રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર અવારનવાર જામનગરની પાસે પોતાના રિલાયન્સ ટાઉનશીપ માં રોકવા માટે જાય છે. ટાઉનશીપ પોતાની અત્યાધુનિક સુવિધાઓ અને કર્મચારીઓ માટે વિભિન્ન આવાસ અને ભોજન વિકલ્પો માટે વ્યાપક રૂપથી માન્યતા પ્રાપ્ત છે. આજે અમે તમને જામનગરની નજીક રિલાયન્સ રિફાઇનરી ની એવી વિશિષ્ટ ખુબીઓ વિશે જણાવીશું, જેને તમે પહેલા ક્યારેય જોયેલી નહીં હોય. મુકેશ અંબાણીનું દુબઈમાં પણ એક આલીશાન ઘર છે.
સુત્રો અનુસાર રિલાયન્સ ટાઉનશીપ ના જામનગરમાં દ્વારકા હાઇવે પર સ્થિત મુકેશ અંબાણીનો મહેલ જેવો બંગલો છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ દ્વારા તેના નિર્માણ માટે કોઈપણ પાસેથી મદદ લેવામાં આવેલ નથી. જામનગર સ્થિત આ બંગલામાં અવારનવાર મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે રોકાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ખવાડીની નજીક રિલાયન્સ ગ્રીન ટાઉનશીપ નું નિર્માણ કરવામાં આવેલ છે, જે કર્મચારીઓ માટે ઉત્તમ સુવિધાઓથી સજ્જ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં માધ્યમથી ભારતનું સૌથી મોટું સામ્રાજ્ય ઊભું કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨નાં રોજ ગુજરાતનાં જુનાગઢ જિલ્લાના એક નાના ગામ ચોરવાડમાં થયેલો હતો. તેમના દ્વારા સ્થાપિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હવે તેમના મોટા દીકરા મુકેશ અંબાણીના નેતૃત્વમાં આગળ વધી રહી છે. ૬ જુલાઈ, ૨૦૨૨નાં રોજ ધીરુભાઈ અંબાણી ને હૃદયનો હુમલો આવવાને લીધે તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તે સમયે તેમની અંદાજિત કુલ સંપત્તિ ૬૨,૦૦૦ કરોડ રૂપિયા હતી.
જો તમે જામનગર-દ્વારકા હાઇવે ઉપર નીકળો છો તો તમને રિલાયન્સ ટાઉનશીપનું સુંદર દ્રશ્ય જ જોવા મળશે. ટાઉનશીપમાં શાનદાર સુવિધાઓ ઉપસ્થિત છે. અંબાણી પરિવારનાં અનોખા શોખ અવારનવાર મીડિયા નું ધ્યાન આકર્ષિત કરતા હોય છે. જામનગર-દ્વારકા હાઇવે પર રિલાયન્સ ટાઉનશીપ જેમાં ટીએમસી બંગલાની નજીકમાં તેમનો મહેલ જેવો બંગલો આવેલો છે.
સુત્રો અનુસાર મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે અવારનવાર અહીંયા રોકાવા માટે આવે છે. જોકે આ બાબતમાં રિલાયન્સ તરફથી કોઈ પુષ્ટિ કરવામાં આવેલ નથી. ખાસ વાત એ છે કે મુંબઈને બાદ કરીને રિલાયન્સ ટાઉનશીપમાં મુકેશ અંબાણીના રહેવાની વાત જામનગર સહિત ગુજરાતમાં પણ ચર્ચાનો વિષય બની ગયેલ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ની ખુબ જ નજીક ખવાડી ની પાસે રિલાયન્સ ગ્રીન્સ ટાઉનશિપ નું નિર્માણ કરવામાં આવેલ છે, જ્યાં કર્મચારીઓને રહેવા સહિત ઘણી હાઇ ટેક સુવિધાઓ આપવામાં આવેલી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વિશે તો બધા લોકો જાણે છે, પરંતુ બધા લોકોને જાણવામાં દિલચસ્પી હોય છે કે ત્યાં કામ કરતા લોકો કેવી રીતે રહે છે.
રિલાયન્સ ટાઉનશીપ ની સુરક્ષા જડબેસલાક કરવામાં આવેલ છે. કારણ કે મુકેશ અંબાણી સહિત સમગ્ર પરિવાર ટાઉનશિપમાં રહેવા માટે આવે છે. રિલાયન્સ ટાઉનશીપ ની ઘણી તસ્વીરો સામે આવેલી છે, જેને જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે તેમાં કેટલી સુખ સગવડતાઓ રહેલી છે.
રિલાયન્સ દ્વારા વિકસિત કરવામાં આવેલ ગ્રીન ટાઉનશીપમાં વિદ્યા વિહાર, ઓવલ પાર્ક, નર્સરી સ્કુલ, ગેસ્ટ હાઉસ, ઓલ્ડ સિવિક સેન્ટર, સેન્ટ્રલ પાર્ક, સિનેમા અને મંદિર સહિત ઘણા વિભાગ આપવામાં આવેલા છે. એટલું તો નક્કી છે કે આ તસ્વીરોને જોઈને તમારા હોશ જરૂરથી ઉડી જશે. હકીકતમાં એન્ટિલિયા જેવી તમામ સુખ સગવડતાઓ રિલાયન્સ ટાઉનશીપમાં આપવામાં આવેલ છે.