એક દોસ્તાર પેલી વાર રાજુ નાં ઘરે આવ્યો. રાજુનાં ઘરે છોકરાને જોઈને કહે, “અસલ તારા જેવો જ છે.” પછી રાજુ એ કઈક એવું કહ્યું કે તેનો મિત્ર પણ શરમાઈ ગયો

જોક્સ-૧

મોન્ટી : યાર તું પરેશાન કેમ છે?

પપ્પુ : શું કહું ભાઈ, મારી પત્ની મને શાંતિથી જીવવા પણ નથી દેતી,

અને ઉપવાસ કરીને મરવા પણ નથી દેતી.

જોક્સ-૨

પતિ : પુલાવ કાચો છે.

પત્ની : મેં રેસિપીની બુકમાંથી જોઈએ બનાવ્યો છે.

પતિ : તો તો કાચો ના રહેવો જોઈએ.

પત્ની : એમાં ૪ માણસની રેસિપી હતી. આપણે બે જ છીએ એટલે મેં બધી વસ્તુઓ અડધી લીધી અને અડધા સમયમાં બનાવી દીધું.

જોક્સ-૩

રાજુ : સ્ત્રીઓ પરણેલી છે એ બતાવવા માટે સેંઠામાં સિંદુર ભરે છે.

પણ પરણેલા પુરુષો આવું કાંઈ કેમ કરતા નથી?

શ્યામ : એમના ઠોબડાં પરથી જ ખબર પડી જાય છે કે બિચારો પરણેલો છે.

જોક્સ-૪

મેરેજ પછી વહુ પહેલીવાર રસોઈ બનાવા ગઈ. સાથે એક હિન્દીની રેસિપી બુક લઈને એમાંથી વાંચીને રસોઈ બનાવા લાગી.

સાસુ બહારથી આવી ને કંઈક કામ માટે ફ્રીઝ ખોલ્યું.

ફ્રીઝ જોઈને સાસુ હેબતાઈ ગઈ ને વહુને પુછ્યું, આ મંદિરનો ઘંટ કેમ ફ્રીઝમાં મુક્યો છે?

વહુ : સાસુમા આ બુકમાં લખ્યું છે.. સારી ચિજે મિક્સ કરકે એક ઘંટા ફ્રીઝ મેં રખ દે.

જોક્સ-૫

ટપુને એક ભાઈએ પુછ્યું : બેટા તારા પપ્પાનું નામ શું છે?

ટપુ : અંકલ હજુ મેં મારા પપ્પાનું નામ નથી પાડ્યું એટલે પ્રેમથી પપ્પા જ કૌ છું.

જોક્સ-૬

જે પતિઓએ દુનિયાની સૌથી લાંબી લડાઈ લડવી હોય તો,

તમારી પત્નીને કહો કે ચાલ આપણે લાંબી રજાઓ લીધી છે એટલે ફરવા જવાનું છે પેકીંગ કરી દે.

જ્યારે તમારી પત્ની પેકીંગ બેકિંગ કરીને તૈયાર થઈ જાય પછી ખાલી એટલું કો,

જવાદે અત્યારે નહિ જવું… આવતા મહિને જસુ…

ખાસ નોંધ : આવા દાવ ખુબ વિચારીને તમારી રિસ્ક પર જ કરજો. આને કારણે તમારી ખરાબ હાલત થાય તો એમાં અમે જવાબદાર નહિ.

જોક્સ-૭

નોકરાણી : સાહેબ મારે તમારી નોકરી કરવી નથી.

શેઠ : કેમ શું થયું?

નોકરાણી : શેઠાણી ખુબ તંગ કરે છે. એ સમજતા નથી કે હું તમારી જેમ બંધાયેલી નથી.

મારી મરજીમાં આવે ત્યારે ઘર છોડી શકું છું.

શેઠનું મોઢું ઉતરેલી છાસ જેવું થઈ ગયું.

જોક્સ-૮

રમેશ : તું તારી વાઈફને કરકસર ઉપર લેક્ચર આપવાનો હતો, એનું શું થયું?

સુરેશ : પરમ દિવસે જ આપ્યો.

રમેશ : તો શું પરિણામ આવ્યું?

સુરેશ : મારી દિવસની ૩ ટાઈમની ચા અને રાતનું પાન બંધ.

જોક્સ-૯

પત્ની : મેં તમને કેટલી વાર કીધું છે કે તમારે રસોડામાં આવવું નહિ.

પતિ : હવે શું થયું?

પત્ની : તમે રેસિપીની બુક નીચે પાડી નાખી. હવે હું શું રાંધતી હતી એ ખબર નથી.

જોક્સ-૧૦

એકબાજુ વરસાદ ચાલુ થયો ને બીજી બાજુ પતિએ પ્રાર્થના કરવાનું શરૂ કર્યું,

હે ભગવાન… પત્ની છત્રી વિના ગઈ છે અને વરસાદ તુટી પડ્યો છે.

એ કોઈ સ્ટોરમાં ઘુસી ગઈ તો આફત આવી જશે. રક્ષા કરજો ભગવાન.

જોક્સ-૧૧

પત્ની : મને ખુબ ચિંતા છે! મારો વર મોડી સાંજ થઈ પણ હજી આવ્યો નથી. ક્યાં હશે?

પાડોશણ : એ ક્યાં હશે એ જાણશે તો ચિંતા વધી જશે.

જોક્સ-૧૨

પત્નીની શંકા દુર કરવા પતિએ પુજા-પાઠ કરવાનું શરૂ કર્યું,

તેણે ગીતા અને રામાયણ પણ વાંચવાનું શરૂ કર્યું.

ગરીબોને મદદ કરવાનું શરૂ કર્યું,

બધી ખોટી વસ્તુઓ છોડી દીધી અને બસ ભક્તિમાં મગ્ન થઈ ગયો.

તેમ છતાં પત્નીએ તેની બહેનપણીને ફોન પર વાત કરી કે,

હવે તે સ્વર્ગની અપ્સરાઓના ચક્કરમાં છે.

જોક્સ-૧૩

ટપ્પુ : માણસે એની પત્નીને એના વિચાર અને વર્તનથી વાકેફ રાખવી જોઈએ?

પપ્પુ : એ સમયની બરબાદી છે. પત્નીને પતિના વિચારોની ખબર હોય છે,

અને પાડોશીઓ તેને પતિના વર્તનની રજેરજની ખબર પહોંચાડતા હોય છે.

જોક્સ-૧૪

રિપોર્ટર : તમે ચોરને હોકીથી ફટકારી હોસ્પિટલ ભેગો કરી દીધો. આટલી હિંમત, વાહ! આ બાબતે કાંઈ જણાવશો?

મીના : રાતના બે વાગ્યા હતા અને હું મારા વરની રાહ જોતાં થાકી હતી.

એવામાં ચોર આવ્યો ને એને હું મારો વર સમજી બેઠી. અને પરિણામ તમારી સામે છે.

જોક્સ-૧૫

અમુક દોસ્તાર બોલવામાં એવા હોય ને કે આપણું ઘર ભંગાવે.

એક દોસ્તાર પેલી વાર ઘરે આવ્યો.

છોકરાને જોઈને કહે, “અસલ તારા જેવો જ છે.”

મે કહ્યું, મુંગો મર. બાજુવાળી નો છે. અહિયાં રમવા આવ્યો છે.