અમિતાભ બચ્ચન એક એવા વ્યક્તિ છે, જે ભારતની સાથે વિદેશોમાં પણ ખુબ જ મશહુર છે. અમિતાભ બચ્ચને ભારતીય ફિલ્મ જગતમાં પોતાના શ્રેષ્ઠ અભિનયથી એક ખાસ સ્થાન પ્રાપ્ત કરેલ છે. બાળક હોય કે વૃદ્ધ દરેક વ્યક્તિ તેમને ખુબ જ પસંદ કરે છે. અમિતાભ બચ્ચનનાં ચાહનારા લોકોને દુનિયાભરમાં કોઈ કમી નથી. અમિતાભ બચ્ચનનાં ફેન્સ અગણિત છે. અમિતાભ બચ્ચનનો અવાજ, તેમનો અભિનય અને તેમની અદા દરેક લોકોને પસંદ આવે છે. એટલું જ નહિ પરંતુ અમિતાભ બચ્ચનનો વ્યવહાર એવો હોય છે કે દરેક લોકો તેનાથી પ્રભાવિત થઈ જાય છે. અમિતાભ બચ્ચનને સદીનાં મહાનાયક કહેવામાં આવે છે. તેઓ બોલિવુડનો મહત્વનો હિસ્સો છે.
અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાને સ્થાપિત કરવા માટે જીવનમાં ઘણો સંઘર્ષ કરેલ છે, ત્યારે તેમણે આ સ્થાન પ્રાપ્ત થયેલ છે. આજે અમિતાભ બચ્ચન ની પાસે કોઈ ચીજની કમી નથી. તેઓ કરોડની સંપત્તિના માલિક છે. હાલના સમયમાં અમિતાભ બચ્ચન એવા ઘણા મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને કરોડોની કમાણી કરી રહ્યા છે. પરંતુ આજે જેવો તેમનો સમય છે એવો પહેલા બિલકુલ ન હતો. એક સમય એવો હતો જ્યારે અમિતાભ બચ્ચનની પાસે કામ ની કમી આવી ગઈ હતી. ફિલ્મોમાં કામ ન મળવાને લીધે અમિતાભ બચ્ચન એક-એક પૈસા માટે મોહતાજ બની ગયા હતા.
અમિતાભ બચ્ચન પોતાના જીવનમાં ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થયેલા છે. એક સમય એવો આવ્યો હતો જ્યારે તેમનું બેન્ક બેલેન્સ ખાલી થઈ ગયું હતું. ત્યારબાદ તેમને દિવાળીયા ઘોષિત કરી દેવામાં આવેલ. ચારોતરફથી આવી રહેલા કરજદારો થી તેઓ ખુબ જ પરેશાન થઇ ગયા હતા. એવો સમય આવી ગયો હતો કે તેઓ ઘરમાંથી પણ બહાર નીકળતા ન હતા. આ મુશ્કેલ સમયમાં તેમના માટે મસીહા બની ને આવ્યા હતા ધીરુભાઈ અંબાણી, જેમણે કંગાળીમાં અમિતાભ બચ્ચનની તરફ હાથ આગળ વધાર્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ અમિતાભ બચ્ચને કરેલો છે.
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૭માં રિલાયન્સ કંપનીનાં ૪૦મી વર્ષગાંઠ પર આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં અમિતાભ બચ્ચનને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમિતાભ બચ્ચને આ કાર્યક્રમમાં મંચ ઉપર એવી વાત કહી હતી કે ત્યાં હાજર રહેલા બધા જ લોકો ભાવુક બની ગયા હતા. અમિતાભ બચ્ચને આ કાર્યક્રમ દરમિયાન પોતાના ખરાબ દિવસોને યાદ કરીને દિવાળીયા થવાનો કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એક એવો સમય આવ્યો હતો જ્યારે હું દિવાળીયા બની ગયો હતો. મારા દ્વારા બનાવવામાં આવેલી કંપની નુકસાનમાં ચાલી રહેલી હતી. કરોડોનું કરજ વધી ગયું હતું.
અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે વળી મારુ બેંક બેલેન્સ પણ ઝીરો થઈ ગયું હતું. ચારેતરફથી કમાણી બંધ હતી. ચારોતરફ થી ઘેરાયેલા કરજદારોની વાત ત્યારે ધીરુભાઈને જાણવા મળી તો તેમણે કોઈપણને પુછ્યા વગર પોતાના દીકરા અનિલ અંબાણીને બોલાવ્યા અને કહ્યું કે હાલમાં આનો ખરાબ સમય ચાલી રહ્યો છે, તેની મદદ કરો અને થોડા પૈસા આપી દો.
અમિતાભ બચ્ચને આગળ જણાવ્યું હતું કે તેઓ મને જેટલા આપવા માંગતા હતા, તેનાથી મારી બધી જ પરેશાની એક સેકન્ડમાં ખતમ થઈ જાત. તેમની આ ઉદારતા ને જોઈને ભાવુક થઈ ગયો હતો. પરંતુ મને લાગ્યું કે હું કદાચ તેમની આ ઉદારતાનો સ્વીકાર ન કરી શકું. તેના થોડા સમય બાદ ઈશ્વરની કૃપા તમારા પર વરસવા લાગી અને મને કામ મળવાનું શરૂ થયું. ત્યારબાદ ધીરે-ધીરે મેં પોતાનું બધું જ કરજ ચુકવી દીધું.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને આ કિસ્સાનો ઉલ્લેખ ધીરુભાઈ અંબાણી ની યાદ માં આયોજિત એક કાર્યક્રમમાં કર્યો હતો કે ધીરુભાઈ અંબાણીના તે શબ્દ તે રકમથી હજારો ગણા વધારે મુલ્યવાન હતા, જે મારા ખરાબ સમયમાં મારો સાથ આપવા માટે કાફી હતા. અમિતાભ બચ્ચન દ્વારા કહેવામાં આવેલ આ શબ્દોને સાંભળીને પાસે બેઠેલા મુકેશ અંબાણીની આંખો માં આંસુ છલી પડ્યા હતા.