દુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા કંપની ફેસબુકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના રિલાયન્સ જીયો માં ૪૩,૫૭૪ કરોડ રૂપિયાનો નિવેશ કર્યા છે. આ નિવેશ સાથે રિલાયન્સ જીયોમાં ફેસબુકની ૯.૯૯% ભાગીદારી થઈ ગઈ છે. જાણકારોનું કહેવું છે કે આ ભાગીદારીથી ઈ-કોમર્સ અને પેમેન્ટ સેક્ટરમાં એમેઝોન, ફ્લિપકાર્ટ અને ગુગલની સામે એક તાકાતવર ભાગીદારી ઉભી થઇ છે. આ ભાગીદારી ભવિષ્યમાં આ કંપનીઓ માટે ખતરો બની શકે છે. આ ભાગીદારી મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાઇન્સના ઈ-કોમર્સ વેન્ચર જીયો માર્ટ ભારતીય ઓનલાઇન કોમર્સ બજારમાં ફેસબુકની મદદથી એમેઝોન અમે ફ્લિપકાર્ટ ઉપર પોતાનો દબદબો બનાવી શકે છે.
૨૦૨૮ સુધી ૨૦૦ બિલિયન ડોલરનું થઈ શકે છે ભારતનું ઈકોમર્સ બજાર
ઇન્ડસ્ટ્રી ઇનસાઇડર અને જાણકારોનું કહેવું છે કે ભારતમાં ઓનલાઈન ઇ-કોમર્સ બજારના વિકાસની સંભાવનાઓ છે. જાણકારોના પ્રમાણે ૨૦૧૮ ના ૩૦ મિલિયન ડોલરના મુકાબલે ૨૦૨૮ સુધી ભારતનું ઈ-કોમર્સ બજાર ૨૦૦ બિલિયન ડોલર સુધી સુધી પહોંચી શકે છે. ફોરેસ્ટર રિસર્ચના વરિષ્ઠ એનાલિસ્ટ સતીશ મિળાના કહેવા પ્રમાણે ફેસબુક તરફથી કરેલ આ કુલ નિવેશથી જીયો પાસે હવે લગભગ ૧૫,૦૦૦ કરોડ રૂપિયા બચી જશે. આ એક બહુ જ મોટી રકમ છે જેનો ઉપયોગ જીયો ઇ-કોમર્સ નેટવર્ક બનાવવા માટે કરી શકે છે. જો જીયો ગ્રાઉંડ લેવલ પર પોતાની યોજનાને પાર પાડી શકે તો નિશ્ચિતરૂપે અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ માટે તે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
ગ્રોસરી સ્પેસ પર પહેલા દબદબો બનાવી શકે છે જીયો માર્ટ
મીણા અનુદાર, જીયો સૌથી પહેલા પોતાનો દબદબો કરવા માટે આક્રમક રાણનીતિ અપનાવી શકે છે. આના વડે તે વધારે ને વધારે ઘરો સુધી પહોંચી શકશે. ગ્રોસરી સ્પેસમાં દબદબો બનાવવાથી જીયો માર્ટના ગ્રાહક મોબાઈલ કનેક્શન, ટેલિવિઝન, મ્યુઝિક જેવી બીજી ઘણી સેવાઓ પણ રિલાયન્સ થી ખરીદી શકશે. અમેઝોન અને ફ્લિપકાર્ટની અત્યારે સૌથી મોટી ચિંતા બિઝનેસ મોડલ અને લોજિસ્ટિકનું પુનમૂલ્યાંકન કરવાની છે. આનું કારણ એ છે કે તેઓ માંગ અનુસાર ગ્રોસરીની ડિમાન્ડ પૂરી કરી શકતા નથી. હાલનાં સમયે ગ્રોસરીની ઘણી ડિમાંડ છે, પરંતુ કંપનીઓ તેને પૂર્ણ કરી શકે તેમ નથી.
ઇ-કોમર્સ સેક્ટરમાં એકાધિકાર બનાવી શકે છે રિલાયન્સ જીયો
દિલ્હીની લો ફોર્મ ટેકલેજીસ એડવોકેટ એન્ડ સોલિસિટર્સના મેનેજિંગ પાર્ટનર સલમાન વારીસનું માનવું છે કે રિલાયન્સ જીયો ઈ-કોમર્સ સેકટરમાં એકાધિકાર સ્થાપિત કરી શકે છે અને આનાથી ઈ-કોમર્સ ઇકોસિસ્ટમને પણ વધારો મળશે. વારીસનું કહેવાનું છે કે ફેસબુક નાના કારોબારીઓ માટે વોટ્સએપને ઇ-કોમર્સના અવસરની રીતે પણ વાપરવા માંગે છે. અમેઝોન અને ફ્લિપકાર્ટ જિયો-ફેસબુક સાથે પ્રતિસ્પર્ધા નહીં કરી શકે કેમ કે એમની પાસે ડેટાની તાકાત નથી. વારીસના પ્રમાણે કોરોના વાયરસ સંક્રમણને કારણે ફેઅબુક-જીયો ભાગીદારી શોર્ટ ટર્મ એટલે કે ૩ થી ૬ મહિનામાં કોઈ મહત્વપૂર્ણ છાપ છોડી શક્ય નથી પરંતુ લોન્ગ ટર્મમાં આ ભાગીદારી અમેઝોન અને ફ્લિપકાર્ટને પછાડી દેશે અને સાથો સાથ દેશના તમામ ઇ-કોમર્સ ઇકોસિસ્ટમને બદલી દેશે.
જીયો માર્ટનું પ્રસ્તાવિત મોડેલ એકદમ નવું
પહેલા ઇન્ડિયા ફાઉન્ડેશનના સિનિયર ફેલો અને હેડ ઓફ રિસર્ચ નિરુપમા સુંદરરાજન ના કહેવા પ્રમાણે એ વાતની ગણતરી પહેલા જ થઈ ચૂકી છે કે જીયો માર્ટ કંપની તરીકે ઉભરી શકે છે. આ કંપની પુરા બજારમાં ઉથલ પાથલ મચાવી દેશે. જીયોનું કિરાણા સ્ટોર સાથે ભાગીદારીનું પ્રસ્તાવિત મોડલ એકદમ નવું છે. આવી સહભાગિતા ઘણી આવશ્યક છે. આના સિવાય આપણે વોટ્સએપને લીધે P2P (પિયર ટુ પિયર) પેમેન્ટમાં મહત્વપૂર્ણ વધારો જોઈ શકીશું. સુંદરરાજનના કહેવા પ્રમાણે જીયો માટેના પ્રાસ્તાવિક મોડેલથી કિરાણા સ્ટોર્સમાં પણ આ પ્રતીયોગીતા હિતાવહક છે અને આનાથી કિરાણા સ્ટોર્સમાં પ્રાઈઝ વૉર પણ થઈ શકે છે જે જોવું ખુબજ રોમાંચક રહેશે.
પેમેન્ટ સેકટરમાં પણ અગ્રેસર બનવામાં મદદ મળશે
સલમાન વારીસનું કહેવું છે કે આ ભાગીદારીથી રિલાયન્સ અને ફેસબુકને ભારતીય ડિજિટલ પેમેન્ટ સ્પેસમાં ફોનપે, પેટીએમ, ગૂગલ પે, અમેઝોન-પે જેવી કંપનીઓ ઉપર દબદબો વધારવામાં મદદ મળશે. વારીસનું માનવામાં આવે તો ૨૦૨૩ સુધી ભારતમાં ડિજિટલ પેમેન્ટમાં પાંચ ગણો વધારો થશે અને કુલ કારોબાર ૧ લાખ ડોલર સુધી પહોંચી જશે. ફેસબુક માટે ભારત સૌથી મોટુ યુઝર બજાર છે અને અહીંયા ફેસબુકના અંદાજે ૩૨.૮ કરોડ માસિક યુઝર છે. આના સિવાય મેસેજિંગ એપ વોટ્સએપના પણ અંદાજિત ૪૦ કરોડ યુઝર્સ છે. વોટ્સએપ લાંબા સમયથી ભારતમાં ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ કરવા ઉપર કામ કરી રહ્યું છે અને મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. વારીસનું કહેવું છે કે ફેસબુક-જીયો ની ભાગીદારીથી દુનિયા અને ભારતનું સૌથી મોટું ડેટા પ્લેટફોર્મ તૈયાર થશે.