Amazon ની આ સિક્રેટ વેબસાઇટ પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, અડધા થી પણ ઓછી કિંમતમાં મળી રહેલ છે પ્રોડક્ટ

Posted by

આજનાં સમયમાં ઓનલાઈન શોપિંગનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જ્યાં આજકાલ આખી દુનિયા ઓનલાઇન શોપિંગ કરે છે. ત્યાં બીજી તરફ દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન વિશે બધા જાણે છે. એમેઝોનનાં માધ્યમથી લોકો ઘરે બેસીને ઓનલાઇન શોપિંગ કરે છે. એમેઝોન વાજબી ભાવે પ્રોડક્ટ આપવા માટે જાણીતું છે. તમને ખબર નહીં હશે કે જે પ્રોડક્ટ તમે એમેઝોનથી ખરીદો છો, તમે તેને પસંદ ન આવવા પર પરત કરી શકો છો. જ્યારે બીજી તરફ એમેઝોનની એક સિક્રેટ વેબસાઈટ છે, જ્યાંથી તમે અડધી થી ઓછી કિંમત પર આ પ્રોડક્ટની ખરીદી શકો છો. આ વેબસાઇટ પર ૭,૦૦૦ હજાર રૂપિયાની પ્રોડક્ટ ૨,૦૦૦ હજાર સુધી સુધી મળે છે. આવો જાણીએ એમેઝોનની સિક્રેટ વેબસાઈટ વિશે.

કોરોનાને કારણે જ્યારે આખી દુનિયામાં લોકડાઉન લાગેલું હતું, ત્યારે બધા બજાર બંધ હતા. ત્યારે આખી દુનિયા ઓનલાઇન શોપિંગ કરી રહી હતી. મહત્વપુર્ણ છે કે વધારે લોકોએ એમેઝોનની તરફ શોપિંગ કરવામાં વળી ગયા હતા. વળી એમેઝોન પર હંમેશા નવી ઓફર મળતી રહે છે. પરંતુ એમેઝોનની સિક્રેટ વેબસાઇટ દ્વારા તમે પરત કરેલી પ્રોડક્ટ કે થોડી ક્ષતિગ્રસ્ત થઈ ચુકેલી પ્રોડક્ટને ઘણી ઓછી કિંમતોમાં ખરીદી શકો છો. મતલબ વાત એ છે કે એમેઝોન પર જે ગ્રાહક પ્રોડક્ટ ખરીદે છે અને તેમને તે પ્રોડક્ટ પસંદ નથી આવતી તો તે પ્રોડક્ટ ને પરત કરી દે છે. તે પ્રોડક્ટને એમેઝોન પોતાના એક વેયરહાઉસમાં રાખી દે છે. પછી આ પ્રોડક્ટને એમેઝોન ઘણી ઓછી કિંમત પર વેચે છે.

એક યુઝરે પોતાનો અનુભવ માર્ટીન લુઇસની વેબસાઈટ પર શેર કર્યો છે. તેમનું કહેવાનું હતું કે “મેં એકવાર એમેઝોનનાં ગોડાઉન પર પ્રેશર વોશર ખરીદવા ગયો હતો. મને એક વિશેષ બ્રાન્ડનો પ્રેશર વોશર ખરીદવો હતો. જે મોડલ મને જોઈતું હતું. તે લગભગ બધી અન્ય વેબસાઈટ પર ૨૦ હજારમાં મળી રહ્યુ હતુ. પરંતુ એમેઝોન વેયરહાઉસ માં મને તે પ્રોડક્ટ માત્ર ૧૩ હજારમાં મળી ગયું. ત્યારથી મેં એમેઝોનનાં વેયરહાઉસ થી ખરીદારી કરવાની શરૂ કરી દીધી.”

એમેઝોન આ વિશે કહે છે કે તે વેયરહાઉસમાં રાખવા વાળી પ્રોડક્ટનું પહેલા નિરીક્ષણ કરે છે અને ત્યારે એક નિશ્ચય ગ્રેડ સાથે આઈટમ ઉપલબ્ધ કરવામાં આવે છે. એટલે સુધી કે આ સિક્રેટ વેબસાઈટ પણ એમેઝોન સાઇટ જેવા  ફિચર હોય છે. આ વેબસાઇટ પર પણ તમને ૩૦ દિવસ રિટર્ન પોલીસી મળે છે. મળેલી જાણકારી પ્રમાણે આ વેયરહાઉસમાં ૪૦,૦૦૦ થી પણ વધારે પ્રોડક્ટ ઉપલબ્ધ છે અને તમે આ પ્રોડક્ટને અડધી કે તેનાથી પણ ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

અહીં તમને લગભગ ૩૪ અલગ-અલગ સેક્શન જોવા મળશે. તેમાં કોમ્પ્યુટર ઉપકરણ, રસોઈ અને વાસણ, રમકડા, વિડીયો ગેમ, ઇલેક્ટ્રોનિક્સ અને ફોટો સહિત ઘણી અન્ય શ્રેણીઓ છે. એમેઝોનની આ સિક્રેટ વેબસાઇટ પર આઈટમની કિંમત એટલી ઓછી છે કે પ થી ૭ હજારમાં મળવા વાળી વસ્તું માત્ર ૨ હજારમાં મળી જાય છે. નેસ્કેફે ની સિંગલ સર્વિંગ કોફી મશીન જે બીજી કોઈ જગ્યાએ ૫,૦૦૦ રૂપિયા થી ૭,૦૦૦ રૂપિયામાં ઉપલબ્ધ છે, તે અહીં માત્ર ૨ હજાર રૂપિયામાં મળી રહી છે. તો તમે આ વેબસાઈટ પર જઈ શકો છો અને ખરીદારી કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *