અમેરિકાની કંપનીનો દાવો – કોરોના વાયરસનો ૧૦૦% કારગર ઈલાજ શોધી લીધો

Posted by

દુનિયામાં કોઈ નામ વાયરસ મહામારીનો કહેર ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. આ મહામારી થી અત્યાર સુધીમાં ૪૬ લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે મૃત્યુનો આંકડો ૩ લાખને ઉપર પહોંચી ચૂક્યો છે. તે સિવાય દુનિયામાં સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકામાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૯૦ હજારની ઉપર પહોંચી ગઇ છે. તેનાથી અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેની વચ્ચે અમેરિકાની એક કંપનીએ કોરોના વાયરસનો ઇલાજ શોધી લીધાનો દાવો કર્યો છે.

ડેલી મેલના રિપોર્ટ અનુસાર અમેરિકાના કેલિફોર્નિયાની કંપની સોરેન્ટો થેરેપ્યુટીક્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેણે કોરોના સાથે લડવા માટે “STI-1499” નામની એન્ટીબોડી તૈયાર કરી લીધી છે. કંપનીનું કહેવું છે કે તેમને પેટ્રી ડિશ એક્સપરિમેન્ટ પરથી જાણવા મળ્યું છે કે STI-1499 એન્ટીબોડી કોરોના વાયરસને મનુષ્યના સેલ્સમાં ફેલાવાથી ૧૦૦% રોકવામાં સક્ષમ છે.

આ કંપની ન્યૂયોર્કના માઉન્ટ સિનઈ સ્કૂલ ઓફ મેડિસિન ની સાથે મળીને ઘણી એન્ટીબોડી પર કામ કરી રહી છે. આ કંપનીની યોજના છે કે આ એન્ટીબોડીનાં માધ્યમથી કોરોનાની દવા તૈયાર કરવામાં આવે. કેલિફોર્નિયાની કંપની સોરેન્ટો થેરેપ્યુટીક્સ દ્વારા એક પ્રેસ રિલીઝ રજૂ કરીને જણાવ્યું હતું કે તે એક મહિનાની અંદર એન્ટીબોડી ના લગભગ ૨ લાખ ડોઝ તૈયાર કરી શકે છે. આ એન્ટીબોડીની મંજૂરી માટે કંપનીએ અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસે એપ્લિકેશન પણ મોકલી આપેલ છે.

યુકે ને મળી ૧૦૦% એક્યુરેટ એન્ટિબોડીઝ ટેસ્ટિંગ કીટ

યુકે દ્વારા પણ એવો જ દાવો કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુકેને કોરોના વાયરસના એન્ટીબોડી ટેસ્ટની ૧૦૦% એક્યુરેટ કીટ મળી ગઈ છે. યુકેએ એન્ટીબોડી ટેસ્ટને મંજૂરી આપી દીધી છે. હવે ત્યાં લોકડાઉન ખોલવાનો રસ્તો મોકળો બની ગયો છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે આ વાતની જાણકારી આપી હતી.

આ એન્ટીબોડી ટેસ્ટને ગેમ ચેન્જર બતાવવામાં આવી રહી છે. આ ટેસ્ટ કીટને સ્વિસ કંપની રોશ દ્વારા બનાવવામાં આવી છે. યુકેએ તેને ૧૦૦% એક્યુરેટ માણેલ છે અને તેને મંજૂરી આપી દીધી છે. ટેલિગ્રાફ ની એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સરકાર લાખો એન્ટિબોડીઝ ટેસ્ટ કીટ ખરીદવા જઈ રહી છે. રોશ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ સ્ટેન્ડબાય મોડ માં છે અને તેની હજારો લેબોરેટરી યુકેને પોતાની સેવાઓ આપવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *