જો કહેવામાં આવે કે ભારતની સંસ્કૃતિ અને સભ્યતા દુનિયાની સૌથી ધનવાન અને સભ્ય છે તો તે કંઈ ખોટું હશે નહીં. તેનું ઉદાહરણ ભારતીય ગ્રંથો અને પુરાણોમાં જોવા મળે છે. ભલે આજે આપણે ગમે તેટલા આધુનિક બની ગયા હોય, પરંતુ અમુક પરંપરા અને રીવાજો એવા છે જે આજે પણ નિભાવવામાં આવે છે. તો ચાલો આજે આપણે ૨૦ હિંદુ રીતી-રિવાજો વિષે જાણીએ અને તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ તમને જણાવીએ.
બંને હાથને જોડીને નમસ્કાર કરવા
આપણે ભારતીય જ્યારે પણ કોઈ વ્યક્તિને મળીએ તો અભિવાદન ના રૂપમાં તેને હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ. તે કોઈપણ અપરિચિત અને મહેમાન સાથે પરિચયની શરૂઆત કરવા માટેનું પહેલું ચરણ હોય છે. તેનું વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે. જ્યારે બંને હાથને જોડીને નમસ્કાર કરવામાં આવે છે, તો આંગળીઓની ટિપ્સ પરસ્પર જોડાઈ જાય છે. આ ટિપ્સ કાન, આંખ અને મગજના પ્રેશર પોઈન્ટ હોય છે. જ્યારે બંને હાથને જોડીને નમસ્કાર કરવામાં આવે છે, તો પ્રેશર પોઇન્ટ સક્રિય થાય છે. જેનાથી તમે કોઈપણ વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખી શકો છો.
મહિલાઓ દ્વારા પગમાં માછલી પહેરવી
માછલી પગની વીંટી હોય છે. મહિલાઓ દ્વારા માછલી પહેરવાનું એક વૈજ્ઞાનિક મહત્વ પણ છે કે તેનાથી લોહીનું પરિભ્રમણ નિયમિત રહે છે. ચાંદીની માછલી ધ્રુવીય ઊર્જાને અવશોષિત કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
માથા પર તિલક લગાવવું
માથા પર તિલક લગાવવાનું પણ પોતાનું મહત્વ છે. તે શરીરને એકાગ્ર બનાવવામાં મદદ કરે છે. તે સિવાય તિલક શરીરની ઉર્જાને નષ્ટ થવાથી બચાવે છે આજે પણ જ્યારે કોઈ જગ્યાએ પૂજા થાય છે તો માથા પર તિલક જરૂરથી લગાવવામાં આવે છે.
નદીમાં સિક્કા ફેંકવા
ઘણી વખત લોકોને નદીમાં સિક્કા ફેંકતા આપણે જોઈએ છીએ. નદીમાં સિક્કા ફેંકવા તે નસીબ માટે સારા માનવામાં આવે છે. તેની પાછળ વૈજ્ઞાનિક મહત્વ પણ છે. કારણ કે જ્યારે આપણે સિક્કાને નદીમાં ફેંકી દઈએ છીએ તો તે કોપર માંથી બનેલા હોવાને કારણે નદીના પાણી સાથે કોપર મિક્સ થઈ જાય છે. નદીનું પાણી પીવાના ઉપયોગમાં લેવામાં આવે છે, તો તેનાથી શરીરમાં કોપરનું સંતુલન જળવાઈ રહે છે.
મંદિરોમાં ઘંટી લગાવવી
દુનિયાના લગભગ દરેક મંદિરમાં ઘંટી જરૂર લગાવેલી હોય છે. તે મંદિરના દ્વાર પર લગાવવામાં આવેલી હોય છે. ભક્ત તેને મંદિરમાં જતા સમય અને મંદીરમાંથી નીકળતા સમયે વગાડે છે. ઘંટી વગાડવા પાછળનું વૈજ્ઞાનિક મહત્વ એ છે કે જ્યારે પણ તેને વગાડવામાં આવે છે તો તેની ગુંજ ૭ સેકન્ડ સુધી રહે છે. આ ગુંજ આપણા શરીરની ૭ હીલિંગ કેન્દ્રોને સક્રિય દે છે. જેનાથી આપણા મગજમાં આવનાર બધા જ નકારાત્મક વિચાર ખતમ થઇ જાય છે.
મસાલેદાર ભોજન બાદ મીઠી વસ્તુ ખાવાની પરંપરા
મોટાભાગે લોકો ભોજન કર્યા બાદ મીઠી વસ્તુ ખાવાની પસંદ કરે છે. મસાલેદાર ભોજન પાચક રસ અને એસિડને સક્રિય કરવામાં મદદ કરે છે. જેનાથી શરીરમાં ભોજનને પચાવવા ની ક્રિયા સારી રીતે ચાલે છે. ત્યારબાદ મીઠી વસ્તુ ખાવાથી બનતા કાર્બોહાઈડ્રેટ પચેલા ભોજનને નીચે ખેંચી લે છે.
હાથ અને પગમાં મહેંદી લગાવવી
એવું જોવા મળે છે કે યુવતીઓ પોતાના લગ્ન પહેલા હાથ અને પગમાં મહેંદી લગાવે છે. ઘણી જગ્યાએ તો પુરુષો પણ લગ્ન સમયે હાથ અને પગમાં મહેંદી લગાવે છે. કહેવામાં આવે છે કે મહેંદી લગાવવાથી પરેશાની ઓછી થઈ જાય છે. એટલા માટે દુલ્હા અને દુલ્હન મહેંદી લગાવે છે.
જમીન ઉપર બેસીને ખાવાની પ્રથા
ભોજન લેવાની સૌથી સારી રીત જમીન પર બેસીને ભોજન ખાવાની હોય છે. તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ એ પણ છે કે જ્યારે જમીન પર બેસીને ભોજન કરવામાં આવે છે, તો શરીર શાંત રહે છે અને ભોજન પચાવવાની ક્ષમતા વધે છે. તેનાથી મસ્તિષ્કને સંકેત મળે છે કે ભોજન પચવા માટે તૈયાર છે.
ઉત્તર તરફ માથું રાખીને ન સૂવું
હિન્દુ ધર્મમાં ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવાને અશુભ માનવામાં આવે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ આપવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે જ્યારે આપણે ઉત્તર દિશા તરફ માથું રાખીને સુઈએ છીએ તો પૃથ્વીની જેમ શરીરમાં ચુંબકીય ક્ષેત્ર હોવાને કારણે તે વિષમ થઈ જાય છે. તેના લીધે શરીરમાં બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, સંજ્ઞાત્મક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
કાન વિંધાવવા
ભારતમાં કાન વીંધવાની પરંપરા ખૂબ જૂની છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ આપવામાં આવે છે કે કાન વિંધાવવાથી ભાષામાં સંયમ આવે છે. આવું કરવાથી ખરાબ વિચાર અને વિકાર મનમાં આવતા નથી.
સૂર્ય નમસ્કાર કરવા
જ્યારે પણ યોગની વાત આવે છે તો સૂર્ય નમસ્કાર સૌથી પહેલા ધ્યાનમાં આવે છે. યોગ ના રૂપમાં તેને ખૂબ જ લાંબા સમયથી કરવામાં આવે છે. સૂર્ય નમસ્કાર કરવાથી આપણી આંખો સ્વસ્થ રહે છે. સૂર્ય નમસ્કાર આપણા શરીરને ઊર્જાવાન પણ રાખે છે.
પુરુષોના માથામાં ચોટી રાખવી
મુંડન કરાવ્યા બાદ માથાના પાછળના ભાગમાં ચોટી રાખવાનો રિવાજ છે. તેના વિશે મહાન ચિકિત્સક અને આયુર્વેદના જ્ઞાતા સુશ્રુતી ઋષિએ કહ્યું હતું કે તેનાથી માથાની બધી નસોમાં ગઠજોડ બની જાય છે. આ ગઠજોડને અધિપતિ મરમા કહેવામાં આવે છે. આ બનાવવામાં આવેલ ચોટી, આ જગ્યાની રક્ષા કરે છે.
વ્રત ધારણ કરવું
ભારતમાં મહિલાઓ અને પુરુષો દ્વારા તહેવાર અને અન્ય અવસર પર વ્રત રાખવાની પરંપરા ખૂબ જૂની છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ આપવામાં આવે છે કે માનવ શરીરમાં ૮૦ ટકા પાણી હોવાને કારણે વ્રત રાખવાથી શરીરમાં વિવેક જાળવી રાખવાની ક્ષમતા આવે છે. વ્રત રાખવાનું એક કારણ એ પણ હોય છે કે પાચનતંત્રને અમુક સમય માટે આરામ આપવામાં આવે.
ઝુકીને ચરણ સ્પર્શ કરવા
ભારતીય પરંપરા અનુસાર ઝૂકીને ચરણસ્પર્શ કરવા વડીલો પ્રત્યે માન-સન્માન વ્યક્ત કરવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઉત્તમ રીત માનવામાં આવે છે. તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું પણ છે કે શરીરમાં મસ્તક સાથે લઈને પગ સુધી નસો હોય છે. જ્યારે કોઈ વ્યક્તિનાં ચરણ સ્પર્શ કરવામાં આવે છે, તો શરીરને ઉર્જા શક્તિ પરસ્પર જોડાઈ જાય છે તેનાથી શરીરમાં ઉર્જા આવી જાય છે.
વિવાહિત મહિલાઓનું સિંદૂર લગાવવું
ભારતમાં હિન્દુ મહિલાઓ લગ્ન બાદ માથાની વચ્ચેના ભાગમાં સિંદૂર લગાવે છે. તે વિવાહની એક નિશાની હોય છે. કારણકે સિંદૂર હળદર, ચુના અને પારા ધાતુના મિશ્રણ માંથી બનેલ હોય છે. એટલા માટે તેને લગાવવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. સિંદુરમાં પારો મિશ્રિત હોવાને કારણે તે શરીરને દબાણ અને તણાવથી પણ મુક્ત રાખવામાં મદદ કરે છે.
પીપળાના વૃક્ષની પૂજા કરવી
જેમ કે આપણે બધા જાણીએ છીએ કે પીપળના વૃક્ષમાં ન તો ફળ આવે છે અને ન તો ફૂલ આવે છે, છતાં પણ હિન્દુ ધર્મમાં તેને પવિત્ર માનવામાં આવેલ છે. લોકો પીપળાના વૃક્ષની પૂજા પણ કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પીપળાનું વૃક્ષ એકમાત્ર એવું વૃક્ષ છે જે દિવસના ૨૪ કલાક સુધી વાયુમંડળમાં ઓક્સિજન છોડે છે. એટલા માટે દંતકથા છે કે આ વૃક્ષના મહત્વને કારણે હિન્દુ ધર્મમાં તેને પવિત્ર માનવામાં આવેલ છે. જેના કારણે લોકો તેની પૂજા કરે છે.
તુલસીના છોડની પૂજા
પીપળા સિવાય ભારતમાં તુલસીના છોડની પૂજા કરવાની પરંપરા ખૂબ જૂની છે. તેને મહિલાઓ દ્વારા માતાની જેમ પૂજા કરવામાં આવે છે. વળી તુલસી એક પ્રકારની ઔષધિ છે. ઘણી બીમારીઓનું તે સમાધાન પણ કરે છે. કહેવામાં આવે છે કે જ્યાં તુલસીનો છોડ રહે છે ત્યાંની હવા શુદ્ધ રહે છે. તુલસીના છોડને ઘરમાં રાખવાથી ઘરમાં મચ્છર અને કીડા મકોડા આવતા નથી.
મૂર્તિ પૂજન
હિન્દુ ધર્મમાં મૂર્તિની પૂજાને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મૂર્તિની પૂજા કરવાથી પ્રાર્થનામાં એકાગ્રતા આવે છે. વ્યક્તિ મૂર્તિને સાક્ષાત માનીને ભગવાનની કલ્પના કરે છે. તેનાથી તેનું મગજ એક અલગ બ્રહ્માંડ વિશે વિચારે છે. તેનાથી વ્યક્તિને વિચારસરણી અને અદૃશ્ય શક્તિમાં વિશ્વાસ કરવાની ક્ષમતા વધે છે.
મહિલાઓનું બંગડી પહેરવી
ભારતીય મહિલાઓના હાથમાં બંગડી સામાન્ય રીતે જોવા મળી આવે છે. તેની પાછળ શોધકર્તાઓનું માનવું છે કે કાંડું શરીરનો તે હિસ્સો હોય છે, જેનાથી વ્યક્તિની નાડી ચેક કરવામાં આવે છે. તે સિવાય શરીરની બહારના ભાગની ત્વચાથી પસાર થતી વીજળીને બંગડીને કારણે રસ્તો નથી મળી શકતો જેથી તે પરત શરીરમાં ચાલી જાય છે. જેનાથી શરીરને ફાયદો થાય છે.
મંદિરમાં જવું
મંદિરનું વાતાવરણ એક મનોવૈજ્ઞાનિક પ્રભાવ ઉત્પન્ન કરે છે, જે વાંછિત ઉદેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. મંદિર એક એવું સ્થાન છે જ્યાં લોકો માને છે કે ભગવાન હાજર છે. એ જ કારણ છે કે ભગવાન પોતાના ભક્તોને ખાતર મંદિરમાં પ્રગટ થાય છે. મંદિરમાં જવાથી ઘંટડીઓ અને મંત્રોની ધ્વનિથી શરીરમાં તરંગો ઉત્પન્ન થાય છે, જે આપણી તંત્રિકા તંત્રને ભાવોને સમજવામાં મજબૂત બનાવે છે. મંદિર જવાથી આપણી આસપાસ સમગ્ર દિવસ સકારાત્મકતા રહે છે. જેના લીધે આપણે આપણું કામ યોગ્ય રીતે કરી શકીએ છીએ.