અમિતાભ બચ્ચનનું સુપરહિટ સોંગ “જુમ્મા ચુમા દે દે” તો તમને બધાને યાદ જ હશે. વર્ષ ૧૯૯૧ માં આવેલ ફિલ્મ “હમ” નાં આ ગીતે ચારો તરફ તહેલકા મચાવી દીધો હતો. આ ગીતમાં અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલ સ્ટેપ્સ ખૂબ જ ફેમસ થયા હતા. જ્યારે પણ આ ગીત વાગતું હતું તો લોકો તેની કોપી કરવાની કોશિશ કરતા હોય છે. પરંતુ અમિતાભ થી પણ વધારે લોકોની નજર જેમના પર ટકી રહેતી હોય તો તે ગીત ની હીરોઈન કિમી કાટકર હતી. લાલ રંગના ફ્લોરલ ડ્રેસમાં ખૂબ જ સુંદર અને હોટ દેખાઈ રહી હતી.
તેમની અદાઓએ લાખો લોકોના દિલ ચોરી લીધા હતા. પરંતુ શું તમે જાણો છો કે પોતાના જમાનાની મશહૂર એક્ટ્રેસ આજકાલ ક્યાં છે અને શું કરે છે? જણાવી દઈએ કે હાલમાં જ કિમી કાટકરની એક તસવીર સામે આવી છે, જેને જોઈને લગભગ તેને ઓળખવી અશક્ય બની જાય છે.
કિમી કાટકર પહેલા કરતા ખુબ જ બદલી ગઈ છે. વધતી ઉંમરને કારણે તેમની સુંદરતા પણ ઓછી થવા લાગી છે. વળી આ તો પ્રકૃતિનો નિયમ છે, પરંતુ આજે પણ અમુક અભિનેત્રીઓ એવી છે જેની સુંદરતા ઉંમરની સાથે વધતી જઈ રહી છે કિમીની સુંદરતામાં થોડો ઘટાડો જરૂર આવ્યો છે પરંતુ તેમની સુંદર મુસ્કાન આજે પણ લાખો લોકોનાં દિલ ચોરી શકે છે. જુમ્મા ચુમ્મા ગર્લનાં નામથી મશહૂર કિમી પોતાના જમાનાની મશહૂર અભિનેત્રીઓમાંની એક હતી. જુમ્મા ચુમ્મા ગીતથી તેમને ખૂબ જ પોપ્યુલારિટી મળી હતી અને આ ગીતે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ ગીત બાદ દરેક જગ્યાએ ફક્ત કિમી ના જ ચર્ચા થતા હતા.
આ સિવાય તેઓ વધુ એક નામથી પણ ખૂબ જ મશહૂર થયા હતા. વર્ષ ૧૯૮૫માં આવેલી ફિલ્મ “ટારઝન” થી તેમને “ટારઝન ગર્લ” નો ખિતાબ મળ્યો હતો. આ ફિલ્મમાં કિમીએ ઘણા બધા ન્યૂડ સીન્સ પણ આપ્યા હતા. આ ફિલ્મ બાદ તેમને સેકસ સિમ્બોલ ના રૂપમાં પોપ્યુલારીટી મળી. કિમીનું નામ હોટ એન્ડ બોલ્ડ અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયું. ૧૧ ડિસેમ્બર ૧૯૬૫ના રોજ કિમીનો જન્મ મુંબઈમાં થયો હતો. ૧૭ વર્ષથી જ તે મોડલિંગની દુનિયામાં આવી ગઈ હતી. તેમની પહેલી ફિલ્મ “પથ્થર દિલ” હતી. ફિલ્મ ફ્લોપ થવા બાદ “ટારઝન” નામની બીજી ફિલ્મમાં નજર આવી. આ ફિલ્મમાં તેમના ગ્લેમરસ અંદાજે લોકોના હૃદય ચોરી લીધા.
તે સમયના બધા જ મોટા સિતારાઓ જેમકે જીતેન્દ્ર, અનિલ કપૂર અને ગોવિંદા ની સાથે કામ કરી ચૂકી હતી. ગોવિંદાની સાથે ઘણી ફિલ્મોમાં નજર આવી. આ બંનેની જોડી દર્શકોને પણ ખૂબ જ પસંદ આવતી હતી. પરંતુ અચાનક જ તેમણે બોલિવૂડથી અંતર બનાવી લીધું. તેમણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. સતત નીચે જતી કારકિર્દીને કારણે તેઓએ લગ્ન કરવાનું મન બનાવી લીધું.
તેમણે પુનાનાં ફોટોગ્રાફર અને એડ ફિલ્મ નિર્દેશક શાંતનુ શોરે સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ તે કોઈ પણ ફિલ્મમાં નજર આવ્યા નહીં. તેમણે ફિલ્મોને હંમેશા માટે અલવિદા કરી દીધું. આજે અમે તમને કિમી કાટકરની અમુક લેટેસ્ટ તસવીરો બતાવીશું. તસવીરોને જોયા બાદ તમે જરૂરથી તેમને ઓળખી શકશો નહીં.