અમેઝોન સાથે ફક્ત ૪ કલાક કામ કરીને દર મહિને કમાઈ શકો છો ૬૦ હજાર રૂપિયા, જાણો કેવી રીતે

જો તમે પણ દર મહિને ૬૦ થી ૭૦ હજાર રૂપિયાની કમાણી કરવા માંગો છો, તો હવે તમે આ કામ સરળતાથી કરી શકો છો. દુનિયાની સૌથી મોટી કોમર્સ કંપની એમેઝોન તમને આ અવસર આપી રહી છે. ખાસ વાત એ છે કે તેના માટે તમારે દરરોજ ૯ કલાક કામ કરવાની જરૂરિયાત નથી. તમે ફક્ત ૪ કલાક કામ કરીને આટલી કમાણી કરી શકો છો. એમેઝોનની આ ખાસ નોકરી માં તમે કોઈ ખાસ બંધનમાં નથી. તેમાં તમારે ફુલટાઈમ અને પાર્ટટાઈમ પોતાના હિસાબે કામ કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે.

એમેઝોન માં ડીલીવરી બોય બનીને તમે ખુબ જ સારા પૈસા કમાઇ શકો છો. તેમાં તમારે ગ્રાહકોનાં પેકેજ તેમના સુધી પહોંચાડવાના હોય છે. ડિલિવરી બોય એમેઝોનનાં વેરહાઉસ થી પેકેજ લઈને ગ્રાહકો સુધી પહોંચાડે છે. દેશભરમાં હાલના સમયે ડિલિવરી બોય ની ખુબ જ ડિમાન્ડ રહેલી છે.

૧૦ થી ૧૫ કિલોમીટરની રેન્જમાં આપવાની હોય છે સર્વિસ

દેશમાં જે રીતે ઓનલાઇન વેપાર વધી રહ્યો છે, તે રીતે ડિલિવરી બોય ની માંગ પણ વધી રહી છે. એક ડિલિવરી બોયને ૧૦૦ થી ૧૫૦ પેકેજ એક દિવસમાં ડિલિવર કરવાના હોય છે. તેના માટે તમારે ૧૦-૧૫ કિલોમીટરનાં એરિયામાં પેકેજ ડિલિવર કરવાના હોય છે.

કેટલાક કલાક કરવાનું હોય છે કામ?

જો કામની કલાકની વાત કરવામાં આવે તો તે તમારા પર નિર્ભર કરે છે કે તમે કેટલા કલાકમાં કેટલા પેકેજ ડિલિવર કરો છો. વળી એમેઝોન ગ્રાહકોને સવારે ૭ વાગ્યા થી લઇને રાત્રીના ૮ વાગ્યા સુધી ડિલિવરી ની સર્વિસ આપે છે. દિલ્હીના ડિલિવરી બોય નું કહેવું છે કે તેઓ એક દિવસમાં લગભગ ૪ કલાકમાં ૧૦૦-૧૫૦ પેકેજ ડીલીટ કરી આપે છે.

કેવી રીતે કરી શકો છો એપ્લાઈ?

જો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગો છો તો તમારે સીધી આ https://logistics.amazon.in/applynow પર ક્લિક કરીને આવેદન કરવાનું રહેશે.

શું જરૂરી છે?

ડિલિવરી બોય બનવા માટે તમારી પાસે ખાસ ડિગ્રી હોવી જોઈએ. જો સ્કુલ અથવા કોલેજ પાસ કરેલ છે, તો પાસિંગ સર્ટિફિકેટ હોવું અનિવાર્ય છે. ડિલિવરી કરવા માટે તમારી પાસે પોતાની બાઇક અથવા સ્કુટર હોવું જોઈએ. બાઈક અથવા સ્કુટરનો ઇન્સ્યોરન્સ, આરસી બુક વગેરે હોવું જોઈએ. સાથોસાથ આવેદન કરનાર વ્યક્તિ પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જોઈએ.

કંપની આપે છે જાણકારી

આ નોકરીમાં કંપની તમને સંપુર્ણ જાણકારી આપે છે. તે સિવાય કામ સાથે જોડાયેલી સંપુર્ણ જાણકારી નોકરી શરૂ કરવાના સમયે આપવામાં આવે છે. ડિલિવરી સાથે જોડાયેલી સંપુર્ણ ટ્રેનિંગ અમેઝોન તરફથી આપવામાં આવે છે.

કેટલી મળશે સેલરી?

અમેઝોન ડિલિવરી બોયને દર મહિને સેલરી નિયમિત મળે છે. એમેઝોનમાં ડિલિવરી બોયને ૧૨ થી ૧૫ હજાર રૂપિયાની ફિકસ સેલેરી મળે છે. પેટ્રોલનો ખર્ચ તમારો હોય છે. પરંતુ એક પ્રોડક્ટ અથવા પેજને ડીલીવરી કરવા પર ૧૦ થી ૧૫ રૂપિયા મળે છે. ડિલિવરી સર્વિસ આપવા વાળી કંપનીનાં જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ આખો મહિનો કામ કરે છે અને દરરોજ ૧૦૦ પેકેજ ડિલિવર કરે છે, તો આરામ થી ૫૫ હજાર થી ૬૦ હજાર રૂપિયા મહિનાનાં કમાઈ લે છે.