અમિતાભ બચ્ચનની વહુ ઐશ્વર્યા રાયને પણ ટક્કર આપે છે મિથુન ચક્રવર્તીની વહુ, તસ્વીરોમાં જુઓ ગજબની સુંદરતા
બચ્ચન પરિવારની વહુ, પુર્વ વિશ્વ સુંદરી અને હિન્દી સિનેમાની શ્રેષ્ઠ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાની આખી દુનિયા કાયલ છે. તેમણે પોતાની એક્ટિંગ અને પોતાની સુંદરતાને કારણે કરોડો દિલને ધડકાવ્યા છે. તે આજે બોલિવુડમાં સક્રિય નથી, પરંતુ તેમને ભુલી નથી શકાતી. હમેશા બોલિવુડમાં સુંદર અભિનેત્રીની ચર્ચા થતી રહે છે. એશ્વર્યા રાય બચ્ચન બોલિવુડની સુંદર અભિનેત્રીનાં લિસ્ટમાં હંમેશા ટોપ પર રહે છે. વળી તેમની શાનદાર ફિલ્મી કારકિર્દી પણ તેમને તેમાં ઘણી મદદ કરે છે. મહત્વપુર્ણ છે કે એશ્વર્યા હિન્દી સિનેમાનાં દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનની વહુ છે. હંમેશા એશ્વર્યાની સુંદરતાની તુલના પણ થાય છે. આજે અમે તેની તુલના કરી રહ્યા છે, બોલીવુડનાં દમદાર અભિનેતા મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા સાથે.
મિથુનની વહુ મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય છે અને તે હંમેશા પોતાની સુંદરતાથી ચાહકોના દિલ જીતી લે છે. સોશિયલ મીડિયા પર તે ઘણી સક્રિય મળી આવે છે. તે પોતાની સુંદરતથી ઘણીવાર એશ્વર્યા રાય બચ્ચનને ટક્કર આપતી નજર આવે છે. તેમની તસ્વીરો જોઈ તમે પણ તેમના વખાણ કરવાથી પોતાને રોકી શકશો નહીં.
જણાવી દઈએ કે મદાલસા શર્માનો જન્મ ૨૬ સપ્ટેમ્બર, ૧૯૮૬માં મુંબઈમાં થયો હતો. તે જાણીતી એક્ટ્રેસ શીલા શર્મા અને નિર્માતા નિર્દેશક સુભાષ શર્મા ની દીકરી છે.
મદાલસા એ પોતાના ફિલ્મી કારકિર્દીની શરૂઆત તમિલ સિનેમાથી કરી હતી. વર્ષ ૨૦૦૯ માં તેમની પહેલી તમિલ ફિલ્મ “ફીટીંગ” રિલીઝ થઈ હતી.
તમિલ સાથે જ મદાલસા એ કન્નડ સિનેમામાં પણ કામ કર્યું છે. તે કન્નડ ફિલ્મ “શોર્ય” માં પણ જોવા મળી હતી.
બાળપણથી જ મદાલસા ફિલ્મી વાતાવરણ વચ્ચે રહી છે. તેમની માતા શીલા શર્માએ જાણીતી ધારાવાહિક મહાભારતમાં દેવકીનો રોલ કર્યો હતો.
જણાવી દઇએ કે મદાલસાએ મિથુન ચક્રવર્તીનાં દિકરા મહાક્ષય સાથે વર્ષ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. વળી તેમના વર્કફ્રન્ટ ની વાત કરવામાં આવે તો હાલમાં તે એક ટીવી એક્ટ્રેસનાં રૂપમાં કામ કરી રહી છે. મદાલસા ટીવી શો “અનુપમા” દ્વારા પોતાના લાખો ફેન્સનું મનોરંજન કરી રહી છે.
જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા સોશિયલ મીડિયા પર પોતાની તસ્વીરો થી કહેર વરસાવતી રહે છે. તેમના આધિકારિક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ૩ લાખ ૪૭ હજાર થી પણ વધારે ફોલોઅર્સ છે.
બીજી તરફ એશ્વર્યા રાય બચ્ચનની વાત કરીએ તો તેમણે પોતાના ફિલ્મી કારકિર્દીમાં દેવદાસ, હમ દિલ દે ચુકે સનમ, ધુમ-૨, એ દિલ હે મુશ્કિલ, જોધા અકબર જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લી વાર ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ” માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેમણે પોતાનાથી ઉંમરમાં ૯ વર્ષ નાના અભિનેતા રણબીર કપુર સાથે ગ્લેમરસ સીન આપ્યા હતા. જેના કારણે તે ખુબ જ ચર્ચામાં છવાયેલી રહી હતી.