બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને હિટ એક્ટ્રેસ જયા બચ્ચન ઈન્ડસ્ટ્રીની સફળ જોડી માંથી એક માનવામાં આવે છે. ૩ જૂન ૧૯૭૩ માં અમિતાભ અને જયા એ લગ્ન કર્યા. હવે તેમના લગ્નને ૪૭ વર્ષ પુરા થઈ ગયા છે. જેમ કે દરેક પતિ-પત્નીના સંબંધમાં ખાટ્ટા-મીઠા પળો આવે છે, તેવી જ રીતે આ જોડી એ પણ પ્રેમ અને તકરાર ની સાથે પોતાનું જીવન પસાર કર્યું છે. આજે પણ આ કપલને ટક્કર આપવા માટે બોલિવૂડની કોઈ જોડી જોવા મળતી નથી. જો કે તમના પ્રેમ ભરેલ સંબંધમાં એક સમય એવો હતો જ્યારે લાગતું હતો કે તેમનો સંબંધ હવે નહીં બચી શકે. આ કિસ્સો રેખા સાથે જોડાયેલો હતો અને તેનો ખુલાસો પોતે રેખા એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
આવી રીતે થયા હતા જયા અમિતાભનાં લગ્ન
અમિતાભ બચ્ચન અને જયાનાં લગ્ન ઉતાવળમાં થયા હતા, પરંતુ બંને વચ્ચે પ્રેમ પહેલાથી હતો. વાસ્તવમાં “જંજીર” ફિલ્મમાં બન્ને એક સાથે કામ કર્યું હતું. તે ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી અને અમિતાભ રાતોરાત સુપરસ્ટાર બની ગયા હતા. ત્યારે જયા બચ્ચન પણ હીટ એક્ટ્રેસ બની ગઈ હતી. અમિતાભ-જયા ની સાથે લંડન ફરવા જવા માગતા હતા પરંતુ પિતા હરિવંશરાય બચ્ચને મનાઈ કરી દીધી હતી.
પિતા હરિવંશરાય બચ્ચનનું કહેવું હતું કે અમિતાભ જયા સાથે લગ્ન કરી લે ત્યારે જ ફરવા જઈ શકે છે. બંને એકબીજાને પસંદ કરતા હતા, તેથી બન્નેએ લગ્ન કરી લીધા. ત્યાર બાદ અમિતાભ અને જયા ફરવા માટે લંડન ગયા. અમિતાભ પડદા ઉપર હિટ સ્ટાર બની રહ્યા હતા અને જયા પણ હિટ ફિલ્મો કરી રહી હતી, ત્યારે તેમના જીવનમાં રેખા આવી હતી.
અમિતાભ-રેખાનો રોમાન્સ જોઈ રડવા લાગી જયા
રેખાએ અમિતાભની સાથે ફિલ્મ “દો અંજાને” માં પહેલી વખત કામ કર્યું હતું. આ ફિલ્મ પછી રેખાને ખબર પડી કે અમિતાભ સાથે તેમનું કોઇ કનેક્શન છે. તે બંનેની જોડી અનેક ફિલ્મોમાં સારી રહી અને તે સુપરહિટ પણ રહી. ફેન્સને અમિતાભની જોડી સૌથી વધારે રેખાની સાથે સારી લાગતી હતી. તેવામાં બધા નિર્દેશક રેખા અને અમિતાભને એક સાથે ફિલ્મમાં લેવા માંગતા હતા. જયા બચ્ચનને રેખા અને અમિતાભની નજદીકી જરાય પસંદ ન હતી.
એક ઇન્ટરવ્યૂમાં તે સમયની એક વાત કરી હતી. રેખાએ કહ્યું હતું કે આ વાત મુકદ્દર કા સિકંદરની સ્ક્રિનિંગની છે. હું તે સમયે પ્રોજેક્શન રૂમમાં હતી. પહેલી લાઈનમાં અમિતાભ પોતાની પત્ની અને બાળકો સાથે બેઠેલા હતા. જ્યારે ફિલ્મમાં મારો અને અમિતાભનો લવ સીન આવ્યો, ત્યારે જયા પોતાના ઉપર કાબુ ના રાખી શકી અને તે ખુબ જ રડવા લાગી. આ ફિલ્મ પછી વધુ ડાયરેક્ટર મને કહેવા લાગ્યા કે જયા એ મને એવી કોઈ ફિલ્મમાં લેવાની ના પાડી છે, જેમાં અમિત મારો હીરો હોય.
અમિતાભનાં લીધે દૂર થઈ ગઈ હતી જયા – રેખા
અમિતાભ રેખા જોડે પડદા ઉપર રોમાન્સ કરતા-કરતા તેમના નજીક ગયા હતા. જયાને જ્યારે મહેસુસ થયું કે તેમનું લગ્નજીવન જોખમમાં આવી ગયું છે તો તેમણે સખત નિર્ણયો લેવાના શરૂ કરી દીધા. એક ઇન્ટરવ્યૂમાં રેખાએ કહ્યું હતું કે હું જયાને ખુબ જ સમજદાર મહિલા સમજતી હતી. હું તેમને મારી એક બહેનની માનતી હતી. તે પણ મારી નજીક હતા. જો કે જ્યારે મને ખબર પડી કે તેમની બધી જ સલાહ માત્ર પોતાના મતલબ માટે છે, ત્યારે મને ધક્કો લાગ્યો હતો. એક જ જગ્યા પર રહ્યા છતાં તેમણે મને લગ્નમાં બોલાવી નહોતી.
આ બધી વાતોને લાંબો સમય પસાર થઈ ગયો છે. પરંતુ સમસ્યા એવી છે અમિતાભ અને જયા રેખા સાથે કોઈ સંબંધ રાખતા નથી અને ના તો રેખા તેમની જોડે કોઈ સંબંધ રાખે છે. અમિતાભ અને જયાની વહુ ઐશ્વર્યા રેખાને માં કહીને બોલાવે છે. અમિતાભની જિંદગીમાં જો કોઈ હોય તો તે માત્ર જયા છે. લગ્નની ૪૭ વર્ષગાંઠ ઉજવવા માટે અમિતાભ અને જયા એકબીજાથી દૂર છે. અમિતાભ અભિષેક અને ઐશ્વર્યા સાથે મુંબઈમાં છે, ત્યારે જયા બચ્ચન દિલ્હીમાં ફસાયેલી છે.