એંટીલિયા માં રહેતા પહેલા અંબાણી પરિવાર જે ઘરમાં રહેતો હતો તેની ઝલક તસ્વીરોમાં જુઓ

Posted by

કહેવામાં આવે છે કે અમીર વ્યક્તિ બનવા માટે મજબુત ઇરાદા હોવા જોઈએ, પૈસા તો આપમેળે મળી જાય છે. એવી જ રીતે જેવી રીતે ધીરુભાઈ અંબાણીને મળ્યા હતા. ધીરુભાઈ અંબાણી એ મહેનતથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરેલ છે. ત્યારબાદ તેમના દીકરા મુકેશ અંબાણીએ તેમના આ વારસાને આગળ વધારેલો છે.

જો અંબાણી પરિવારના ભુતકાળ ઉપર નજર કરવામાં આવે તો તેઓ આપણા જેવું જ સાધારણ જીવન જીવી રહ્યા હતા, પરંતુ ધીરુભાઈ અંબાણી માં કંઈક અલગ કરવાની ઈચ્છા હતી.

આજે તેમની પાસે પૈસા, ગાડી અને મહેલ જેવું ઘર છે. આટલી હાઈફાઈ લાઈફ જોઈને કયો વ્યક્તિ એવું કહી શકે છે કે એક સમયે આ પરિવાર નાના ઘરમાં રહેતો હતો. વળી તે વાત બધા લોકો જાણે છે કે હવે અંબાણી પરિવાર એન્ટિલિયામાં રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે એન્ટિલિયા પહેલા અંબાણી પરિવાર ક્યાં રહેતો હતો? જો તમે નથી વિચાર્યું, તો ચાલો આજે અમે તમને તેની હકીકત વિશે જણાવીએ.

૧૯૬૦ થી ૧૯૭૦નાં દશકની વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઝડપથી આગળ વધી રહી હતી. ત્યારે ધીરુભાઈ અંબાણી પોતાના પરિવારને સાથે ભુલેશ્વર જય હિન્દ સ્ટેટ માં બે રૂમના મકાનમાં રહેતા હતા.

જય હિન્દ સ્ટેટ હવે વેનીવાલ હાઉસ નાં નામથી ઓળખવામાં આવે છે. બિઝનેસમાં થયેલી પ્રગતિ બાદ અંબાણી પરિવાર કાર્મિકેલ રોડ સ્થિત ઉષા કિરણ સોસાયટીમાં રહેવા ચાલ્યા ગયા હતા.

ત્યારબાદ Seawinds Colaba એપાર્ટમેન્ટ અંબાણી પરિવાર નું નવું ઠેકાણું બની ગયેલ. પરિવાર યોગ્ય રીતે ચાલી રહ્યો હતો અને એ જ સમયે ભાઈઓમાં વેપારને લઈને વિવાદ શરૂ થઈ ગયો. ત્યારબાદ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અલગ અલગ ફ્લોર ઉપર શિફ્ટ થઈ ગયા.

જોકે અંબાણી પરિવારનો પારિવારિક કલેશ મીડિયાથી છુપાઈ શક્યો નહીં અને મામલો સાર્વજનિક બની ગયો. ત્યારબાદ તેમણે એન્ટિલિયા નું નિર્માણ શરૂ કરાવ્યું, જે ૨૦૧૦ માં બનીને તૈયાર થઈ ગયેલ. કહેવામાં આવે છે કે જ્યોતિષીય કારણોને લીધે મુકેશ અંબાણી વર્ષ ૨૦૧૦ ને બદલે વર્ષ ૨૦૧૩માં એન્ટિલિયામાં શિફ્ટ થયા હતા. આ સમગ્ર જાણકારી ઇન્ટરનેટ ઉપરથી લેવામાં આવેલ છે અમે પોતે તેની પુષ્ટિ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *