અમિતાભ બચ્ચનનાં શો “કૌન બનેગા કરોડપતિ” માં મસ્તી કરતાં નજર આવ્યા વીરૂ અને દાદા, પાકિસ્તાનની ખુલ્લેઆમ કરી બેઈજ્જતી

Posted by

અમિતાભ બચ્ચનનો જાણીતો શો “કૌન બનેગા કરોડપતિ” ની સિઝન-૧૩ શરૂ થઈ ચુકી છે. તેમાં ખુબ જ જલ્દી ટીમ ઇન્ડિયાનાં બે દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી નજર આવવાના છે. હાલમાં જ એપિસોડ સાથે જોડાયેલો એક નવો પ્રોમો જોવા મળ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન, વીરુ અને દાદા સાથે કોઈ પ્રશ્ન દરમિયાન હસી-મજાક કરતા નજર આવી રહ્યા છે. જે પ્રોમો વાઈરલ થઈ રહ્યો છે, તેમાં બીગ બી સહેવાગને ગીત સંભળાવવા માટે કહેતા પુછે છે કે શું તમે મેદાનમાં બેટિંગ કરતા સમયે પણ ગીત ગાતા હતા?

અમિતાભનાં સવાલનો જવાબ આપતા સહેવાગે કિશોર કુમારનું ગીત “ચલા જાતા હુ કિસી કી ધુન મેં” ગાવા લાગ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચને કહ્યું હતું કે જો ટીમ ઈન્ડિયાના પુર્વ કોચ રહેલા ગ્રેગ ચેપલ પર તમારે કોઈ ગીત ડેડીકેટ કરવું હોય તો તમે ક્યું ગાવા ઈચ્છો છો? તે સાથે જ કહ્યું જો બાઉન્ડ્રી પર કોઈ કેચ છુટી જાય તો કયું ગીત ગાવા માંગશો. તેના પર સહેવાગે બાજુમાં બેસેલા સૌરવ ગાંગુલી તરફ મસ્તીભર્યા અંદાજમાં ઇશારો કરતાં કહ્યું, અપની તો જેસે તેસે કટ જાએગી… આપકા ક્યા હોગા જનાબે અલી.

સહેવાગનું આટલું કહેવા પર ગાંગુલી અને બિગ-બી પણ પોતાની હસી રોકી શક્યા નહીં અને જોરજોરથી હસવા લાગ્યા. મહત્વપુર્ણ છે કે ગાંગુલી અને ગ્રેગ ચેપલ લઈને ઘણા સમાચારો સામે આવતા હતા. કહેવાય છે કે જ્યારે ગ્રેગ ચેપલ ભારતીય ટીમના કોચ બન્યા હતા તો તેમણે જાણીજોઈને ગાંગુલી સાથે લડાઈ કરી. ગાંગુલીની કારકિર્દીને સમાપ્ત કરવાનું કારણ ગ્રેગ ચેપલને બતાવવામાં આવે છે.

ત્યારબાદ ચાલતા શોમાં થોડા સમય પછી અમિતાભ બચ્ચને સહેવાગને પુછ્યું, જો ટીમ ઇન્ડિયા પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા જઈને મેચ જીતે છે તો તમે ટીમ માટે કઈ બે લાઈન પસંદ કરશો. તેના પર સહેવાગે બિગ-બી ને તેમની જ એક ફિલ્મ “શહેનશાહ” નો જાણીતો ડાયલોગ યાદ કરતાં કહ્યું કે, “રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ હોતે હૈ, નામ હે શહેનશાહ.” પછી સહેવાગ કહે છે કે – “હમ તો બાપ હી હૈ ઉનકે.” તમને જણાવી દઈએ કે આ શો તમને ૩ નાં રોજ સપ્ટેમ્બરે જોવા મળશે. જણાવી દઈએ કે તો કેબીસીની ૧૩મી સિઝન ૨૩ ઓગસ્ટ થી શરૂ થઈ છે. શોમાં અત્યાર સુધીમાં ઘણા કન્ટેસ્ટન્ટ પોતાની કિસ્મત અજમાવી ચુક્યા છે.

જણાવી દઇએ કે કેબીસી સિઝન-૧૩ ને પોતાનો પહેલો કરોડપતિ કન્ટેસ્ટન્ટ મળી ચુક્યો છે. થોડા દિવસો પહેલાં રિલીઝ પ્રોમોમાં જોવા મળ્યું કે આગ્રાની હિમાની બુંદેલા એક કરોડના સવાલનો સાચો જવાબ આપી દે છે. હિમાનીએ શરૂથી જ ખુબ જ શાનદાર રીતે રમત દર્શાવી હતી. તે પુછવામાં આવેલા દરેક સવાલનો ઘણો સમજી વિચારીને જવાબ આપી રહી હતી.

૧૦ હજાર સુધી તે કોઈ લાઇફ લાઈન વગર જ પહોંચી ગઈ હતી. આખરે તે ૭ કરોડનાં સવાલ પર ગેમ હારી ગઈ અને તેમનું સપનું પુરું થઈ શક્યું નહીં. આ સાથે જ શોને દર્શકો વચ્ચે વધારે પોપ્યુલર બનાવવા માટે મેકર્સે ખાસ પ્લાનિંગ કરી છે અને આ પ્લાનિંગની અંદર હવે શોમાં ખાસ સેલિબ્રિટીને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. ખુબ જ જલ્દી આ શોમાં દીપિકા પાદુકોણ નજર આવવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *