અંદર થી અદ્ભુત દેખાય છે રાની મુખર્જીનું આલીશાન ઘર, બાલ્કની માંથી અરબ સાગરની લહેરોની મજા લઈ શકાય છે, જુઓ તસ્વીરો

Posted by

બોલીવુડ કલાકાર ની લાઈફ સ્ટાઈલ હંમેશા ચર્ચામાં બની રહે છે. તે ફિલ્મોથી એટલા વધારે પૈસા કમાઈ લે છે કે એક ખુબ જ આલીશાન જીવન જીવે છે. એજ કારણ છે કે તેમના ઘર પણ દેખાવમાં ઘણા શાનદાર હોય છે. હવે ૯૦નાં દશકની માંઝરી આંખવાળી અભિનેત્રી રાની મુખર્જીનું જ ઉદાહરણ લઈ લો. રાનીએ હાલમાં જ પોતાની મહેનતની કમાણીથી મુંબઈમાં એક શાનદાર સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે.

રાનીએ આ નવું ઘર ૭ કરોડ રૂપિયા આપીને ખરીદ્યું છે. તેમનો આ ન્યુ એપાર્ટમેન્ટ રુસ્તમજી પેરામાઉન્ટ ખાર વેસ્ટમાં સ્થિત છે. અહીં એક શાનદાર એપાર્ટમેન્ટ છે, જેના ૨૨માં માળ પર રાની મુખર્જીનું સુંદર ઘર છે. રાણીનું આ ઘર ૧,૪૮૫ સ્ક્વેર ફીટમાં ફેલાયેલું છે. આ એપાર્ટમેન્ટમાં તેમને બે ગાડીની પાર્કિંગ મળી છે. આ એપાર્ટમેન્ટની સૌથી ખાસ વાત એ છે કે અહીંથી અરબ સાગરનો બ્યુટીફુલ વ્યુ દેખાય છે. તેવામાં આજે અમે તમને રાની મુખરજીનાં નવા આશિયાના ની સુંદર તસ્વીરો બતાવવા જઈ રહ્યા છે.

રાનીનું સુંદર આશિયાના 3 BHK એપાર્ટમેન્ટ છે. તેમાં ૩,૫૪૫ વર્ગ ફીટનો સ્પેસ છે. અહીં ની બારીથી અરબ સાગરની લહેરો આરામથી જોઈ અને સાંભળી શકાય છે. તેમનો મધુર અવાજ એપાર્ટમેન્ટ સુધી આવે છે.

રાની મુખરજી નાં નવા એપાર્ટમેન્ટ ઉપર ઘણું મોટું ટેરેસ પણ છે. અહીં પર કોઈ પણ મોટી પાર્ટી આયોજિત કરી શકાય છે. વળી તેમનું આ ઘર દેખાવમાં ઘણું જ સુંદર છે. તેમાં બીજી પણ ઘણી ખુબીઓ છે.

રાની મુખર્જીને ફિલ્મો જોવાનો પણ શોખ છે. એટલા માટે તેમણે પોતાના એપાર્ટમેન્ટમાં એક મિની થિયેટર પણ બનાવી રાખ્યું છે. એટલું જ નહીં આ એપાર્ટમેન્ટમાં એ બધી સુવિધાઓ થી સજ્જ જીમ પણ છે.

રાની મુખરજી નાં નવા ઘરમાં તમને આર્ટિફિશિયલ રોક ક્લાઈમ્બિંગ એરીયા તથા સ્ટાર ગેજીંગ ડેટા પણ જોવા મળી જશે. વળી રાની એ પોતાના આ નવા આશિયાના ની ડીલ ૩૧ માર્ચે જ ફાઇનલ કરી લીધી હતી. જોકે તેની રજીસ્ટ્રી ૧૫ જુલાઈ એ થઈ છે.

રોચક વાત એ છે કે દિશા પાટની અને ક્રિકેટર હાર્દિક પંડ્યા રાની નાં પાડોશી છે. તેમના ઘર પણ આ એપાર્ટમેન્ટમાં છે. ત્યારે દિશા પાટની એ પોતાનું ઘર લગભગ ૬ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. તેમનું મકાન ૧૬માં માળ પર સ્થિત છે.

જો તમને સ્પોર્ટ્સ નો શોખ છે. તો આ સુવિધા પણ રાની મુખર્જીનાં આ આલીશાન એપાર્ટમેન્ટમાં જોવા મળી જાય છે. અહીં એક મોટો હોલ છે. જેમાં પુલ ગેમ રમી શકાય છે. જ્યારે અહીં અન્ય ઇન્ડોર ગેમ પણ જોવા મળી જાય છે.

રાની મુખર્જીને પુસ્તકો વાંચવાનો પણ શોખ છે. એટલા માટે તેમને ઘરમાં એક મોટી લાયબ્રેરી પણ બનાવી રાખી છે.

હવે તમને લોકોને રાણીનું આ આલિશાન નવું ઘર કેવું લાગ્યું. અમને કમેન્ટમાં જરૂર જણાવો. તમારા હિસાબથી તમારું ડ્રીમ હાઉસ કેવું હશે તે પણ કોમેન્ટમાં શેર કરો. કામની વાત કરીએ તો આપણે રાની મુખર્જીને ખુબ જ જલ્દી જ બંટી ઔર બબલી-2 માં જોઈશું. આ ફિલ્મમાં તેમની સાથે સૈફ અલી ખાન નજર આવશે. વળી રાની ને આપણે બધાએ છેલ્લી વાર ફિલ્મ મર્દાની-2 માં જોઈ હતી. આ ફિલ્મમાં તેમના ઘણા વખાણ થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *