સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ થી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં ૬૦ લાખ લોકો પર નવો ખતરો આવીને ઊભો રહી ગયો છે. અમેરિકાના હવામાન વિભાગ અનુસાર ઘણા રાજ્યોમાં ભયંકર તોફાન અને ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. CNN અનુસાર અમેરિકાના દક્ષિણ મધ્ય ટેક્સાસથી દક્ષિણ વિસ્કોન્સિન માં આગળનાં ૨૪ કલાક દરમિયાન ભયંકર ટોર્નેડો તોફાન આવવાની પૂરી આશંકા છે.
આ વિસ્તારમાં રહેતા અંદાજે ૬૦ લાખ લોકો તોફાન થી પ્રભાવિત થઈ શકે છે. નેશનલ વેધર સર્વિસ દ્વારા ઘણા રાજ્યોમાં હાઇ એલર્ટ આપી દેવામાં આવેલ છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણી રાજ્યોમાં ઘણા તોફાનો અલગ-અલગ સમય પર સક્રિય થઇ શકે છે. એટલા માટે લોકોને સતર્ક રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે.
CNN ના હવામાન વિજ્ઞાનિક બ્રેડન મિલરે કહ્યું હતું કે, “એ વાતનો ખતરો છે કે ઝડપી હવાને કારણે તે ખૂબ જ તબાહી મચાવી શકે છે. અમુક તોફાનો ઝડપી હવાને કારણે સક્રિય થઇ શકે છે. બપોર બાદ તેની શરૂઆત થઇ જશે અને રાત સુધીમાં તોફાન રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેશે. આ દરમિયાન ખૂબ જ મોટું જોખમ બની શકે છે. સ્ટોર્મ પ્રેડીકશન સેન્ટરે કહ્યું હતું કે, ઉત્તર પશ્ચિમમાં દક્ષિણ-પૂર્વ કે.એસ. ભાગમાં મોડીરાત્રી સુધી તોફાન ચાલવાની આશંકા છે.
પવન સાથે ભયંકર કરા પડશે
નેશનલ વેધર સર્વિસ અનુસાર આ વિસ્તારોમાં ઝડપી હવાઓની સાથે ભયંકર કરા પડવાની સંભાવના છે. મિડવેસ્ટ થી ઉત્તરની તરફ જ્યાં તોફાન સૌથી શક્તિશાળી હશે. સેન્ટ લુઇસ અને પશ્ચિમી શિકાગો ઉપનગરો સહિત ઉતરી ઇલિનોઇસ ના અધિકાંશ માં પૂર્વી મિસૌરી માં પણ ખતરો બનેલ છે.