એલિયન ધરતીની મુલાકાત લઈ રહ્યા હોવાના પુરાવા અમેરિકાએ આપ્યા, વિડિયોમાં જોવા મળ્યા UFO, જુઓ વિડિયો

Posted by

અમેરિકામાં વર્ષ ૨૦૦૪ અને ૨૦૧૫માં UFO જોવા મળ્યાની ઘટના સાથેનો વિડીયો પેંટાગોને શેયર કર્યો છે. ઇતિહાસ પર નજર કરશો તો જોવા મળશે કે દુનિયામાં સૌથી પહેલા જર્મનીના નુરેમબર્ગમાં એપ્રિલ ૧૫૬૧ માં લોકોએ આકાશમાં મોટા “ગ્લબઝ”, વિશાળકાય “ક્રોસ” અને અજીબો-ગરીબ પ્લેટ જેવી ચીજો જોવા મળ્યાનો દાવો કર્યો છે. તે સમયના ચિત્રો અને લાકડાના કટિંગ થી તે ઘટનાની જાણકારી મળે છે. એવું કહી શકાય છે કે UFO જોવા મળતાનું ફેવરેટ સ્પોટ અમેરિકા છે.

વીડિયોમાં જોવા મળી “ઊડતી રકાબી”

અમેરિકાના ટેક્સસમાં વર્ષ ૧૯૯૭માં લોકોએ સિગારનાં આકારની કોઈ મોટી ચીજ જોઈ. જે કથિત રીતે વિંડમિલ પર જઈને ટકરાઈ, તેનાથી મોટી દુર્ઘટના પણ થઇ. એવું લખેલું મળેલ છે કે એક એલિયનનાં શબને નિકાળવામાં આવ્યું અને કોઈ અજાણી જગ્યા પર તેને દફનાવી દીધો.

ત્યારબાદ ન્યૂ મેક્સિકોમાં જુલાઈ ૧૯૪૭માં એક વ્યક્તિને ક્રેશ થયેલા પ્લેન જેવો કાટમાળ મળ્યો. અમુક લોકોએ જણાવ્યું કે તેમને સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું કે આ સ્પેસક્રાફ્ટ કોઈ બીજી દુનિયાથી આવ્યું છે. તેમણે એલીયનનાં શવને જોવાનો પણ દાવો કર્યો. કેપિટલ સિટી વોશિંગ્ટન ડી.સી.માં જુલાઈ ૧૯૫૨માં આકાશમાંથી સતત કોઈ અજાણી ચીજો ઉડતી જોવા મળી. વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ અને એન્ડ્રયુ એરફોર્સ બેઝનાં રડાર ઉપર પણ અનેક અજીબો ગરીબ ચીજોના સંકેત મળ્યા.

ભારતમાં પણ જોવા મળ્યાનાં કિસ્સા

ભારતમાં ઘણી વાર યુએફઓ જોવા મળ્યાની વાતો સામે આવી છે. નવી દિલ્હીમાં ૧૫ માર્ચ ૧૯૫૧માં એક ફ્લાઈંગ ક્લબનાં ૨૫ સદસ્યોએ સિગારનાં આકારની કોઈ ચીજ જોઈ, જે ૧૦૦ ફૂટ લાંબી હતી. યુએફઓ અચાનક થોડીવાર પછી આંખો સામેથી અદ્રશ્ય થઈ ગયા. વર્ષ ૨૦૦૮માં કોલકત્તામાં આકાશમાં એક મોટી ચીજ જતી જોવા મળી, તેમાંથી અનેક રંગો નીકળતા જોવા મળ્યા. ચેન્નઈમાં દક્ષિણથી ઉત્તર જતી એક ચમકદાર ચીજ લોકોએ જોઈ. ભારતીય જવાનોએ લદ્દાખમાં અજ્ઞાત ચીજો આકાશમાં જોઈ. જણાવવામાં આવ્યું છે કે ૭ મહિના દરમિયાન અરુણાચલ પ્રદેશની સીમા પર સેનાએ અંદાજે ૧૦૦ UFO મુવમેટ્સ જોયા હતા.

ઈઝરાઈલમાં જોવા મળી ચમકદાર ચીજ

યરૂશલમમાં જાન્યુઆરી ૨૦૧૧માં પ્રત્યક્ષદર્શીઓ અને ઓછામાં ઓછા ૩ કેમેરામાં યરુશલમમાં “ડોમ ઓફ રોક” ઉપર એક ચમકદાર ચીજ જોવા મળી. જે થોડીવાર પછી ઝડપથી ઉપર જતી જોવા મળી. ઇઝરાઇલના ટીવી સ્ટેશન તરફથી કહેવામાં આવ્યું કે આ કોઈ દગા જેવું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *