અંકિતા લોખંડે થી અલગ થવાનું દુ:ખ સહન નહોતો કરી શકતો સુશાંત, ડોક્ટરે ખોલ્યા ઘણા રહસ્યો

Posted by

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં આત્મહત્યા કરવા પાછળનાં કારણો પોલીસ શોધી રહી છે. સુશાંતનાં મિત્રો પાસેથી પોલીસને જાણવા મળ્યું કે સુશાંત ડિપ્રેશનમાં ઘેરાયેલ હતો. કઈ બાબતને લઈને સુશાંત પરેશાન હતા, હાલમાં તેની કોઈ માહિતી મળી શકી નથી. સુશાંત ના ડોક્ટરનું પણ નિવેદન કેસની તપાસ સમયે લેવામાં આવ્યું હતું. સુશાંત રિલેશનશિપને લઈને પોલીસને ઘણી મહત્વની જાણકારી હાથ લાગી છે.

અંકિતા સાથે બ્રેકઅપ બાદ

અંદાજે ૬ મહિના પહેલા મારી સાથે સંપર્ક કરીને સુશાંતે મને એક વર્ષથી ડિપ્રેશનમાં હોવાની વાત જણાવી હતી. આવું સુશાંત ના સાઇકિયાટ્રીસ્ટ કેરસી ચાવડાનું કહેવું હતું. ચાવડા એ કહ્યું હતું કે અંકિતા સાથે બ્રેકઅપ બાદ અમુક દિવસો સુધી સુશાંત ની જિંદગીમાં બધું યોગ્ય રીતે ચાલ્યું. કૃતિ સેનન પણ તેમની જિંદગીમાં આવી ગઈ, પરંતુ આ સંબંધ વધારે લાંબો ચાલ્યો નહીં.

એક્ટરની દીકરીની નજીક આવ્યા

ડોક્ટરના જણાવ્યા અનુસાર એક જાણીતા એક્ટરની દીકરી સાથે સુશાંતનાં સંબંધો વધી રહ્યા હતા, ત્યારબાદ તેની માંએ તેને સુશાંત થી દૂર રહેવા માટે ચેતવણી આપી હતી. તેવામાં સુશાંતનું તે યુવતી સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. બાદમાં પોતાના વ્યક્તિગત કારણોને લીધે સુશાંતની મેનેજર દિશા સલિયાન તેમનાથી દૂર થઇ ગઇ હતી. ડોક્ટર જણાવ્યા અનુસાર સુશાંત ખૂબ જ બદલી ગયા હતા. તેમને ઊંઘ આવતી ન હતી. તેઓ કહેતા હતા કે મને અજીબ અવાજો સંભળાય છે.

રિયા સાથે કનેક્શન

રિયા ચક્રવર્તી સુશાંતની જિંદગી માં આવી હતી. જેના વિશે પણ સુશાંત ડોક્ટરને જણાવ્યું હતું. પહેલા તો તે વર્સોવામાં રહેતી હતી, પરંતુ બાદમાં તે સુશાંત સાથે રહેવા લાગી હતી. ડોક્ટરનું કહેવું હતું કે સુશાંતે એક વખત તેમને જણાવ્યું હતું કે તેઓ રિયાના વ્યવહારથી ખુશ નથી. એટલે સુધી કે રિયા ની સાથે પોતાના સંબંધો સાથે સંબંધિત ફોટા જ્યારે સુશાંતે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા તો તે વાતને લઈને સુશાંત સાથે તેમનો ખૂબ જ મોટો ઝઘડો થઈ ગયો હતો.

જણાવવામાં આવી રહ્યું છે કે આત્મહત્યાના થોડા દિવસો પહેલાં જ રિયા તેમના એપાર્ટમેન્ટ માંથી ગઈ હતી. એટલે સુધી કે આત્મહત્યાના એક દિવસ પહેલા શનિવારના રોજ રિયાએ સુશાંતનો ફોન પણ ઉઠાવ્યો નહોતો. ડોક્ટરનું કહેવું છે કે સુશાંતે તેમને જણાવ્યું હતું કે અંકિતા સાથે તેઓ ખૂબ જ એટેચ રહેતા હતા અને તેમના બાદ અંકિતા જેવો પ્રેમ આપનાર કોઇ યુવતી તેમના જીવનમાં આવી નહીં.

ડોક્ટરના જણાવ્યા અનુસાર સુશાંતને અંકિતા સાથે બ્રેકઅપ થવાનો ખૂબ જ પસ્તાવો હતો અને તેઓ તમને ખૂબ જ યાદ કરતા હતા. ડોક્ટરનું કહેવું હતું કે સુશાંતનું મગજ બાયપોલર હતું, એટલે કે ચીજોને ઘણા ડાયરેક્શનમાં તેઓ વિચારી લેતા હતા. સુશાંત સાથે તેમની અપોઈન્ટમેન્ટ લોકડાઉન ને કારણે પૂરી થઈ શકે નહીં.

અંકિતા ના સગાઇ ના સમાચાર

અંકિતા લોખંડે અને વિકી જૈન ની સગાઈ ના સમાચાર સુશાંત ની આત્મહત્યા થોડા દિવસ પહેલા સામે આવ્યા હતા અને સુશાંત ની હાઉસ હેલ્પ ના જણાવ્યા અનુસાર અંદાજે ૧૦ દિવસથી સુશાંત કંઈક યોગ્ય દેખાઈ રહ્યા ન હતા. સુશાંત ના મૃત્યુ બાદ અંકિતા પોતાની માતા સાથે તેમના ઘરે પહોંચી હતી અને સફેદ કપડામાં તે એકદમ નિરાશ જણાઈ આવતી હતી. કોઈ પોતાના વ્યક્તિને કોઈ બેસવાનું દુ:ખ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *