અમેરિકાના ફક્ત આ એક શહેરમાં ૧૧ હજારથી વધુ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા

Posted by

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં મંગળવારના દિવસે કોરોના વાયરસ થી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૧૧ હજારથી પણ વધારે સુધી પહોંચી ગઈ હતી. અધિકારીઓએ અંદાજે ૪ હજાર લોકોના મૃત્યું અનુમાન લગાવ્યું છે જે તપાસમાં ક્યારેય સંક્રમિત મળી આવ્યા નથી પરંતુ તેમનું મૃત્યુ કોરોના વાયરસ ને લીધે થયું હોવાની આશંકા છે. શહેરના સ્વાસ્થ્ય વિભાગે એલાન કર્યું છે કે ૩૭૭૮ લોકો આ બીમારીથી મૃત્યુ પામ્યાની આશંકા છે.

Advertisement

નવા આંકડા પરથી માલુમ પડે છે કે અમેરિકામાં કોરોના વાયરસ નું કેન્દ્ર બનેલા આ શહેરમા કોરોના વાયરસ થી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને ૧૧ હજાર થી પણ વધારે સુધી પહોંચી ચૂકી છે. શહેરના સ્વાસ્થ્ય આયુક્ત ઓકિસરીસ બારબોટે જણાવ્યું હતું કે, “આ આંકડા અમારા શહેર પટેલ વાઈરસના અસરને બતાવે છે અને સાથો સાથ આ મહામારી ના સ્તરને જણાવવામાં અમારી મદદ કરશે અને અમારા નિર્ણયો માટે અમારું માર્ગદર્શન કરશે.”

વિભાગના દિશા નિર્દેશો અનુસાર જે લોકોના મૃત્યુ થવાનું અનુમાન લગાવવામાં આવેલ છે, તેઓ એવા લોકો છે જે કોરોના વાયરસ ની તપાસમાં સંક્રમિત મળી આવ્યા ન હતા પરંતુ મૃત્યુના પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોરોના વાયરસ અથવા તેના જેવી કોઈ બીમારી દર્શાવવામાં આવી છે.

અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહેલા આ સંક્રામક રોગનું શિકાર મોટાભાગે ન્યૂયોર્ક શહેર બન્યું છે, જ્યાં લગભગ પૂરા દેશમાં મૃત્યુ પામેલા લોકોની લગભગ અડધી સંખ્યા છે. ગયા સપ્તાહે મેયર બિલ ડી બ્લાસિયોએ જણાવ્યું હતું કે ઘરમાં મૃત્યુ પામેલ ઘણા લોકો કોરોના વાયરસ ના કારણે મૃત્યુ પામનાર તરીકે ગણવામાં આવેલ નથી, જ્યારે તેમના મોતનું કારણ આ બીમારી રહી હશે. નર્સિંગ હોમ તથા અન્ય દેખભાળ કેન્દ્રમાં પણ મૃત્યુ ઓ થવાની આશંકા છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.