અંબાણી પરિવારની નાની વહુ બની શકે છે આ સુંદર યુવતી, અનંત અંબાણીની ખુબ જ નજીક હોવાનું માનવામાં આવે છે

Posted by

જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન આવે છે તો તેનું સ્વાગત ખુબ જ સારી રીતે કરવામાં આવે છે, પરંતુ અમુક મહેમાન ખુબ જ ખાસ હોય છે, તેનું સ્વાગત પણ આપણે ખાસ રીતે કરીએ છીએ. જ્યારે વાત સ્વાગતની આવે છે તો દેશનો સૌથી અમીર પરિવાર આ બાબતમાં નંબર વન પર રહે છે. હવે તમે સમજી જ ગયા હશો કે અમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ ભાઈ અંબાણી ની વાત કરી રહ્યા છીએ.

અંબાણી પરિવારનાં ઘરમાં જ્યારે પણ કોઈ ફંકશન હોય છે તો તે ખુબ જ ભવ્ય અને વિશાળ હોય છે. તેમની ઘરે થનાર કાર્યક્રમોમાં અઢળક મહેમાન આવે છે. તેમાં બોલીવુડ સિતારાઓથી લઈને મોટા-મોટા નેતાઓ સામેલ થતા હોય છે. પરંતુ આજે અમે તમને અંબાણી પરિવારનાં એક એવા ખાસ મહેમાન સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ, જે આ ફેમિલી માટે મોટી મોટી સેલિબ્રિટી કરતાં પણ વધારે મહત્વ ધરાવે છે.

આ મહેમાનનું કનેક્શન મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં દિકરા અનંત અંબાણી સાથે છે. આ મહેમાન અનંત અંબાણી ની ખુબજ નજીક છે અને ખુબ જ જલ્દી અંબાણી પરિવારનો નવો સદસ્ય પણ બની શકે છે. હકીકતમાં અમે અહીંયા અનંત અંબાણીની ખાસ મિત્ર રાધિકા વિશે વાત કરી રહ્યા છીએ. રાધિકા અને અનંત પરસ્પર ખુબ જ સારા મિત્ર છે. ખબર માનવામાં આવે તો બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ખુબ જ જલ્દી લગ્ન પણ કરી શકે છે.

તેવામાં મીડિયા રાધિકા મર્ચન્ટને અંબાણી પરિવારને નાની વહુનાં રૂપમાં જુએ છે. મહત્વપૂર્ણ છે કે અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા છે. મુકેશ અને નીતાના મોટા દીકરા આકાશ અંબાણીએ શ્લોકા સાથે વર્ષ ૨૦૧૯માં લગ્ન કરી લીધા હતા. આ લગ્નથી બન્નેનો એક દીકરો પણ છે, જેનું નામ પૃથ્વી આકાશ અંબાણી છે. હવે જો બધું બરોબર રહ્યું તો ખુબ જ જલ્દી અંબાણી પરિવારમાં નાની વહુની એન્ટ્રી પણ થઈ શકે છે.

અંબાણી પરિવારની નાની વહુ બનવાના સૌથી વધારે ચાન્સ રાધિકા મર્ચન્ટ નાં જ છે. તેનું કારણ અનંત અંબાણીની ખુબજ નજીક હોવું છે. તે સિવાય રાધિકાને ઘણી વખત અંબાણી પરિવાર સાથે જોવામાં આવેલ છે. જ્યારે પણ અંબાણી પરિવારમાં કોઈ કાર્યક્રમ થાય છે તો રાધિકાનું ખાસ સ્વાગત થાય છે. તે અંબાણી પરિવારના બધા સદસ્યો સાથે ખુબ જ સારી રીતે ભળી ગઈ છે. વળી જ્યારે રાધિકાનો જન્મ દિવસ હતો, ત્યારે અંબાણી પરિવારે તેની સાથે ઉજવણી કરી હતી.

રાધિકાનું ઇશા અંબાણી સાથે પણ ખુબ જ સારું બોન્ડિંગ છે. બંનેને ઘણી વખત એકસાથે જોવામાં આવે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રાધિકા બિઝનેસમેન વિરેન મરચન્ટ અને શૈલા મર્ચન્ટ ની દીકરી છે. રાધિકાનાં પિતા વિરેન મર્ચન્ટ એન્ફોર્સ હેલ્થકેર નાં સીઇઓ અને વાઇસ ચેરમેન છે. અનંત અંબાણીની જેમ રાધિકાને પણ જાનવરો સાથે પ્રેમ છે. તે પોતાનો એક NGO ચલાવે છે.

રાધિકા મર્ચન્ટ ની લોકપ્રિયતાનો અંદાજો તમે તે વાત પરથી લગાવી શકો છો કે તેની એક તસ્વીર ફેશન મેગેઝીન “વોગ” માં પણ છપાઈ ચૂકી છે. રાધિકા દેખાવમાં ખુબ જ સુંદર દેખાય છે. તેની ડ્રેસિંગ સેન્સ પણ ખુબ જ સારી છે. તે એક ફેશનેબલ લેડી છે. તેને પોતાનું ગ્રેજ્યુએશન પોલિટિકલ સાયન્સ એન્ડ ઇકોનોમિક્સ માં ન્યુયોર્ક યુનિવર્સિટી થી કરેલું છે. હાલમાં તે પોતાના પરિવારને બિઝનેસ ચલાવવામાં મદદ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *