અમેરિકામાં સમુદ્ર ઉપર ફરતા જોવા મળ્યા એલિયન નાં યુએફઓ! વિડીઓ સોશિયલ મીડિયા પર છવાયો

ઘણા લોકોનું માનવું છે કે એલિયન્સ હોય છે અને તેઓ ધરતી ઉપર આવતા હોય છે, તો ઘણા લોકોનું માનવું છે કે આ ફક્ત એક કહાની છે, એલિયન્સ જેવી કોઈ ચીજ હોતી નથી. એલિયન્સ ને લઈને એવું કહેવામાં આવે છે કે તેમની ઉડતી રકાબી એટલે કે યુએફઓ ઘણી વખત જોવામાં આવેલ છે. જોકે આ વાતમાં કેટલી હકીકત છે તે કોઈ પણ પુર્ણ રૂપથી સ્પષ્ટ કરી શક્યું નથી.

પરંતુ તેની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ ઝડપથી છવાઈ રહ્યો છે અને આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં ગોળાકાર ચીજ ફરતી જોવા મળી રહી છે, જે એલિયન્સ નો યુએફઓ છે અને અચાનક તે પાણીની અંદર સમાઈ જાય છે. તેવામાં સોશિયલ મીડિયા પર સતત આ વીડિયો પર કોમેન્ટ આવી રહેલ છે અને લોકો કહી રહ્યા છે કે આ જરૂરથી એલિયન્સ હશે.

વળી આ વિડીયો વર્ષ ૨૦૧૯ નો છે, પરંતુ હાલના દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. આ વિડીયો ત્યારે બનાવવામાં આવ્યો હતો જ્યારે અમેરિકી નેવી જહાજ યુએસએસ ઓમાહા સૈન ડીએગો તટ ઉપર હતું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ગોળાકાર ચીજ વારંવાર આસપાસ ફરી રહી છે અને થોડા સમય બાદ તે પાણીમાં સમાઇ જાય છે. જ્યારે આ ગોળાકાર ચીજ પાણીની અંદર ચાલી જાય છે તો ત્યાં રહેલ લોકો ચોંકી જાય છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ રહસ્યમય વિડિયોને ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મમેકર જેરેમી કાર્બેલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે યુએફઓ પાણીની અંદર સમય રહ્યું હતું ત્યારે તેની ઝડપ ૪૬ માઈલ પ્રતિ કલાક થી ૧૫૮ પ્રતિ કલાકની વચ્ચે હતી. તેનું કહેવું છે કે હું નથી જાણતો કે પેન્ટાગોન યુએસએ ઓમાહા આ વિડીયો વિશે કંઈ કહેશે કે નહીં? પરંતુ અમે જાણીએ છીએ કે એક આ રહસ્યમય ઘટના છે, તેની તપાસ થવી જરૂરી છે.

જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે અમેરિકી રક્ષા વિભાગ દ્વારા આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સાથોસાથ તેમણે આ વિડિયોની તપાસ કરવાના પણ નિર્દેશ આપ્યા. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે આ અજીબોગરીબ ચીજ જોયા બાદ બિલકુલ સમજમાં આવી રહી નથી. પેન્ટાગોન નાં પ્રવક્તા સુસાન ગફનું કહેવું છે કે આ વિડીયો નૌસેના ના જવાનોએ લીધો હતો અને એજ કારણ હતું કે તેમણે તપાસનાં નિર્દેશ આપ્યા છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ પહેલી વખત નથી જ્યારે અમેરિકાએ યુએફઓ જોયા હોવાનો દાવો કર્યો છે. આ પહેલા પણ વર્ષ ૨૦૧૮ અને વર્ષ ૨૦૧૯ ની વચ્ચે અમેરિકા ઘણી વખત આવા ખુલાસા કરી ચુક્યું છે કે તેમણે યુએફઓ જેવી ચીજ જોયેલી છે. જોકે સંપુર્ણ રીતે તેઓ આ ચીજની પુષ્ટિ કરી શક્યા નથી. તેવામાં અમેરિકા ઉપર ઘણા સવાલ ઉઠાવવામાં આવેલ છે.

અમુક લોકોનું કહેવું છે કે યુએફઓ ફક્ત અમેરિકામાં જ શા માટે જોવામાં આવે છે? અન્ય દેશોમાં શા માટે દેખાતા નથી? જ્યારે અમુક લોકોનું કહેવું છે કે અમેરિકાનો ઉદ્દેશ્ય લોકોને ગુમરાહ કરવાનો છે અથવા તો લોકોથી હકીકત છુપાવવામાં આવી રહી છે. જોકે કંઈ પણ હોય હાલના દિવસોમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ છવાયેલો છે અને લોકો પોતે પણ સમજી શકતા નથી કે આખરે આ ચીજ શું છે અને થોડો સમય બાદ તે સમુદ્રમાં શા માટે ચાલી ગઈ.