Alto કરતાં પણ સસ્તી ઇલેક્ટ્રિક કાર, ફુલ ચાર્જમાં ચાલશે ૩૦૦ કિમી

ચીની કાર મેકર કંપની Wuling HongGuang ની મીની ઇલેક્ટ્રિક કાર એક સફળ પ્રોડક્ટ રહી. વર્ષ ૨૦૨૦માં ૧,૧૯,૨૫૫ યુનિટ સાથે બીજી સૌથી વધારે વેચવાવાળી વિહિકલ હતી. હવે કંપની એક નવી ઇલેક્ટ્રિક કાર લાવી રહી છે. જેનું નામ Nano EV હશે. રિપોર્ટ પ્રમાણે તે ફક્ત સૌથી નાની ઇલેક્ટ્રિક કાર નથી, પરંતુ દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર પણ હોઈ શકે છે.

Alto થી પણ સસ્તી

CarNewsChina ની રિપોર્ટ પ્રમાણે Nano EV ની કિંમત ૨૦ હજાર યુએન (લગભગ ૨.૩૦ લાખ રૂપિયા) થી વધારે રહેવાની નથી. તેનો મતલબ છે કે Nano EV ની કિંમત ખરેખર માં મારુતિ અલ્ટો થી પણ ઓછી હોઈ શકે છે. એટલું જ નહીં, Nano EV નિશ્ચિત રીતે ચીનમાં સૌથી વધારે વેચવાવાળી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક કાર Wuling Hongguang Mini EV થી પણ સસ્તી હશે.

ટાટા નેનો થી પણ હશે નાની

કંપનીએ આ કારને ૨૦૨૧ તિયાંજીન ઇન્ટરનેશનલ ઓટોમાં રજુ કરી હતી. અર્બન યુઝ પ્રમાણે બનાવવામાં આવેલી આ કાર માત્ર ૨ સીટ આપવામાં આવી છે. કાર ની ટર્નિંગ રેડિયસ ૪ મીટરથી પણ ઓછી છે. ડાયમેન્શન ની વાત કરીએ તો Nano EV ની લંબાઈ 2,497 mm, પહોળાઈ 1,526 mm અને ઊંચાઈ 1,616 mm છે.એટલે કે તે સાઇઝમાં ટાટા નેનો થી પણ નાની હશે. ટાટા નેનોની લંબાઇ ૩ મીટરથી વધારે છે. તેમાં 1,600 mm નાં વ્હીલ બેઝ મળશે.

૩૦૦ Km મળશે રેન્જ

કાર ની ટોપ સ્પીડ 100 kmph છે અને Nano EV માં IP67- સર્ટિફાઇડ 28 kWh લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. આ નાની ઈલેક્ટ્રીક કારને એકવાર ચાર્જ કરવા પર ૩૦૫ કિલોમીટરની રેન્જ મળે છે. કંપની પ્રમાણે તેને રેગ્યુલર ૨૦૦ વોલ્ટ સોકેટ દ્વારા ફુલ ચાર્જ કરવામાં ૧૩.૫ કલાકનો સમય લાગે છે. વળી 6.6 kW AC દ્વારા તેને માત્ર ૪.૫ કલાકમાં ચાર્જ કરી શકાય છે. Nano EV માં રિવર્સઇંગ કેમેરા, ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમ, એસી, કી લેસ એન્ટ્રી સિસ્ટમ, એલીડી હેડલાઈટ અને ૭ ઈંચની ડિજિટલ સ્ક્રીન મળે છે.