અનિલ કપુરની નાની દિકરી રીયા કપુરને જોઈને તમે સોનમ કપુરની પણ ભુલી જશો, દેખાવમાં છે ખુબ જ સુંદર અને ગ્લેમરસ

Posted by

અનિલ કપુરની દીકરી અને સોનમ કપુરની બહેન રિયા કપુર હાલનાં દિવસોમાં પોતાના લગ્નને લઈને ચર્ચામાં જળવાયેલી છે. રિયા ૧૪ ઓગસ્ટનાં લગ્નનાં બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે પોતાના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે સાત ફેરા લીધા છે. બંને લગભગ ૧૩ વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે હજુ સુધી બંને પોતાના રિલેશનને લઈને કોઈ સાર્વજનિક એલાન ન કર્યું હતું. તેવામાં તેમના અચાનક લગ્નનાં સમાચારથી ફેન્સ આશ્ચર્યમાં છે.

અનિલ કપુરે પોતાની દીકરીના લગ્ન માટે જુહુ સ્થિત બંગલાને સારી રીતે સજાવી દીધો છે. કોરોના મહામારીને કારણે તે પોતાની દીકરીના લગ્ન લિમિટેડ મહેમાનો વચ્ચે જ થાય હતા. તેમાં તેમના નજીકના મિત્ર અને સંબંધી સામેલ છે. આ બાજુ કપુર પરિવરનાં બધા લોકોએ પણ લગ્નનો ભરપુર આનંદ માણ્યો હતો.

અનિલ કપુરનાં બંગલામાં ત્રણ વર્ષ પછી શહનાઇ વાગી રહી છે. આ પહેલા તેમની મોટી દીકરી સોનમ કપુરે ૨૦૧૮માં આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. સોનમ વિશે તો તમે બધા સારી રીતે જાણો છો. પરંતુ તેમની નાની બહેન રિયા વિશે ઘણા ઓછા લોકોને ખબર છે. રિયા વધારે લાઈમ ટાઈમ થી દુર રહેવાનું જ પસંદ કરે છે.

રિયા કપુરનો જન્મ ૫ માર્ચ, ૧૯૮૭માં મુંબઈમાં થયો હતો. હાલમાં તે ૩૪ વર્ષની છે. તેણે પોતાનું ગ્રેજ્યુએશન ન્યુયોર્ક યુનિવર્સિટી થી ડ્રામેટિક લિટરેચરમાં કર્યું છે. તે ફિલ્મી ઈવેન્ટ અને પાર્ટીમાં ઘણી ઓછી નજર આવે છે.

રિયા કપુર પ્રોફેશનલી એક ફેશન ડિઝાઈનર છે. સોનમનાં મોટાભાગનાં ડ્રેસી તે પોતે જ ડિઝાઈન કરે છે. તેનો Rheson નામનો એક પોતાનો ફેશન બ્રાન્ડ પણ છે. ફેશન ડિઝાઈનર હોવાની સાથે સાથે તે ફિલ્મ પ્રોડ્યુસર પણ છે. તેણે “આયશા (૨૦૧૦), ખુબસુરત (૨૦૧૪) અને વીરે દી વેડિંગ (૨૦૧૮) જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

રિયાનાં ભાવિ પતિ કરણ એક ફિલ્મ ડાયરેક્ટર છે. તે આઈશા (૨૦૧૦) સહિત ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહી ચુક્યા છે. આ ફિલ્મ દરમિયાન તેમની અને રિયા ની લવ સ્ટોરી શરૂ થઈ હતી. ૨૦૧૩માં બંનેના લગ્નની ખબર પણ આવી હતી, પરંતુ ત્યારે એવું થઈ શક્યું ન હતું.

કરણ અનિલ કપુરનાં ઘરે દરેક ફેમિલી ફંક્શનમાં જોવા મળે છે. જેમ કે જ્યારે અનિલ કપુર પોતાના પરિવાર સાથે લંડન પોતાનો ૬૦મો જન્મદિવસ ઉજવી રહ્યા હતા ત્યાં રિયાના બોયફ્રેન્ડ કરણ બુલાની પણ હાજર હતા. કરણ ડાયરેક્શન ની સાથે સાથે પ્રોડક્શન અને ડબીંગનું કામ પણ કરી ચુક્યા છે. તે ટીવી અને ફિલ્મ બંને જગ્યાએ કામ કરી ચુક્યા છે.

સોનમ કપુરના લગ્ન સમયે કરણ બુલાની અને રિયાના રિલેશનની હકીકત સામે આવી હતી. ત્યારે કરણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રિયા નો એક વિડિયો શેર કરી લખ્યું હતું “માય ગર્લ.” આ વીડિયોમાં રિયા ડાન્સ કરતા જોવા મળી હતી.

રિયાની પ્રોડ્યુસ કરવામાં આવેલી “વીરે દી વેડિંગ” ફિલ્મ વિવાદોથી ઘેરાઈ ગઈ હતી. આ ફિલ્મનાં ગ્લેમરસ કન્ટેન્ટ તેના વિવાદનું કારણ બન્યા હતા. આ ફિલ્મમાં રિયા ની મોટી બહેન સોનમ કપુર સિવાય કરિના કપુર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાણીયા પણ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *