કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં એન્ટિવાયરસ દવા રેમડેસિવિર ની ભૂમિકા મહત્વની જણાવવામાં આવી રહી છે. ક્લિનિકલ ટ્રાયલનાં ત્રીજા સ્ટેજમાં પણ આ દવાના સકારાત્મક પરિણામો સામે આવ્યા બાદ દુનિયાની નજર હવે આ દવા પર ટકેલી છે. અમેરિકાના ખાદ્ય એવમ ઔષધી પ્રશાસને કોરોના મહામારીના ઇલાજમાં આપાતકાલિન સ્થિતિમાં આ દવાનો ઉપયોગ કરવાની પરવાનગી આપી દીધી છે. ખાદ્ય એવમ ઔષધી પ્રશાસનના પ્રમુખ સ્ટીફન હાને શુક્રવારે આ ઘોષણા કરતા એક દવા કંપનીને આપૂર્તિની પ્રક્રિયા પૂરી કરવા માટે પણ અધિકૃત કરી દીધેલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ આ દવા પાસેથી ખૂબ જ આશા છે. ફક્ત અમેરિકા જ નહીં પરંતુ આ મહામારી સામે લડી રહેલા ઘણા દેશોની સામે એક આશાનું કિરણ દેખાય રહ્યું છે. હવે સવાલ છે કે શું રેમડેસિવિર દવા કોરોના વિરુદ્ધ સંજીવની સાબિત થશે.
ઇબોલાના ઇલાજમાં થઈ હતી કારગર
રેમડેસિવિર એક એન્ટિવાયરસ દવા છે, જેને ઇબોલાના ઈલાજ માટે બનાવવામાં આવી હતી. તેને અમેરિકાની ફાર્માસ્યુટિકલ ગીલીડ સાયન્સે બનાવેલ છે. ફેબ્રુઆરી મહિનામાં યુએસ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ એનર્જી ઇન્ફેક્શન ડિસિઝ દ્વારા આ દવાને કોરોના વાયરસના ઈલાજ માટે ટ્રાય કરવાની વાત કરી હતી. સાર્સ અને મર્સ જેવા વાયરસ વિરુદ્ધ એનિમલ ટેસ્ટિંગમાં પણ આ દવાને ખૂબ જ સારાં પરિણામ મળ્યા છે.
રેમડેસિવિર ના ક્લિનિકલ ટ્રાયલ બાદ તે વાત સામે આવી છે કે આ દવાએ કોરોના વાયરસના દર્દીઓની સ્થિતિમાં સુધારો થવામાં પાંચ દિવસ ઓછા કરી દીધા હતા. તેનો મતલબ છે કે કોરોના દર્દીઓની રિકવરી હવે અપેક્ષાકૃત પાંચ દિવસ પહેલાં થવા લાગે છે. અમેરિકામાં કોરોના ઇલાજમાં આ દવાનો ટ્રાયલ કરવાવાળી દવા કંપનીના સીઈઓ ડેનિયલ ઓડેને દવાની આપૂર્તિને લઈને પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે અમેરિકાની સરકારની સાથે મળીને સકારાત્મક સહભાગિતાની વાત કરી છે.
દવા કંપનીએ આ ટ્રાયલમાં અંદાજે ૧૦૦૦ કોરોના દર્દીઓને સામેલ કર્યા હતા. આ દર્દીઓને બે સમૂહમાં અલગ કરીને રેમડેસિવિર અને પ્લેસીબો આપવામાં આવી. અધ્યન દરમિયાન જાણવા મળ્યું કે રેમડેસિવિર વાળા દર્દી પ્લેસીબો વાળા દર્દીઓને તુલનામાં જલ્દી સ્વસ્થ થઇ રહ્યા છે. જે દર્દીઓને રેમડેસિવિર આપવામાં આવી હતી, તેમની રિકવરી ૩૧% ઝડપથી થઇ. આ વિશે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નૉલોજી એન્ડ ઇન્ફેક્શન ડિસિઝના નિર્દેશક એનથોની ફોસીનું કહેવું છે કે ૧૦૦% સુધારાની જગ્યાએ ૩૧% ઝડપથી સુધારો ખૂબ જ સારા પરિણામ નથી, પરંતુ તે મહત્વના છે. ઓછામાં ઓછું તે સાબિત થઇ રહ્યું છે કે આ દવા વાયરસને રોકી શકે છે.
મેડિકલ રિસર્ચ જંગલમાં પ્રકાશિત એક સ્ટડી રિપોર્ટના જણાવ્યા અનુસાર, કોરોના વાયરસના ઉપચારમાં એન્ટીવાયરલ દવા રેમડેસિવિર ના પહેલા પરીક્ષણમાં વધારે લાભ મળ્યા ન હતા. અધ્યયન કરવાવાળા ચાઈના-જાપાન ફ્રેન્ડશીપ હોસ્પિટલ અને કેપિટલ મેડિકલ યુનિવર્સિટીના શોધર્તાઓના જણાવ્યા અનુસાર, આ સ્ટડીમાં ૨૩૭ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ દવાને મુળ ઇબોલાના ઈલાજ માટે વિકસિત કરવામાં આવેલ હતી. જોકે તેમણે કહ્યું હતું કે આ દવામાં વિષાણુ અને શરીરની અંદર પોતાના પ્રતિરૂપ બનાવવાથી રોકવાની ક્ષમતા છે. હાલમાં દુનિયાની આશા આ દવા પર ટકેલી છે.