુબ જ ડરી ગયા હતા કે આખરે વિદ્યા બાલને આ પ્રકારની ઈમોજી તેમને શા માટે મોકલી રહી છે. ત્યારે તેમની નજર પાછળ બેસેલા અક્ષય કુમાર પર પડી તો તેઓ ખુબ જ હસી રહ્યા હતા, ત્યારે તેઓ સમજી ગયા હતા કે આ હરકત અન્ય કોઈ વ્યક્તિએ નહીં, પરંતુ અક્ષય કુમારે કરેલી છે. વિદ્યા બાલન પણ આ વાતથી અજાણ હતી.
હાલમાં જ આ ઘટનાનો ઉલ્લેખ રિતેશ દેશમુખે પોતે કપિલ શર્માનાં શોમાં કર્યો હતો કે કેવી રીતે અક્ષય કુમાર તેમની સાથે મજાક કરી હતી. આ બાબત પર જ્યારે કપિલ શર્માએ અક્ષય કુમારને સવાલ કર્યો કે તમને આ પ્રકારની મજાક કરવાથી શું મળે છે? ત્યારે અક્ષય કુમારે જણાવ્યું હતું કે મળતું કંઈ નથી, પરંતુ બસ થોડી મસ્તી થઈ જાય છે. હવે તમે જણાવો કે મસ્તી કરવી જોઈએ કે નહીં?
હકીકતમાં ધ કપિલ શર્મા શોમાં રિતેશ દેશમુખ અને અક્ષય કુમાર હાઉસફુલ-૪ નાં પ્રમોશન માટે આવ્યા હતા. અહીં તેમણે કપિલની સાથે ઘણી બધી મજા કરી હતી અને અક્ષય કુમારે કપિલ શર્માની પણ મજાક કરી હતી. અક્ષય કુમાર બોલિવુડમાં સૌથી વધારે એનર્જી વાળા વ્યક્તિ માનવામાં આવે છે.