અંગદ એ રાવણને જણાવ્યા હતા આ કાર્ય, કહ્યું હતું કે આ કાર્ય કરનારનો સર્વનાશ થઈ જાય છે

મુશ્કેલ પરિસ્થિતિઓમાં કેવી રીતે ધીરજ રાખીને નિયમોનું પાલન કરવાની વાત હોય કે પછી પોતાની ખુશીઓમાં નાના મોટા બધાને સામેલ કરવાની વાત હોય, આ બધું જ આપણને રામાયણમાંથી શીખવા મળે છે. કહી શકાય છે કે રામાયણ આપણને જીવન જીવતા શીખવાડે છે. આવી જ અમુક શીખ છે જે અંગત કુમારે રાવણને આપેલી હતી. તેમણે લંકાપતિ ને અમુક એવા કાર્ય જણાવ્યા હતા, જે સંપુર્ણ રીતે વર્જિત માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેને કરવાથી જાતકોનો સર્વનાશ થઈ જાય છે.

આવી પ્રવૃત્તિ ક્યારેય પણ કરવી જોઈએ નહીં

ઈશ્વર, સંતો અને ધર્મશાસ્ત્રનો નિરાદર કરવાવાળી પ્રવૃત્તિ ક્યારે પણ કરવી જોઈએ નહીં. કહેવામાં આવે છે કે ઈશ્વર, સંતો અને ધર્મશાસ્ત્રોની મહિમા અને મહત્વને ન સમજનાર વ્યક્તિ મૃતપ્રાય હોય છે. એટલા માટે આવી પ્રવૃત્તિ અને કાર્યથી બચવું જોઇએ, નહીંતર સર્વનાશ સિવાય કંઈ પ્રાપ્ત થતો નથી.

આવું કાર્ય કરવાનું વિચારવું પણ જોઈએ નહીં

એવા જાતકો જે હંમેશા કામવાસના વિશે વિચારતા રહે છે અથવા પોતાની ઇન્દ્રિયોને વશીભૂત થઈને કામવાસના માં લિપ્ત રહેતા હોય છે, તેઓ મૃત પ્રાય હોય છે. એટલા માટે હંમેશા આ બાબતથી દૂર રહેવું જોઇએ. ક્યારેય પણ પરસ્ત્રી અને પરપુરુષ વિશે વિચારવું જોઈએ નહીં, નહીંતર આવું કરનાર જાતકોનો ફક્ત નાશ થતો હોય છે.

ક્યાંક તમે તો આવું નથી કરતા ને? ધ્યાન આપો

અન્ય લોકોનું હિત કરીને ધન કમાનાર અથવા દગાથી અન્યની સંપત્તિ ઝડપી લેનાર અથવા પાપ કર્મોથી કમાયેલ ધન થી પોતાનું પાલન પોષણ કરનાર વ્યક્તિ મૃતપ્રાય હોય છે. આવું કરવાથી જાતકોનો નાશ થતો હોય છે. સાથે સાથે તેના પરિવારને પણ ખુબ જ નુકસાન સહન કરવું પડે છે, એટલા માટે આવું કાર્ય કરવાથી બચવું જોઈએ.

આ કાર્ય પતન તરફ લઈ જાય છે

પોતાના નાના મોટા દરેક કાર્ય માટે અન્ય લોકો પર નિર્ભર રહેવું અથવા અન્ય લોકો કામ કરવા ન આવે તો તે કાર્યને છોડી દેવું એ પણ મૃતપ્રાય જાતકો ની નિશાની છે. એટલા માટે ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિ હોય અન્ય લોકો પર ક્યારેય પણ નિર્ભર રહેવું જોઈએ નહીં. કહેવામાં આવે છે કે આવા જાતકો અને તેમના પરિવારજનોએ પતનનો સામનો કરવો પડે છે.