અંદર થી કઈક આવું દેખાતું હતું સુશાંત સિંહ રાજપુતનું ઘર, ઘરનાં દરેક ખુણાને તેમણે જાતે સજાવેલ હતો

બોલીવૂડના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓ માંથી એક સુશાંત સિંહ રાજપૂતે ૧૪ જૂનના રોજ મુંબઇ સ્થિત ફ્લેટમાં આત્મહત્યા કરીને પોતાની જિંદગી સમાપ્ત કરી લીધી હતી. સુશાંત સિંહ રાજપૂતના આ પગલા બાદ દરેક વ્યક્તિ હેરાન છે કે આખરે હંમેશા હસતો ચહેરો રાખતા સુશાંતે આવું શા માટે કર્યું? મુંબઈમાં સુશાંત સિંહ રાજપૂતનું ઘર છે. તેમને પોતાના ઘર સાથે ખૂબ જ પ્રેમ હતો અને એ જ કારણ હતું કે ઘરની એક-એક ચીજ ને તેમણે પોતાના હાથ થી વ્યવસ્થિત રીતે સજાવીને રાખી હતી. જે સમયે સુશાંત સિંહ રાજપૂતે ટેલિવિઝન દ્વારા ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી જ મુંબઈમાં એક આલિશાન ઘરનું સપનું જોવાનું શરૂ કરી દીધું હતું.

સફળતાની સીડી ચઢ્યા બાદ જ્યારે સુશાંત એટલા સમૃદ્ધ બની ગયા, તો તેઓએ પોતાના આલિશાન ઘરનું સપનું પૂર્ણ કર્યું. એન્ટિક ચીજોનાં સુશાંત સિંહ હંમેશા થી ખૂબ જ શોખીન હતા. એ જ કારણ રહ્યું કે તેમના ઘરમાં આવી જૂની ચીજો મોજુદ છે, જે ખૂબ જ ઓછા લોકો પાસે જોવા મળી આવે છે.

આકાશ તરફ નજર જમાવી રાખવી અને બેસીને તારાઓને નિહાળ્યા કરવું સુશાંતને ખૂબ જ પસંદ હતું. પોતાના એક રૂમમાં સુશાંત સિંહે મોટો ટેલિસ્કોપ પણ રાખેલ હતો. આ ટેલિસ્કોપથી તેઓ આકાશને જોયા કરતા હતા. તેઓ અંતરિક્ષમાં વિશેષ રુચિ રાખતા હોવાને કારણે તેમણે આ ટેલિસ્કોપ ખરીદ્યો હતો. જોકે હવે આ ટેલિસ્કોપથી આ આકાશને નિહાળતો વ્યક્તિ આ દુનિયામાં રહ્યો નથી.

પુસ્તકોનો પણ સુશાંત સિંહ રાજપુતને ખૂબ જ શોખ હતો. એટલા માટે તેમના સ્ટડીરૂમમાં પુસ્તકો મોટા પ્રમાણમાં ભરેલા હતા. ખાલી સમયમાં સુશાંત પુસ્તકો વાંચતા હતા. ઇંટ્રોવર્ટ નેચર હોવાને કારણે સુશાંત કોઈની સાથે વધારે વાતચીત કરતા ન હતા અને પુસ્તકો ને જ તેમણે પોતાના મિત્ર બનાવી લીધા હતા.

સુશાંત સિંહ ગિટાર પણ વગાડતા હતા. જો કે ગિટાર તેમને યોગ્ય રીતે વગાડતાં તો આવડતી ન હતી, પરંતુ તેમને તેનો શોખ જરૂર હતો. એટલા માટે તેઓએ પોતાની પાસે ગિટાર પણ રાખેલી હતી.

પોતાના બેડરૂમને સુશાંત ખૂબ જ સારી રીતે સજાવટ કરીને રાખ્યો હતો. તેમના રૂમમાં એક પ્રોજેક્ટર પણ હતું. ફિલ્મો અને કાર્ટુન ફિલ્મ તેઓ તેના પર જ જોતા હતા. મોટા પડદા ઉપર જ તેમને ફિલ્મો જોવી પસંદ હતી.

સ્ટડી ટેબલ માં સુશાંતે પીળો કલર રાખ્યો હતો. અહીયા બેસીને તેઓ પુસ્તકો વાંચતા હતા. જોકે હવે ઘરનો આ ખૂણો ખાલી રહેશે, કારણ કે અહીં બેસીને પુસ્તકો વાંચનાર આ દુનિયા માં રહેલ નથી.

સુશાંતનાં રૂમની દીવાલો પર ઘણી જૂની તસ્વીરો લાગેલી હતી, જેને સુશાંતે જાતે પસંદ કરીને લગાવી હતી.

સુશાંતનાં ઘરની બાલ્કની પણ ખૂબ જ સુંદર હતી. તેમાંથી ખૂબ જ સુંદર દૃશ્ય દેખાતું હતું. અહીંયા ઊભા રહીને તે ચા અથવા કોફી ની ચૂસકી પણ લેતા હતા. ખૂબ જ પ્રેમથી સુશાંતે પોતાના આશિયાના ને સજાવ્યું હતું, પરંતુ આ ઘરમાં તેઓ થોડો સમય જ રહી શક્યા. હવે આ ઘરમાં સુશાંત તો નથી રહેતા, બસ તેમની યાદો રહી ગઈ છે.