એમેઝોન પર ૨૬,૦૦૦ માં વેંચાઈ રહી છે પ્લાસ્ટિકની ડોલ, જાણો એવું તે વળી શું છે એમાં

ઓનલાઇન શોપિંગ લીધે હવે લોકો કોઈપણ જગ્યાએ થી કોઈપણ સમયે ગિફ્ટ અથવા સામાન ખરીદી ને મોકલી શકે છે. આ સુવિધાથી લોકોનું જીવન થોડું સરળ બની ગયું છે. જોકે અમુક લોકો આ વાતથી બિલકુલ પણ સહમત નથી કે ઓનલાઈન વેબસાઈટ માંથી ખરીદી કરવી હવે લોકોની આદત બનતું જઈ રહ્યું છે. સસ્તા સામાનને લોકો મોંઘી કિંમતમાં ખરીદવા પણ તૈયાર છે. એ જ કારણ છે કે ઓનલાઇન શોપિંગ કંપનીઓ લોકો પાસેથી પૈસા વસુલવા માટે ઘણી અજીબો ગરીબ ચીજ કરતી રહે છે.

ઇ-કોમર્સ ની સાથે સૌથી સામાન્ય સમસ્યા એ છે કે મનપસંદ ચીજોની ડિમાન્ડ વધારે હોવા પર સ્ટોક ખતમ થઇ જાય છે અને પછી લોકોએ તેની રાહ જોવી પડે છે. ઘણી વખત ડિમાન્ડ વધારે હોવા પર કિંમત પણ વધારી દેવામાં આવે છે. ઓનલાઇન શોપિંગમાં કિંમતોમાં ઉતાર-ચઢાવ સામાન્ય વાત છે. પરંતુ ક્યારેક ક્યારેક કિંમત એટલી વધારે વધી જાય છે, જેનો લોકોને પણ અંદાજો રહેતો નથી. આવું જ કંઈક હાલમાં એમેઝોન ઈન્ડિયા પર થયેલ છે, જ્યાં નેટિઝન્સ હવે મોંઘી લક્ઝરી પ્રોડક્ટને ઓનલાઇન ખરીદવાની આદત બનાવી ચુક્યા છે. વળી ઘણા લોકો માટે એક ઝટકો એવો હતો કે એમેઝોન પર ૨૫,૯૯૯ રૂપિયામાં એક ડોલ વેચવામાં આવી રહી હતી.

લિસ્ટિંગનાં એક સ્ક્રીનશોર્ટ માં લાલ કલરની ડોલને ૨૫,૯૯૯ રૂપિયામાં વેચવામાં આવી રહી છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ડોલની વાસ્તવિક કિંમત ૩૫,૯૦૦ રૂપિયા હતી, જેમાં ૨૮ ટકા ડિસ્કાઉન્ટની સાથે વેચવામાં આવી રહી છે અને આ ડોલ ખરીદવા માટે લોકોને ઈએમઆઈ નો ઓપ્શન પણ આપવામાં આવી રહ્યો છે. ડોલ નો સ્ક્રીનશોટ ટ્વીટર પોસ્ટ થયા બાદ તુરંત જ અમુક નેટિઝન્સ દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે લિસ્ટિંગમાં ટેકનીકલ ખામીને કારણે આવું થયું હતું. વળી અન્ય એક યુઝરે મજાકમાં કહ્યું હતું કે, “તેઓ ખુશ છે કે ડોલ ઇએમઆઇ પર ઉપલબ્ધ હતી.