અમેરિકામાં કોઈ કપલ સુવા જાય તો “ગુડ નાઈટ” કહે છે અને બ્રિટનમાં “સ્વીટ ડ્રીમ” કહે છે, ભારતમાં કપલ શુ કહે છે એ જાણીને ખડખડાટ હસી પડશો

Posted by

જોક્સ-૧

Advertisement

એક ભાઈ ગોરબાપા ના રોજ ફોન કરે : જમી લીધું?

ગોરબાપા કહે : હા.

૧૫ દિવસ પછી ગોરબાપા એ કીધું : એલા રોજ પુછીને કા ફોન મુકી દે છે?

દાદા મે નિમ લીધું હતું કે રોજ એક બ્રાહ્મણને જમાડીને જમવાનું.

જોક્સ-૨

ફેમસ ડાયલોગ

અમારે ઈ તો ક્યારેય પીતા જ નથી, પણ એમના દોસ્તારો જ હરામી છે.

હવે એ બિચારીઓને કોણ સમજાવે કે,

તમારો ગંગાધર જ શક્તિમાન છે.

જોક્સ-૩

જ્યારે ડોક્ટર કહે કે આ વસ્તુ ખાવાની છોડી દો,

ત્યારે મોટાભાગના ગુજરાતીઓ ડોક્ટરને જ છોડી દે છે.

“બીજો ગોતો આ નો હાલે.”

જોક્સ-૪

એક ભાઈ સાસરે કથા સાંભળવા ગયા.

પાંચ દિવસની કથા પછી ગોરબાપા બોલ્યા : “જેને સ્વર્ગમાં જવું હોય તે ઊંચી આંગળી કરે.”

ભાઈના સાસુ, સસરા, પત્ની, સાળા બધાએ આંગળી ઊંચી કરી પણ જમાઈએ ન કરી.

ગોરબાપાએ પુછ્યું : “તમારે નથી જવું?”

જમાઈ કહે : “ના, આ બધા જાય પછી અહીંયા જ સ્વર્ગ છે.”

જોક્સ-૫

શિક્ષક : બાળકો, સસલા અને કાચબાની વાર્તામાંથી તમે શું શીખ્યા?

ભુરો : ભલે હારી જવાય પણ ઊંઘ તો પુરી કરવાની જ.

જોક્સ-૬

એક વખત એન્જિનિયરિંગ કોલેજના બધા પ્રોફેસરો પ્લેનમાં બેસાડવામાં આવ્યા.

પછી સુચના આપવામાં આવી કે, “આ પ્લેન તમારા કોલેજના વિદ્યાર્થીઓએ બનાવેલ છે.”

આ સાંભળતા જ બધા પ્રોફેસર ઉતરી ગયા પણ પ્રિન્સિપાલ બેઠા રહ્યા.

એર હોસ્ટેસે નજીક આવીને પુછ્યું : તમને ડર નથી લાગતો?

પ્રિન્સિપાલ મને મારા વિદ્યાર્થીઓ પર વિશ્વાસ છે….. પ્લેન ચાલુ જ નહીં થાય.

જોક્સ-૭

સ્ત્રીઓ ગજબની હોય છે.

ઘરમાં બે જ જણા હોઈએ ને તોય એ પુછે,

“અહીં આ પાણી કોણે ઢોળ્યું?”

જોક્સ-૮

એક છોકરો એના પપ્પાનું 32GB નું મેમરી કાર્ડ મળી ગયો.

૩ દિવસથી નkરા ગીતો જ ગાય છે, એના પપ્પાને એ ડર છે કે

હજી આ વીડિયોનું ફોલ્ડર ખુલશે ત્યારે શું થશે…

જોક્સ-૯

એક લગ્નમાં બે મહિલાઓ એકબીજાની ખુબ જ કાળજી રાખી રહી હતી.

જો એક બેસતી તો બીજી ખુરશીને સાફ કરી દેતી હતી,

જો બીજી બેસતી તો પહેલા વાળી ખુરશીને સાફ કરી દેતી હતી,

પછી ખબર પડી કે બંને મહિલાઓ દેરાણી જેઠાણી હતી અને એકબીજાની સાડી પહેરીને લગનમાં આવી હતી.

જોક્સ-૧૦

અમુક રૂપાળી બાયુ ને એના “કાળા ડામર” જેવા પતિ જોડે દાંડિયા રમતા જોઈએ ત્યારે એવું થાય કે,

નક્કી એણે જયા પાર્વતીનાં વ્રતમાં છાનુમાનુ એકટાણું તોડી નાખ્યું હશે.

જોક્સ-૧૧

માણસ ગમે તેવી તકલીફ માંથી નીકળી શકે છે,

પણ ત્યાંથી નહીં નીકળે જ્યાંથી પત્નીએ પોતું માર્યું હોય.

જોક્સ-૧૨

અમેરિકામાં કોઈ કપલ સુવા જાય તો કહે છે કે ગુડ નાઈટ.

બ્રિટનમાં કોઈ કપલ સુવા જાય તો કહે છે કે સ્વીટ ડ્રીમ.

ભારતમાં કોઈ કપલ સુવા જાય છે તો કહે છે કે ગેટને તાળું મારી દીધું ને??

Advertisement

Leave a Reply

Your email address will not be published.