અંકિતા લોખંડેની આ આદતથી પરેશાન થઈ ગયા હતા સુશાંત સિંહ, કરવું પડ્યું હતું બ્રેકઅપ

Posted by

સુશાંતસિંહ રાજપૂતના ચાલ્યા જવાનું દુઃખ ડેક વ્યક્તિને છે. ખાસ કરીને જે લોકો સુશાંતને નજીક થી જાણતા હતા, તે લોકો ને આ દર્દ વધારે થઈ રહ્યું છે. સુશાંતે આત્મહત્યા શા માટે કરી? આ સવાલને શોધવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે. તે સુશાંત સાથે જોડાયેલા ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે. હાલમાં જ તેઓએ સુશાંતનાં મનોચિકિત્સક સાથે વાતચીત કરી હતી. સુશાંત પાછલા ૬ મહીનાથી ડિપ્રેશનમાં હતા અને તેનો ઈલાજ કરાવવા માટે મનોચિકિત્સક પાસે જતા હતા. પૂછપરછમાં સુશાંત ડોક્ટરે ઘણા ખુલાસા કર્યા. તેમાંથી એક ખુલાસો સુશાંતની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે ને મિસ કરી રહ્યા હોવાનો હતો.

ડોક્ટરના જણાવ્યા અનુસાર સુશાંતને એહસાસ થઈ રહ્યો હતો કે તેમણે અંકિતા સાથે બ્રેક અપ કરીને ખૂબ જ મોટી ભૂલ કરી નાખી છે. તેમના અનુસાર જેટલો પ્રેમ અંકિતા કરતી હતી, એટલો અન્ય કોઈ યુવતીએ કર્યો નથી. તેવામાં હવે સવાલ ઉઠે છે કે આખરે અંકિતા અને સુશાંત ની વચ્ચે એવું શું બન્યું કે બન્નેની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું? ૪ વર્ષ પહેલાં બંનેના કોમન ફ્રેન્ડે સુશાંત અને અંકિતા વચ્ચે મતભેદનો ખુલાસો કર્યો હતો. ચાલો તો આ બન્નેની લવસ્ટોરીને થોડું વિસ્તારથી જાણીએ.

આવી રીતે થઈ હતી મુલાકાત

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે એકબીજાને પહેલી વખત પવિત્ર રિશ્તા ના સેટ પર મળ્યા હતા. આ સીરિયલ ખૂબ જ પોપ્યુલર થઈ હતી. તેનાથી અંકિતા અને સુશાંત જોડી પણ લોકપ્રિય બની ગઈ. સાથોસાથ શૂટિંગ કરતા કરતા બંને સારા મિત્ર બની ગયા. પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઇ ગઇ. ટીવી ઇન્ડસ્ટ્રી થી હોવાને કારણે બંનેનું ફ્રેન્ડ સર્કલ પણ ખૂબ જ મોટું હતું.

સુશાંત ને ખુબ જ પ્રેમ કરતી હતી અંકિતા

અંકિતા સુશાંત ને ખુબ જ પ્રેમ કરતી હતી. વિકાસ ગુપ્તાએ હાલમાં જણાવ્યું હતું કે અંકિતા શોક ઓબ્જર્વર હતી એટલે કે જ્યારે પણ સુશાંત ઉદાસ અથવા નિરાશ થતો હતો તો અંકિતાને તેની જાણ થઈ જતી હતી. આવી પરિસ્થિતિમાં તે તેને છોડતી ન હતી અને હંમેશાં સુશાંતની સાથે રહેતી હતી.

બ્રેકઅપ બાદ પણ પ્રશંસા કરી

અંકિતા અને સુશાંત ના બ્રેકઅપ બાદ પણ બંને એક બીજાની પ્રશંસા કરતા હતા. મતલબ જ્યારે સુશાંતની એમએસ ધોની આવી તો અંકિતાએ સૌથી પહેલા તેને અભિનંદન પાઠવ્યા હતા. આવી રીતે મણીકર્ણીકા નો ફર્સ્ટ લુક આવવા પર સુશાંતે સોશિયલ મીડિયા પર અંકિતાની પ્રશંસા કરી હતી.

શા માટે થયું બ્રેકઅપ?

૨૦૧૬માં બંનેના કોમન ફ્રેન્ડે મુંબઈ મિરર ને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સુશાંત ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરી ચૂક્યા હતા. તેઓ ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. વળી અંકિતાએ અભિનયથી અંતર બનાવી લીધું હતું. આ દરમિયાન તે સુશાંત ને લઈને ખૂબ જ પજેસિવ થવા લાગી હતી. સુશાંત હંમેશા અંકિતા ને સમજાવતા હતા કે તેઓ ક્યારેય પણ તેમને દગો આપશે નહીં. તેવામાં અંકિતા થોડા દિવસ શાંત બેસતી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી તે કહાની શરૂ થઇ જતી હતી. તેવામાં સુશાંત ખૂબ જ પરેશાન થવા લાગ્યા હતા. સુશાંત અને અંકિતાનો સંબંધ અંદાજે ૬ વર્ષ સુધી ચાલ્યો. તેમનો સંબંધ ખૂબ જ સુંદર હતો, પરંતુ ગેરસમજણને કારણે બંનેના રસ્તા એકબીજાથી અલગ થઈ ગયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *