અમિતાભ બચ્ચનની આ હિરોઈન હવે ફિલ્મોથી દુર થઈને આવી જીવે છે લાઇફ, સુંદરતામાં હજુ જરા પણ ઘટાડો થયો નથી, જુઓ તસ્વીરો

Posted by

સિનેમા જગતમાં ૮૦ અને ૯૦નો દશક ખુબ જ દિલચસ્પ રહ્યો. તેનું કારણ બીજું નહીં પરંતુ બોલીવુડ અભિનેત્રીનો જલવો હતો. જે તે સમયમાં દર્શકોના દિલ પર રાજ કરતી હતી. પરંતુ અફસોસ આ અભિનેત્રીઓ હવે મોટા પરદાથી અંતર બનાવી ચુકી છે. તેમાંથી એક દક્ષિણ ભારતીય ફિલ્મોની સ્ટાર માધવી હતી. જણાવી દઇએ કે માધવી એ પોતાના અભિનયનો જલવો માત્ર દક્ષિણ ભારતીય ફિલ્મોમાં જ નહીં, પરંતુ હિન્દીની થોડી ફિલ્મોમાં પણ બતાવ્યો હતો.

તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં અમિતાભ બચ્ચન સાથે મળીને ઘણી હિટ ફિલ્મો આપી. સિનેમા જગતની એકથી એક હિટ ફિલ્મ આપવાવાળી માધવી આજે ફિલ્મી લાઈમલાઇટ થી સંપુર્ણ રીતે દુર થઈ ચુકી છે. તો ચાલો જાણીએ આજકાલ માધવી ક્યાં છે અને શું કરી રહી છે.

અમિતાભ બચ્ચન સાથે જોડી જામતી હતી

૧૪ સપ્ટેમ્બર, ૧૯૬૨માં જન્મેલી માધવી ની ગણતરી એવી અભિનેત્રીમાં કરવામાં આવે છે, જેમણે સાઉથની ફિલ્મોથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ તેમણે બોલીવુડ ફિલ્મોની તરફ પોતાનું પ્રયાણ કર્યું. પોતાની અભિનય કારકિર્દીમાં માધવીએ અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તમે લોકોએ “ધુપ મે નિકલા ના કરો રૂપ કી રાની”  ગીત જરૂર સાંભળ્યું હશે.

આ ગીતમાં બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે રોમાંસ કરવા વાળી અભિનેત્રી કોઈ બીજું નહીં પરંતુ માધવી હતી. આ સિવાય સુપરહિટ ફિલ્મ “એક દુજે કે લિયે” માં પણ માધવીએ શાનદાર સાઈડ કિરદાર નિભાવ્યો હતો. માધવી એ અમિતાભ સાથે ફિલ્મ “અંધા કાનુન” અને “અગ્નિપથ” માં કામ કર્યુ હતું. આ દરમિયાન બંનેની જોડીને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો.

તેલુગુ ફિલ્મમાં કામ

જણાવી દઇએ કે માધવી તેલુગુ ફિલ્મ “થુરૂપુ પદમારા” માં અભિનય કરતા નજર આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. પોતાના ફિલ્મી કારકિર્દીમાં તેમણે ૩૦૦થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો. ૮૦નાં દશકનાં તે દરેક ફિલ્મ ડાયરેક્ટરની પહેલી પસંદ બની ચુકી હતી.

રાલ્ફ શર્મા સાથે લગ્ન કર્યા

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાયા બાદ માધવીએ ૧૪ ફેબ્રુઆરી, ૧૯૯૬માં રાલ્ફ શર્મા સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે માધવીની રાલ્ફ સાથે પહેલી મુલાકાત હિમાલયન ઇન્સ્ટિટયૂટ ઓફ યોગા સાયન્સ એન્ડ ફિલોસોફીમાં થઈ હતી. ત્યારબાદ બન્નેની મુલાકાતો વધવા લાગી હતી. તેની વચ્ચે ધીરે-ધીરે માધવીએ ફિલ્મોમાં કામ કરવાનું એકદમ બંધ કરી દીધું.

માધવી ફિલ્મી દુનિયાથી અંતર જાળવી લીધું

માધવી ૮૦નાં દશકમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ મેળવી ચુકી હતી. પરંતુ એક સમય બાદ તેમણે ફિલ્મી દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. હકીકતમાં લગ્ન બાદ માધવી પોતાના પતિ સાથે ન્યુજર્સીમાં શિફ્ટ થઈ ગઈ. જણાવી દઈએ કે તેમના પતિનો ફાર્માસ્યુટિકલ બિઝનેસ છે. તેની ૩ દીકરી છે, જેમાંથી એકનું નામ પ્રિસ્સિલ્લા, બીજી ટિફની અને ત્રીજી ઇવેલીન છે. હાલમાં માધવી ફિલ્મી દુનિયાથી અંતર જાળવીને પોતાના પરિવાર સાથે ન્યુજર્સીમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *