અમિત શાહની ઓફિસમાં ચંપલ પહેરીને જવાની પરવાનગી નથી, જાણો તેમની ઓફિસનાં નિયમ અને ઓફિસની તસ્વીરો

Posted by

અમિત શાહની ગણતરી આજકાલ દેશના સૌથી મજબુત નેતામાં થાય છે. એટલું જ નહીં તે બીજેપીમાં મોદી પછી બીજા સૌથી મોટા નેતા છે. આ સમયે દેશના ગૃહમંત્રીનાં પદ પર બિરાજમાન અમિત શાહની રાજકીય કુશળતાનાં કારણે એમને “રાજનીતિ નાં ચાણક્ય” કહેવામાં આવે છે. “મોટા ભાઈ” નાં નામથી જાણીતા અમિત શાહનું સરકારી આવાસ રાજધાની દિલ્હીમાં છે અને વધારે સમય તે લોકોને પોતાના આવાસ પર જ મળે છે. તો આવો જાણીએ કે કેવો છે દેશના ગૃહમંત્રીની ઓફિસ અને શું છે ત્યાંનાં નિયમો.

સૌથી પહેલાં તો બતાવી દઈએ કે અમિત શાહની ઓફિસમાં એક બાજુ દિવાલ પર વીડી સાંવરકરનો ફોટો લાગેલો છે, તો બીજી તરફ જગતગુરુ શંકરાચાર્યની ફોટો લાગેલો છે. આ સિવાય અમિત શાહ પોતાના બેઠકમાં ભગવાન હનુમાનજીની એક મુર્તિ પણ રાખે છે. સાથે જ અમિત શાહની ઓફિસમાં જેટલા પણ સોફા બેસવા માટે છે. એમાંથી માત્ર અમિત શાહનાં બેસવા વાળા સોફા પર જ રૂમાલ રાખવામાં આવે છે. એટલું જ નહીં અમિત શાહ જે સોફા પર બેસે છે, એમના પર એમની સુવિધા માટે નાના તકીયા રાખેલા હોય છે.

જણાવી દઇએ કે અમિત શાહ ની બેઠકમાં આવનારા મહેમાનોને પોતાના બુટ-ચંપલ બહાર જ કાઢવા પડે છે. આ એમની ઓફિસનો એક નિયમ જેવો છે. જે એમના બેઠકમાં જોઈ શકાય છે. જ્યારે ઘર પર જ અમિત શાહે એક ઓફિસ પણ બનાવી રાખી છે. અમિત શાહનાં ઘરવાળા ઓફિસમાં લીલા રંગની ખુરશી રાખેલી છે અને સાથે જ દીવાલ પર ટીવી પણ લાગેલું છે. પોતાના ઘરવાળી ઓફિસથી જ અમિત શાહ વિડીયો કોન્ફરન્સમાં ભાગ લે છે.

અમિત શાહનું રાજકીય જીવન

અમિત શાહ ૧૯૮૭માં ભારતીય જનતા પાર્ટીનાં યુવા મોરચામાં સામેલ થયા હતા. ત્યારબાદ થી લઇને આજ સુધી શાહએ પાછળ ફરીને જોયું નથી. એક પછી એક એમણે પોતાના કુશળ કાર્યથી બીજેપી પાર્ટીને મજબુત બનાવવામાં યોગદાન આપ્યું છે. અમિત શાહને મોટો રાજકીય અવસર ૧૯૯૧માં લાલકૃષ્ણ અડવાણી માટે ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં ચુનાવ પ્રચાર કરવા માટે મળ્યો હતો. બીજો મહત્વનો અવસર ત્યારે મળ્યો, જ્યારે પુર્વ પીએમ અટલબિહારી બાજપાઈએ ગુજરાતથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.

વ્યવસાયથી સ્ટોક બ્રોકર અમિત શાહે ૧૯૯૭માં ગુજરાતની સરખેજ વિધાનસભા સીટ થી ઉપચુનાવ જીતીને પોતાના રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૨૦૦૯માં અમિત શાહ ગુજરાતનાં ક્રિકેટ એસોસિયેશનનાં ઉપાધ્યક્ષ બન્યા. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીનાં અધ્યક્ષ પદ છોડ્યા બાદ તે ગુજરાતનાં ક્રિકેટ એસોસિયેશનનાં અધ્યક્ષ બન્યા. ૨૦૦૩ થી ૨૦૧૦ સુધી એમણે ગુજરાત સરકારની કેબિનેટમાં ગૃહ મંત્રાલયનો કારભાર સંભાળ્યો હતો અને વર્તમાનમાં તે દેશનાં ગૃહમંત્રી છે.

ચાણક્ય બોલાવવા પર શાહે કહ્યું હતું કંઈક આવું

ફેબ્રુઆરી ૨૦૨૦માં Times Now Summit દરમિયાન અમિત શાહે ચાણક્ય બોલાવવા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. અમિત શાહે કહ્યું હતું, “મેં ક્યારેય દાવો નથી કર્યો કે હું ચાણક્ય છું અને ન ક્યારેય એવો બની શકુ છું. કારણ કે મેં મારા જીવનમાં સારી રીતે ચાણક્યને વાંચ્યા છે અને સમજ્યા પણ છે. મારા રૂમમાં એમની ફોટો પણ છે. એમની ઊંચાઈને હું જાણું છું. અમિત શાહ તો બિચારો એમના આગળ પંગુ છે. ઘણો નાનો વ્યક્તિ છે. એવામાં મારી ઈચ્છા છે કે ભગવાન કૌટિલ્ય સાથે મારી તુલના ન કરો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *