અમિતાભ બચ્ચન સાથે ડેટ કરવા માટે તૈયાર છે બોલીવુડની આ સુંદર એક્ટ્રેસ, પુછ્યું – “મારી સાથે લગ્ન કરશો?”

બોલિવુડની ઘણી મોટી મોટી ફિલ્મોમાં નજર આવી ચૂકેલી સમીરા રેડ્ડી ભલે એક્ટિંગથી દુર રહેલી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેની વચ્ચે હવે સમીરા રેડ્ડી એ એક એવો વિડીયો શેર કર્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. તેનું કારણ એ છે કે આ વીડિયોમાં સમીરા રેડ્ડી ડેટ નાઇટ પર જવાની તૈયારી કરી રહી હોય છે. તે પણ અન્ય કોઈ વ્યક્તિ સાથે નહીં, પરંતુ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે. એટલું જ નહીં સમીરા રેડ્ડી હતો અમિતાભ બચ્ચનને લગ્નનું પ્રપોઝલ પણ આપ્યું હતું.

હકીકતમાં સમીરા રેડ્ડી એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લેટેસ્ટ રીલ વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સમીરા ડેટ નાઇટ માટે તૈયાર થઈ રહી હોય છે અને સાથોસાથ તે જણાવે છે કે તે અમિતાભ બચ્ચનની સાથે જઈ રહી છે. ત્યારબાદ સમીરા પોતાના હાથમાં ગુલાબ લેતી નજર આવી રહી છે. જો કે આ ડેટ ની પાછળ નો મામલો કંઈક અલગ જ હોય છે. કારણ કે આ વીડિયો એક પ્રમોશનલ વિડિયો છે. વિડિયોમાં તેની સામે એલેક્સા ડિવાઇસ રાખેલું હોય છે. સમીરા રેડ્ડી અમિતાભ બચ્ચન ને પુછે છે કે તેમનું ફેવરિટ ગીત ક્યુ છે? મજા તો ત્યારે આવે છે જ્યારે સમીરા તેમને પુછે છે કે તો તેઓ તેની સાથે લગ્ન કરશે. સમીરા રેડ્ડી અમિતાભ બચ્ચનને “સિલસિલા” નું ગીત પ્લે કરવા માટે કહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sameera Reddy (@reddysameera)

જણાવી દઈએ કે એમેઝોન એલેક્સા એ પહેલી વખત ભારતીય સેલિબ્રિટી વોઇસ ફીચર રિલીઝ કર્યું છે. તેનાથી એલેક્સા યુઝર હવે અમિતાભ બચ્ચનનાં અવાજમાં પોતાના સવાલોનાં જવાબ મેળવી શકશે. તમારો એક અવાજ સાંભળીને અમિતાભ બચ્ચન તમારી સામે હાજર થઇ જશે. આ પ્રોડક્ટને સમીરા રેડ્ડી એ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી ને પ્રમોટ કરેલ છે. આ ડિવાઇસ ઉપર અમિતાભ બચ્ચનનાં ગીત, કહાનીઓ અને તેમના પિતા ની કહાનીઓ જેવી ચીજો યુઝર્સને સાંભળવા મળશે.

વર્કફન્ટ ની વાત કરવામાં આવે તો સમીરા રેડ્ડીએ રેસ, મુસાફિર અને મેને દિલ તુજકો દિયા જેવી ફિલ્મોમાં કામ કરેલું છે. હવે સમીરા રેડ્ડી ફિલ્મોથી દુર છે. હાલમાં તે પોતાના ફેમિલી સાથે ખુબ જ સારો સમય પસાર કરી રહી છે.