કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે. રવિવાર સુધીમાં વિશ્વભરમાં અંદાજે ૪૧ લાખથી વધારે લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. જ્યારે વૈશ્વિક મહામારી કોરોનાથી ૨ લાખ ૮૨ હજારથી વધારે લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા પણ કોરોના વાયરસ થી દુનિયાભરમાં સૌથી વધારે પ્રભાવિત થયેલ દેશ છે. બાલ્ટીમોર આધારિત સ્કૂલ અનુસાર અમેરિકામાં કોરોનાથી સૌથી મોટી સંખ્યામાં મૃત્યુ થયેલા છે. અહીંયા પર કોરોના વાયરસને કારણે ૧૩,૨૯,૦૭૨ મામલાની પુષ્ટિ થયેલ છે.
વળી અમેરિકામાં આ વાયરસને કારણે અત્યાર સુધીમાં ૭૯,૫૦૮ લોકો મૃત્યુ પામેલા છે. બીજી તરફ યુનાઈટેડ કિંગડમ અને રશિયા પણ કોરોના વાયરસને ફેલાવવાથી રોકવા માટેની દરેક સંભવ કોશિશ કરી રહ્યા છે અહીંયા કોરોના વાયરસના ક્રમશઃ ૨,૧૯,૧૮૪ (૩૧,૮૫૫ મૃત્યુ) અને ૨,૦૯,૬૮૮ (૧,૯૧૫ મૃત્યુ) મામલા છે.
કોરોના વાયરસના આંકડા બતાવવા વાળી Worldometers વેબસાઈટ (૧૦ મે, રાતે ૧૧:૩૦ સુધી) અનુસાર, રશિયામાં એક દિવસમાં કોરોના વાયરસ ના ૧૧ હજાર મામલા સામે આવ્યા છે. રશિયા આ સપ્તાહમાં દુનિયાભરમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રહેવા વાળો દેશ રહ્યો. રશિયામાં કોરોના સંક્રમણનો આંકડો ૨,૦૯,૬૮૦ પર પહોંચી ગયો છે. તે ૨ લાખ કેસને પાર કરવા વાળો હવે પાંચમો દેશ બની ગયો છે.
ઈટાલીમાં જ્યાં વીતેલા અમુક સપ્તાહની તુલનામાં હવે થોડા દિવસોથી સ્થિતિ થોડી યોગ્ય બની રહી છે. હવે અહીંયા ૨૪ કલાકની અંદર કોરોનાના ૮૦૦ નવા કેસ સામે આવ્યા છે. ઈટાલીમાં કોરોનાથી કન્ફર્મ કેસોની સંખ્યા ૨,૧૯,૦૭૦ પહોંચી ગઈ છે. ફ્રાંસ (૧,૭૬,૬૫૦), જર્મની (૧,૭૧,૭૦૦), બ્રાઝિલ (૧,૫૬,૮૬૦), ટર્કી (૧,૩૮,૬૫૦) અને ઈરાન (૧,૦૭,૬૦૦) પણ કુલ કેસોની સાથે કોરોના વાયરસના કહેરથી પ્રભાવિત છે.
આ દેશોમાં થયા સૌથી વધારે મૃત્યુ
Johns Hopkins University અનુસાર અમેરિકામાં કોનાથી ૭૯,૫૨૨ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. વિતેલા ૨૪ કલાકમાં અહીં પર ૭૭૬ નવા મૃત્યુ નોંધવામાં આવ્યા છે. વળી Worldometers વેબસાઈટ (૧૦ મે, રાતે ૧૧:૩૦ સુધી) અનુસાર પાછલા ૨૪ કલાકમાં બ્રિટનમાં મૃત્યુનો આંક ૨૬૮ વધવાની સાથે કુલ મૃત્યુ ની સંખ્યા ૩૧,૮૫૫ થઈ ગઈ છે. જ્યારે ઇટાલીમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૩૦,૫૬૦ થઈ ગઈ છે. સ્પેનમાં ૨૬,૬૨૧, ફ્રાન્સમાં ૨૬,૩૧૦ અને બ્રાઝિલમાં ૧૦,૭૩૦ લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે.