બોલિવુડનાં સુપરસ્ટાર તરીકે ઓળખાતા રણબીર કપુર અને એક્ટ્રેસ આલિયા ભટ્ટ નાં લગ્નના સમાચાર હાલના દિવસોમાં છવાયેલા છે. તેની વચ્ચે એવું પણ જોવા મળ્યું છે કે ફેન્સ બંનેના લગ્નને લઈને એક-એક ચીજ જાણવા માંગે છે. વેડિંગ વેન્યુ થી લઇને ગેસ્ટ સુધી બધી વાતો ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ફેલાવવામાં આવી છે.
તેની વચ્ચે હવે ફેન્સ દ્વારા પોતાના મનપસંદ સ્ટાર્સના લગ્ન ની સમગ્ર વિગત શોધી લેવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આવી રહેલા સમાચારોનું માનવામાં આવે તો બોલિવુડના આ લવબર્ડ આ મહિનામાં લગ્ન કરવાના છે. તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન ના સમાચારો પાછળ આ વર્ષથી જ આવી રહ્યા છે.
નક્કી થયેલ તારી કરતા વહેલા થઈ રહ્યા છે લગ્ન
તેમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્ન આ મહિનાના છેલ્લા સપ્તાહમાં થવાના હતા, પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે રણવીર અને આલિયા ના લગ્ન નક્કી કરેલ તારીખ કરતા વહેલા કરવામાં આવશે. તેવામાં હવે લગ્ન એપ્રિલના છેલ્લા સપ્તાહમાં નહીં, પરંતુ એપ્રિલના બીજા સપ્તાહમાં કરવામાં આવશે. તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે કે આલિયાનાં નાનાજી ની તબિયત ખરાબ થઈ છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આલિયા અને રણવીર બંને ઇચ્છે છે કે તેમના લગ્ન વડીલોના આશીર્વાદથી જ થાય. તેવામાં હાલમાં આલિયાના નાનાજી બીમાર હોવાને લીધે હવે તેમણે પોતાના લગ્ન પહેલા કરવા પડી રહ્યા છે.
હોસ્પિટલમાં દાખલ છે આલિયા નાં નાનાજી
તમને જણાવી દઈએ કે આલિયાનાં નાનાજી હજુ પણ હોસ્પિટલમાં છે, પરંતુ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે. તેમના કહેવા પર આલિયા અને રણબીર નિર્ધારિત સમયે પહેલા લગ્ન કરી રહ્યા છે. હકીકતમાં આલિયાના નાનાજી ની તબિયત બગડવાને કારણે બંને એપ્રિલના પહેલા સપ્તાહમાં લગ્ન કરવા માગતા હતા, પરંતુ તેમને કોઈ સારું મુહુર્ત મળ્યું નહીં. એટલા માટે લગ્નની તારીખને આગળ વધારીને બીજા સપ્તાહમાં કરવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ આલિયા અને રણબીરે મુંબઈમાં એક ફ્લેટ ખરીદ્યો છે.
નવા ઘરમાં થશે લગ્નના રીતિ રિવાજ
જણાવવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ આ કપલ નવા ઘરમાં શિફ્ટ થવાનું છે. આલિયા અને રણબીર નું નવું ઘર બાન્દ્રા સ્થિત વાસ્તુ એપાર્ટમેન્ટમાં જણાવવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન પહેલા આલિયા ની પીઠી ચોળવાની વિધિ આ ઘરમાં નિભાવવામાં આવશે. તે સિવાય અહીં પર આલિયા ભટ્ટ અને રણબીર કપુર પોતાના ખાસ મિત્રો અને પરિવારજનોની હાજરીમાં સાત ફેરા લેશે. વળી રણબીરની પીઠી ચોળવાની વિધિ કપુર પરિવારના આરકે બંગલામાં કરવામાં આવશે.