એલ્યુમિનિયમ નાં વાસણોમાં બનેલો ખોરાક છે નુકશાનકારક, જાણો શા માટે

Posted by

એલ્યુમિનિયમના વાસણો આજકાલ દરેક ઘરમાં મળી આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે આપણા શરીર માટે ઝેરનું કામ કરે છે. આપણે તે વાસણોથી જે પણ ખોરાક બનાવીએ છીએ તે ખોરાક પણ આપણા માટે ધીમું ઝેર બની જાય છે. આજકાલ આપણા ઘરોમાં ફ્રાઇંગ પેન, કડાઈ અને બીજા પણ ઘણા પ્રકારના વાસણો ના રૂપમાં તે આપણા રસોડામાં મોજુદ રહે છે.

એલ્યુમિનિયમના વાસણો બનાવવામાં ઓછો ખર્ચ થાય છે. પરંતુ તેમાં બનેલો ખોરાક આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. સામાન્ય રીતે દરરોજ ૪ થી ૫ મિલિગ્રામ એલ્યુમિનિયમની માત્રા આપણા શરીરમાં પહોંચે છે. કારણ કે આપણું ભોજન એલ્યુમિનિયમના વાસણોમાં બને છે. એલ્યુમિનિયમની આ મોટી માત્રાને બહાર કાઢવા માટે આપણું શરીર અસમર્થ છે. એલ્યુમિનિયમના વાસણોમાં બનેલ ભોજન અને કંઈપણ બાફેલું પીવાના માધ્યમથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે, તે એક ધીમુ ઝેર છે. તે ઝેર સતત ભોજન અને પ્રવાહી દ્વારા આપણા શરીરમાં પ્રવેશ કરે છે. એલ્યુમિનિયમ ના વાસણમાં બનેલા ખોરાકનો રંગ અને સ્વાદ બદલી જાય છે.

તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે આપણે એલ્યુમિનિયમના વાસણોમાં ખોરાક બનાવીએ છીએ તો એલ્યુમિનિયમ એસિડિક ફુડની સાથે એક રિએક્શન કરે છે, તે મોટાભાગે પ્રતિક્રિયાશીલ છે અને ભોજન સાથે મળી જાય છે અને આપણા ભોજન સાથે આપણા શરીરમાં પ્રવેશ કરે છે. એલ્યુમિનિયમ ભારે ધાતુ છે અને આપણા ઉત્સર્જન તંત્ર તેને પચાવવા અને શરીરની બહાર કાઢવામાં અસમર્થ છે. જો આપણે આવા વાસણોમાં બનેલો ખોરાક ઘણા વર્ષો સુધી ખાઈએ છીએ તો તે ધાતુ આપણા લીવર, તંત્રિકા તંત્રમાં સમાઈ જાય છે.

આ અવસ્થા આપણા શરીર માટે ઘણી ગંભીર બીમારીઓને આમંત્રણ આપે છે. જેના વિશે લોકોને જાણકારી પણ નથી હોતી. તે મુખ્યત્વે મસ્તિષ્ક પર કામ કરે છે અને માનવ મસ્તિષ્કની કોશિકાઓના વિકાસને અવરોધે છે. એલ્યુમિનિયમનું મુખ્ય લક્ષણ છે કે પેટમાં દુખાવો થવો. જ્યારે તમે પેટમાં દુઃખાવો મહેસુસ કરો છો તો તે એલ્યુમિનિયમ વિષાત્કતાને કારણે હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *