અંધવિશ્વાસ નથી પરંતુ ભારતની પરંપરાઓ આ રીતિ-રિવાજો, આ પ્રથાઓની પાછળ છુપાયેલા છે સ્વાસ્થ્યનાં મોટા ફાયદાઓ

Posted by

આપણા ભારતમાં દરેક પ્રકારની સંસ્કૃતિનાં રીતિ રીવાજો અને પરંપરાઓ છે, જેને દરેક લોકો ધાર્મિક રૂપે પાલન કરતા હોય છે. આજે પણ ઘણી એવી પરંપરાઓ અને નિયમો છે જેને લોકો માને છે. જોકે સમયની સાથે બદલાવ પણ આવે છે અને ઘણા લોકો આ પરંપરાઓથી દુર થતા જાય છે. જે લોકો આ નિયમોને નથી માનતા તેમનું કહેવું છે કે આ અંધવિશ્વાસ છે એટલા માટે તે તેનુ પાલન નથી કરતા. તમને જણાવી દઈએ કે ભારતની કેટલીક પ્રથાઓ એવી છે, જે અંધવિશ્વાસ નહીં પરંતુ તેમાં સ્વાસ્થ્યનાં ઘણા રહસ્ય છુપાયેલા છે. આ વાતોથી માનવ શરીરને ઘણા એવા લાભ મળે છે કે જે જીવન પસાર કરવામાં મદદ કરે છે. જ્યારે લોકો આ વાતની સાચી માહિતી નથી જાણતા તો તેમને અંધવિશ્વાસ જણાવે છે. તમને જણાવીએ છે કે શું છે આવી પ્રથાઓનો સાચો લાભ.

કાન વીંધવા

ઘણા પહેલાંના સમયથી લઈને આજ સુધી છોકરીઓ પોતાના કાન જરૂરથી વીંધાવે છે. કાન વીંધવાનું કામ માતા-પિતા બાળપણમાં જ કરી દે છે. તેનું એક કારણ એ પણ છે કે સ્ત્રીઓને હંમેશાં સાજ શણગાર કરવાનો શોખ રહે છે અને તે પોતાના કાનમાં ઘરેણાં પહેરે છે. જોકે ઘણા લોકો એવું પણ કહે છે કે સાજ-શણગાર માટે પીડા શા માટે સહન કરવી? એવામાં તમને જણાવી દઈએ કે નાનપણમાં છોકરીઓનાં કાન શા માટે વીંધવામાં આવે છે. હકીકતમાં તો કાન વીંધવા સ્ત્રીઓનાં માસિક ધર્મના ચક્ર સાથે સંતુલન બનાવી રાખે છે. નાની ઉંમરમાં જ આવું કરવાથી છોકરીઓના પિરિયડ વ્યવસ્થિત રહે છે અને તેમનું પ્રજનન સ્વાસ્થ્ય પણ સુધરે છે.

તાંબાનાં વાસણમાં પાણી પીવું

તમારા ઘરમાં મોટાભાગે મોટી ઉંમરનાં લોકો તાંબાના વાસણમાં પાણી પીતા જોવા મળે છે. ગમે તેટલું પણ અમીર ઘર કેમ ન હોય અને ગમે તેટલા ફેન્સી વાસણો રાખેલા હોય પરંતુ મોટી ઉંમરના લોકો તાંબાનાં વાસણમાં જ પાણી પીવાનું પસંદ કરે છે. હકીકતમાં તો એવું કહેવામાં આવે છે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને ઘણી ઘાતક બિમારીઓથી લડવામાં મદદ મળે છે. એવામાં માત્ર ઘરડા લોકોને નહીં પરંતુ દરેક લોકોને તાંબાનાં વાસણમાં પાણી પીવું જોઈએ

હાથથી ખાવાનું ખાવું

વિદેશમાં લોકો ચમચી અને કાંટાથી ખાવાનું પસંદ કરે છે, પરંતુ આપણા દેશમાં મોટા ભાગે લોકો હાથથી જ ખાવાનું પસંદ કરે છે. હાથથી ખાવાનું ખાવું એટલા માટે ખુબ જ જરૂરી હોય છે કે હાથમાં કેટલાક સારા બેક્ટેરિયા હોય છે, જે ખોરાકની સાથે અંદર પહોંચીને શરીરને મદદ પહોંચાડે છે. એટલામાં જ્યારે તમે હાથથી ખાવાનું ખાવ છો તો તે સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું હોય છે અને સ્વાદ પણ સારો આવે છે.

ઘરેણા પહેરવા

ભારતીય મહિલાઓ આખી દુનિયાની મહિલાઓથી વધારે ઘરેણાં પહેરે છે. આપણા દેશમાં સ્ત્રીઓ કાન, નાક અને પગ સિવાય કમર બંધ, બંગડી, બાજુબંધ જેવા ઘણા પ્રકારના ઘરેણાં પહેરે છે. તેમાંથી ઘણા ઘરેણા ચાંદી અથવા સોનાનાં હોય છે. તેની પાછળનું કારણ એ છે કે ઘરેણા શરીરનાં તે ભાગને ઠંડું રાખવાનું કામ કરે છે અને ઋતુ બદલાવાથી થતી બીમારીઓથી બચાવે છે.

ઉપવાસ કરવો

આપણા દેશમાં ઘણા એવા વાર અને તહેવાર આવે છે, જેમાં લોકો ઉપવાસ કરે છે. જો તહેવાર ન પણ હોય તો અઠવાડિયામાં એક દિવસ ઘણા લોકો વ્રત રાખે છે. તેનું એક કારણ એ પણ છે કે વ્રત રાખવાથી શરીર પર તેનો ખુબ જ સારો પ્રભાવ પડે છે. એક દિવસ મીઠું ન ખાવું અથવા અનાજ ન ખાવાથી મેટાબોલિઝ્મ વધે છે.

જમીન ઉપર ઉઘાડા પગે ચાલવું

આજકાલ લોકોને પગમાં ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને તેનું કારણ એ છે કે લોકો કમ્ફર્ટેબલ બુટ અને ચપ્પલ માં જ રહે છે. બુટ અને ચપ્પલ ગમે તેટલા કમ્ફર્ટેબલ કેમ ન હોય પરંતુ થોડો ટાઈમ ઉઘાડા પગે ચાલવું જરૂરી છે. ઘાસ ઉપર ઉઘાડા પગે ચાલવાથી સ્નાયુઓનો તણાવ ઓછો થાય છે અને મગજનો તણાવ પણ ઓછો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *