અક્ષય કુમારની ભત્રીજીએ પોતાની ક્યુટનેસ થી લોકોનાં દિલ જીતી લીધા, ૧૮ વર્ષની ઉંમરમાં જ અનન્યા-જ્હાન્વીને આપે છે ટક્કર

Posted by

બોલીવુડ સ્ટાર કિડ્સ હંમેશા સોશિયલ મીડિયા ઉપર છવાયેલા રહે છે, પરંતુ હાલના દિવસોમાં ઇન્ટરનેટની બધી જ લાઈમલાઈટ અક્ષય કુમારની ભત્રીજી લુંટી રહી છે. જી હાં, અક્ષય કુમારની ભત્રીજી ફક્ત ૧૮ વર્ષની છે અને સુંદરતાની બાબતમાં અનન્યા પાંડે અને જ્હાન્વી કપુરને પણ પાછળ છોડી રહી છે. અક્ષય કુમારની ભત્રીજીનું નામ નાઓમિકા સરન છે. નાઓમિકા સરન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની નવી તસ્વીરો અને વિડીયો શેર કરતી રહે છે.

અક્ષય કુમારની ભત્રીજી નાઓમિકા સરન સુંદરતાની બાબતમાં કોઈપણ યંગ એક્ટ્રેસને ટક્કર આપી શકે છે. શનાયા કપુર અને સુહાના ખાન નાઓમિકા ની આગળ પાણી ભરતી નજર આવે છે. હાલમાં જ નાઓમિકા સરનની સોશિયલ મીડિયા પર ડિમ્પલ કાપડિયા ની સાથે તસ્વીરો વાયરલ થઈ રહી છે.

ફોટોમાં દેખાઈ રહેલી ક્યુટ બાળકી લોકોના મનમાં એક જ સવાલ ઉઠાવી રહી છે કે આખરે આ કોણ છે? જણાવી દઈએ કે નાઓમિકા સરન ડિમ્પલ કાપડિયા ની પૌત્રી એટલે કે રિંકી ખન્નાની દીકરી છે. ટ્વિંકલ ખન્નાની બહેન અને અક્ષય કુમારની સાળીની દીકરી નાઓમિકા સરન હવે સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાને લઈને છવાઈ ગઈ છે.

હકીકતમાં હાલમાં જ નાઓમિકા સરને આરવ ભાટિયા એટલે કે અક્ષય કુમારના દીકરાની સાથે પોતાની સુંદર તસ્વીરો શેર કરેલી છે. ત્યારબાદ થી નાઓમિકા સરન ચર્ચામાં છવાઈ ગઈ છે. નાઓમિકા ની તસ્વીરો ઇન્ટરનેટ ઉપર ખુબ જ વાયરલ થઈ રહી છે. નાઓમિકા ની પોપ્યુલારીટી જોઈને એવું લાગી રહ્યું છે કે તે ખુબ જલ્દી બોલીવુડ સેલિબ્રિટી ની આ સ્ટાર કિડ્સ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મારવાની છે. જો આવું થાય છે તો અક્ષય કુમારના ફેન્સ નાઓમિકા ને ખેલાડી કુમારની ફિલ્મમાં જોવા માંગશે.

નાઓમિકા ખુબ જ ક્યુટ છે, અને આ અમે નહીં પરંતુ તેની તસ્વીરો કહી રહી છે. નાઓમિકા ની અમુક તસ્વીરો થોડા સમય પહેલા ખુબ જ વાયરલ થઈ હતી અને ત્યારે પણ લોકોએ તેની ખુબ જ પ્રશંસા કરી હતી. તેવામાં આજે અમે તમને નાઓમિકા વિશે વિસ્તારપુર્વક જણાવીશું અને તેની સુંદર તસ્વીરો પણ બતાવીશું, જેને જોયા બાદ તમે પોતાને તેનાથી આકર્ષિત થયા વગર રોકી શકશો નહીં.

ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના ભલે બોલીવુડના જાણીતા કલાકારો રહી ચુક્યા છે, પરંતુ તેની બંને દીકરીઓ ફિલ્મમાં કોઈ ખાસ નામ કમાઈ શકી નહીં. ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્નાની દીકરી ટ્વિંકલ ખન્ના ને તો બધા ઓળખે છે, પરંતુ તેમની નાની દીકરી રિન્કી ખન્ના મોટાભાગે લાઈવ થી દુર રહે છે.

નાઓમિકા સરન ૧૮ વર્ષની છે અને તે પોતાના માતા પિતાની સાથે ઇંગ્લેન્ડમાં રહે છે. નાઓમિકા ની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ જ ઓછી આવે છે. કારણ કે તેનો પરિવાર લાઈમલાઈટ થી દુર રહેવા માંગે છે. જણાવી દઈએ કે ડિમ્પલ કાપડિયા ની પુત્રી રીન્કી ખન્નાએ વર્ષ ૨૦૦૩માં એક્ટિંગને છોડીને બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કરી લીધા હતા. ત્યારબાદથી તે લંડન રહેવા લાગી છે.

વર્ષ ૨૦૦૪માં રિન્કી એ ન નાઓમિકા ને જન્મ આપેલો હતો. નાઓમિકા સરન નાની ઉંમરથી જ એક્ટ્રેસ બનવા માટે પરફેક્ટ દેખાય છે. નાઓમિકા કથક ડાન્સર પણ છે. વીતેલા દિવસોમાં માસી ટ્વિંકલ ખન્નાએ તેની તસ્વીર પોસ્ટ કરીને તેની સ્કિલની પ્રશંસા પણ કરી હતી. નાઓમિકા સરન પોતાના પરિવારને ખુબ જ નજીક છે.

તે પોતાના કઝિન આરવ સાથે પણ ખુબ જ સારું બોન્ડિંગ શેર કરે છે, જે તસ્વીરોમાં પણ નજર આવે છે. વળી નાઓમિકા પોતાના નાના ભાઈની સાથે પણ કોલેટી ટાઈમ સ્પેન્ડ કરે છે. તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ છે, જેના લીધે તેની ખુબ જ ઓછી તસ્વીરો સામે આવેલી છે.

વીતેલા જમનાની મશહુર એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાની પૌત્રી નાઓમિકા સરને પોતાના સ્કુલનો અભ્યાસ પુર્ણ કરી લીધો છે. હાલમાં જ ડિમ્પલ કાપડિયા એ નાઓમિકા ની ગ્રેજ્યુએશન સેરેમની માં હાજરી આપી હતી. રીન્કી ખન્ના ની દીકરી નાઓમિકા એ સોશિયલ મીડિયા પર ગ્રેજ્યુએશન સેરેમની ની ઘણી તસ્વીરો શેર કરેલી છે. લેટેસ્ટ તસ્વીરોને જોઈને લોકો તેની તુલના ડિમ્પલ કાપડિયા સાથે પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *