આલિયા ભટ્ટ સાથે ડેટ પર જવા માંગે છે આ ક્રિકેટર, નામ જાણીને હેરાન થઈ જશો

Posted by

આલિયા ભટ્ટ બોલિવુડ દુનિયાની એક મશહુર અભિનેત્રી છે. તેની સુંદરતા પર દરેક લોકો ફિદા છે. આલિયા ભટ્ટે ઘણી મોટી ફિલ્મો કરી છે, એટલું જ નહીં બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને એક્ટર રણબીર કપુર બોલીવુડનાં સૌથી વધારે ચર્ચિત કપલ માંથી એક છે. પરંતુ રણબીર કપુર સિવાય પણ અન્ય વ્યક્તિ છે, જે આલિયા ભટ્ટ સાથે ડેટ કરવા માંગે છે. હવે તમે વિચારમાં પડી ગયા હશો.

પરંતુ તે પહેલાં ચાલો તમને જણાવી દઈએ કે આખરે સમગ્ર મામલો શું છે. જણાવી દઈએ કે આલિયા ભટ્ટની સાથે ડેટ પર જવા માંગનાર અન્ય કોઈ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર ઇશાન્ત શર્મા છે. ભારતીય ટીમના ઝડપી બોલર ઇશાન્ત શર્માએ કપિલ શર્મા શો માં આ ખુલાસો કર્યો હતો. આ શો માં ટીમ ઇન્ડિયાનાં સ્ટાર ઓપનર શિખર ધવન પણ હાજર હતા. જોકે શિખર ધવને કોઈ એક્ટ્રેસ સાથે ડેટ પર જવાની વાત તો દુર તેમણે દુરથી જ હાથ જોડી લીધા હતા.

કપિલ શર્માનાં શો દરમિયાન શિખર ધવને કહ્યું હતું કે હું અમુક ફિલ્મોનાં નામ લઉં છું. તમારે જણાવવાનું રહેશે કે તે કયા ક્રિકેટર પર વધારે ફિટ બેસે છે. ત્યારબાદ કપિલ શર્મા એ કહ્યું કે, “પ્યાર કીયા તો ડરના ક્યા?” તેના પર શિખર ધવને કહ્યું હતું કે, “તેનો તો પબ્લિક પણ અંદાજો લગાવી શકે છે.”

ત્યારબાદ ઓડિયન્સ તરફ થી ગબ્બર નો અવાજ આવવા લાગ્યો અને શિખર ધવન કહે છે કે, “હવે શું લખીને દઉં?” ત્યારબાદ કપિલ શર્માએ કહ્યું કે, “બોલીવુડ અને ક્રિકેટનો વર્ષો જુનો સંબંધ છે. તમે પણ ફિલ્મો જોતા હશો. તમારા બંનેની મનપસંદ એકટ્રેસ કોણ છે? એક-એક કરીને જવાબ જણાવો.” તેવામાં શિખર ધવને કહ્યું હતું કે, “મારી ફેવરિટ એક્ટ્રેસ કરિના કપુર છે. કારણ કે તે બહુમુખી પ્રતિભા ધરાવે છે. તે દરેક રોલમાં તેની એક્ટિંગ નેચરલ લાગે છે.”

વળી આ સવાલના જવાબમાં ઇશાંત શર્માએ કહ્યું હતું કે, “મને પહેલા કેટરિના કૈફ સારી લાગતી હતી. હવે આલિયા ભટ્ટ સારી લાગે છે.” ત્યારબાદ કપિલે પૂછ્યું કે, “હવે કેટરિના શા માટે સારી નથી લાગતી?” તો ઇશાંત શર્માએ કહ્યું કે, “પહેલા બાળક હતા. હવે ઉંમર વધી ગઈ એટલા માટે હવે આલિયા ભટ્ટ સારી લાગે છે. આ સવાલ સાંભળીને કપિલે બંનેને પૂછ્યું કે, “જો તમારે કોઈ એક હિરોઈન ની સાથે ડેટ પર જવાનો મોકો મળે તો તમે કોની સાથે જશો?”

આ સવાલના જવાબમાં શિખર ધવને કહ્યું કે, “ભાઈ, અમે તો પહેલાથી જ હાથ જોડીએ છીએ. અમારા લગ્ન તોડાવશો તમે. મેં તમારા જેટલા શો જોયા છે, તેમાં તમે દરેક પતિને આ સવાલ પૂછો છો. વ્યક્તિ કોઈપણ હોય મોટો સેલિબ્રિટી હોય કે પછી ગમે તે હોય પત્ની આગળ તે ફક્ત પત્ની જ હોય છે.” એટલું જ નહીં શિખર ધવને કહ્યું કે, “મારા માટે મારી ફેવરિટ એક્ટ્રેસ મારી પત્ની છે, જેની સાથે હું ડેટ પર જવા માંગીશ.”

વળી આ સવાલની વચ્ચે બોલતા ઝડપી બોલર ઇશાન્ત શર્માએ કહ્યું હતું કે, “આ વાતનું વધુ એક કારણ પણ છે. ભાભીજી કિક બોક્સિંગ પણ કરે છે.” તેના પર કપિલ શર્માએ કહ્યું કે, “તમે તો હજુ કુંવારા છો. તમે જણાવો.” ઇશાંત શર્માએ કહ્યું કે, “મેં તમને જણાવી દીધું કે આલિયા ભટ્ટની સાથે ડેટ પર જવા માંગીશ.” આ સાંભળીને કપિલ શર્માએ કહ્યું કે, “ઈમાનદારી ફક્ત આ વ્યક્તિમાં જ છે. ફેવરેટ પણ તે છે, ડેટ પર તેની સાથે જ જવા માંગે છે.” આ સાંભળીને શિખર ધવન, નવજોત સિદ્ધુ અને શોમાં હાજર ઓડિયન્સ જોરજોરથી હસવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *