અક્ષય કુમાર સાથે ડેબ્યુ કરવા વાળી આ એક્ટ્રેસ વર્ષો બાદ કરી રહી છે કમબેક, સુંદરતામાં મોટી-મોટી એક્ટ્રેસને પણ ટક્કર આપે છે

Posted by

આપણા બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં દરરોજ ઘણાં નવા ચહેરા પોતાની કિસ્મત અજમાવવા માટે ઇન્ડસ્ટ્રીમાં પગલાં રાખે છે અને તેમાંથી ખુબ જ ઓછા લોકો એવા હોય છે, જે ઇન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવામાં સફળ થઈ શકે છે. જો અમે વાત કરીએ ૯૦નાં દશકની તો ૯૦નો દશક આપણાં બોલિવુડ માટે ગોલ્ડન ટાઈમ માનવામાં આવે છે અને આ દશકમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી સુંદર અને ટેલેન્ટેડ અભિનેત્રીએ પગલાં રાખ્યા હતા અને પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો હતો અને ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામનાં મેળવી હતી.

આજે અમે વાત કરવાના છીએ ૯૦નાં દશકની એક એવી જ જાણીતી અભિનેત્રી વિશે. જેમણે બોલિવુડમાં બોલિવુડનાં ખીલાડી કહેવાતા અક્ષય કુમાર સાથે પડદા પર રોમાન્સ ફરમાવ્યો હતો અને પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દરેકને પોતાના દિવાના બનાવ્યા હતા. પરંતુ શાંતિ પ્રિયા ની અભિનય કારકિર્દી વધારે લાંબી ચાલી શકી નહીં અને તે અમુક ફિલ્મોમાં કામ કર્યા બાદ બોલિવુડથી દુર થઈ ગઈ.

જણાવી દઈએ કે એ અભિનેત્રી બીજી કોઈ નહીં પરંતુ બોલીવુડ અભિનેત્રી શાંતિ પ્રિયા છે, જેણે લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીથી અંતર જાળવ્યું છે. પરંતુ હાલનાં દિવસોમાં શાંતિ પ્રિયાને લઈને એવા સમાચાર મળી રહ્યા છે કે લાંબા સમય પછી શાંતિ પ્રિયા મનોરંજનની દુનિયામાં એક વાર ફરીથી પરત ફરવાની છે અને શાંતિ પ્રિયા જલ્દી જ વેબ સીરીઝ “ધારાવી બેંક” માં નજર આવશે.

શાંતિ પ્રિયા એ પોતાના એક્ટિંગ કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૧માં આવેલી ફિલ્મ “સોગંદ” થી કરી હતી અને આ ફિલ્મમાં શાંતિ પ્રિયા અભિનેતા અક્ષય કુમારની હિરોઈનનાં રૂપમાં નજર આવી હતી. પરંતુ શાંતિ પ્રિયાએ પોતાના ડેબ્યુ ફિલ્મ થી કંઈ ખાસ સફળતા પ્રાપ્ત કરી નહીં અને હિન્દી સિનેમામાં પગલાં રાખવા પહેલાં શાંતિ પ્રિયા તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચુકી હતી. વળી શાંતિ પ્રિયા ની પહેલી ફિલ્મ ફ્લોપ સાબિત થઈ, ત્યારબાદ શાંતિ પ્રિયાએ ફુલ ઓર અંગાર, વીરતા, એક્કે પે એક્કા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

વળી શાંતિ પ્રિયાએ ફિલ્મોથી દુર થયા બાદ નાના પડદે કમબેક કર્યું હતું અને તેમણે સીરીયલ “માતા કી ચોકી” અને “દ્વારકાધીશ” માં અભિનય કર્યો હતો અને હવે સુત્ર પ્રમાણે એવી ખબર મળી રહી છે કે શાંતિ પ્રિયા જલ્દી ડિજિટલ ડેબ્યુ કરવાની છે. તે એક વેબ સીરીઝ માં નજર આવશે. મહત્વપુર્ણ છે કે શાંતિ પ્રિયા સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ભાનું પ્રિયાની બહેન છે. શાંતિ પ્રિયા દેખાવમાં ખુબ જ સુંદર અને ગ્લેમરસ નજર આવે છે.

વાત કરીએ શાંતિ પ્રિયાનાં અંગત જીવનની તો શાંતિ પ્રિયા એ પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. શાંતિ પ્રિયાએ ૧૯૯૯માં અભિનેતા સિદ્ધાર્થ રે સાથે લગ્ન કર્યા હતા, પરંતુ શાંતિ પ્રિયા અને અભિનેતા સિદ્ધાર્થ રે નો સાથ ઘણો જલ્દી છુટી ગયો અને માત્ર ૪૦ વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થ આ દુનિયાને અલવિદા કહી ગયા અને શાંતિ પ્રિયા લગ્ન પછી પોતાના પતિ સાથે માત્ર ૫ વર્ષ પસાર કરી શકી હતી. પતિનાં નિધન બાદ ઘણી વધારે તુટી ગઇ હતી.

જણાવી દઈએ કે જ્યારે શાંતિ પ્રિયા નાં પતિ આ દુનિયાને અલવિદા કહી ગયા હતા તે સમયે શાંતિ પ્રિયા ની ઉંમર માત્ર ૩૫ વર્ષની હતી અને વળી સિદ્ધાર્થ અને શાંતિ પ્રિયા નાં બે બાળકો પણ હતા. જેનો ઉછેર શાંતિ પ્રિયાએ સિંગલ મધર બનીને ઘણી મુશ્કેલીથી કર્યો છે. શાંતિ પ્રિયા એકવાર ફરીથી ચર્ચામાં આવી ગઈ છે અને તે જલ્દી જ ડિજિટલ ડેબ્યુ કરશે. અભિનેત્રી શાંતિ પ્રિયાનાં ચાહકો તેમના કમબેક ને લઇને ઘણા વધારે ઉત્સાહિત નજર આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *