આલિયા ભટ્ટ બૉલીવુડની સૌથી પ્રતિભાશાળી અને બહુમુખી અભિનેત્રીઓ માંથી એક માનવામાં આવે છે. તે ૧૦ વર્ષથી પણ વધારે સમયથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલ છે. આ સમય દરમિયાન તેને ઘણી હિટ ફિલ્મોમાં કામ કરેલું છે. નવેમ્બર ૨૦૨૨ માં રણબીર કપુરની સાથે તેણે પોતાના પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અભિનેત્રીએ ફરીથી બોલીવુડમાં પોતાનું કામ શરૂ કરી દીધું છે અને હાલમાં જ પોતાની આગામી ફિલ્મ “રોકી ઓર રાની કી પ્રેમ કહાની” નાં છેલ્લા સ્ટેજના શુટિંગ માટે કાશ્મીરમાં કામ કરી રહી છે.
અભિનેત્રી થોડા દિવસ પહેલા જ મુંબઈ પરત ફરેલી છે. આલિયા ભટ્ટે હાલમાં જ પોતાનો ૩૦મો જન્મદિવસ ઉજવ્યો હતો અને સોશિયલ મીડિયા પર તેના મિત્રો પરિવારના સદસ્યો ફેન્સ અને સહકર્મીઓની શુભકામનાઓનો ઢગલો થઈ ગયો હતો. હવે આલિયાના ફેન પેજ દ્વારા પણ તેની એક તસ્વીર શેર કરવામાં આવેલી છે, જેમાં તે પોતાના ૩૦માં જન્મદિવસની ઉજવણી કરી રહેલી જોવા મળી આવે છે.
ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલી તસ્વીરમાં આલિયા ભટ્ટ ઓરેન્જ રંગના પ્રિન્ટેડ જંપશુટમાં નજર આવી રહી છે. તે એક સફેદ સોફા ઉપર બેસેલી નજર આવી રહી છે. જેની સામે ટેબલ ઉપર બર્થ-ડે કેક રાખવામાં આવેલ છે. કેક કાપતા પહેલા આલિયા ભટ્ટ આંખ બંધ કરીને હાથ જોડીને પ્રાર્થના કરતી નજર આવી રહી છે. તસ્વીરમાં અભિનેત્રી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. ૩૦ અંક ના રૂપમાં સ્વાદિષ્ટ દેખાતી કેક પણ જોવા મળી રહી છે. એવું લાગે છે કે તે ચોકલેટની કેક છે, જેની ઉપર બેરીઝ રાખવામાં આવેલ છે. કેકની ઉપર “હેપ્પી ૩૦ આલિયા” લખેલું વાંચવા મળી આવે છે.
આલિયા ભટ્ટ ના પ્રશંસકો તેની આ તસ્વીર ઉપર પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાંથી એક યુઝરે લખ્યું છે કે, “કેક ખુબ જ સારી દેખાઈ રહેલ છે.” વળી અન્ય એક પ્રશંસક દ્વારા કોમેન્ટ કરીને લખવામાં આવ્યું છે કે, “સમય ખુબ જ ઝડપથી ચાલે છે. હજુ કાલ જેવું જ મહેસુસ થાય છે, જ્યારે તેમની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ રિલીઝ થયેલી હતી.” વળી અન્ય ઘણા ફેન્સ આલિયા ભટ્ટને બર્થ-ડે વિશ કરી રહ્યા છે.
તેની વચ્ચે નીતુ કપુરે પણ ઇન્સ્ટાગ્રામ ઉપર આલિયા ભટ્ટને જન્મદિવસની શુભકામનાઓ આપેલ છે અને ક્વીન ક્રાઉન ઈમોજીની સાથે લખ્યું – “હેપી બર્થ ડે બહુરાની. ઓન્લી લવ એન્ડ મોર લવ.” રણબીર કપુર ની બહેન રિદ્ધિમા કપુરે પણ એક નોટ લખેલી છે. જેમાં લખવામાં આવ્યું છે કે – હેપ્પીએસ્ટ હેપ્પી બર્થ ડે, ડાર્લિંગ આલુ.”
કરીના કપુર ખાને આલિયા ભટ્ટના ગાલ ઉપર કિસ કરતો પોતાનો એક જુનો ફોટો શેર કરેલ છે અને તેણે લખ્યું છે કે, “હેપી બર્થ ડે ટુ યુ. અત્યાર સુધીની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી. લવ યુ સો મચ. આલિયા તારી મનપસંદ જગ્યાએથી તને એક મોટું હગ મોકલવામાં આવી રહ્યું છે.”