બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાતી તોફાન “અમ્ફાન” બાદ હવે ગુજરાતના સમુદ્ર તટ પર “હિકા” ચક્રવાત નો ખતરો તોળાઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ તરફથી એલર્ટ રજુ કરવામાં આવેલ છે કે ગુજરાતમાં બે સમુદ્રી તોફાનનો ખતરો તોળાઇ રહ્યો છે. જેમાં પહેલું તોફાન ૧ થી ૩ જુનની વચ્ચે તટિય વિસ્તારોમાં ટકરાઇ શકે છે. જ્યારે બીજું “હિકા” નામનો ચક્રવાત ૪ થી ૫ જૂન ની વચ્ચે ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થી ટકરાઈને કચ્છ તરફ આગળ વધી શકે છે. આ દરમિયાન હવાની ઝડપ અંદાજે ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક થશે. જેના લીધે ગુજરાતમાં ભારે નુકશાન થઇ શકે છે.
પ્રશાસને હાલમાં અરબ સાગરના ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતના સમુદ્ર વિસ્તારોમાં ૧ નંબરનું સિગ્નલ રજૂ કરી દીધું છે. સાથોસાથ માછીમારોને પણ સમુદ્રમાં ન જવા માટેની સલાહ આપવામાં આવી છે. જો કે હવામાન વિભાગ જણાવી ચૂક્યું છે કે ચક્રવાત ઓમાન-મસ્કત ની પાસે કેન્દ્રિત છે, પરંતુ ૩-૪ દિવસમાં તે ગુજરાતની તરફ ઝડપથી વધશે. માનવામાં આવી રહ્યું છે કે જ્યારે આ ચક્રવાત જમીન સાથે ટકરાશે તો તેની હવાની ગતિ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
2 से 4 जून के बीच दक्षिणी गुजरात और सौराष्ट्र के पूर्वी हिस्सों में भी तेज़ बारिश के साथ तूफानी हवाएँ चलने की आशंका है।#Monsoon #Monsoon2020 #weather #MumbaiRains https://t.co/KFta8am49s
— SkymetWeather (@SkymetWeather) May 30, 2020
ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકશાનની આશંકા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ-પૂર્વ અને પૂર્વ મધ્ય અરબ સાગર ઉપર એક ઓછા દબાણનું ક્ષેત્ર બનશે અને તે તેનાથી આગળ ઝડપથી વધતું જશે. ૩ જૂન સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના તટો સાથે ટકરાયા બાદ ઊત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની આશંકા છે. ગુજરાતમાં આ ચક્રવાતથી સૌરાષ્ટ્ર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને ભાવનગર વગેરે જેવા જિલ્લાઓમાં નુકસાન થવાની આશંકા જણાઈ રહી છે.
હવામાન વિભાગે રજૂ કરી એડવાઇઝરી
હવામાન વિભાગ તરફથી પાછલા દિવસોમાં એક એડવાઇઝરી રજૂ કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ઝડપી પવનની સાથે ભારે વરસાદ થશે. હવામાન વિભાગે ૨૮ મે થી લઈને ૫ દિવસ માટે આ ચેતવણી આપેલી હતી. તે પહેલાં સૌરાષ્ટ્રના સમુદ્ર તટ પર ચક્રવાતનો ખતરો તોળાઈ રહ્યો હતો. પરંતુ તે વેરાવળ નજીક થી પસાર થઇ ગયો અને સમુદ્રમાં જ ખતમ થઈ ગયો.