અંતરીક્ષ માંથી ૧૬ લાખ કિલોમીટરની ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યું છે સૌથી મોટું સંકટ, પૃથ્વી સાથે ટકરાવવાનો ખતરો

સુરજ ની સપાટી પરથી પેદા થયેલ શક્તિશાળી તોફાન ૧૬,૦૯,૩૪૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પૃથ્વી તરફ વધી રહ્યું છે. આ સૌર તોફાન રવિવાર અથવા સોમવારે કોઈપણ સમયે પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી દીધી છે કે આ તોફાનને કારણે સેટેલાઈટ સિગ્નલમાં અડચણ ઊભી થઈ શકે છે. વિમાનોની ઉડાણ, રેડિયો સિગ્નલ, કોમ્યુનિકેશન અને વાતાવરણ ઉપર પણ તેની અસર જોવા મળી શકે છે.

ધ્રુવ પર જોવા મળશે રાતે તેજ રોશની

એક વેબસાઈટનાં જણાવ્યા અનુસાર સુરજના વાયુમંડળમાંથી પેદા થયેલા સૌર તોફાનને કારણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ના પ્રભુત્વવાળા અંતરીક્ષનાં એક ક્ષેત્રમાં ખુબ જ પ્રભાવ જોવા મળી શકે છે. ઉત્તરી અથવા દક્ષિણ અક્ષાંસ પર રહેવા વાળા લોકોને રાત્રે સુંદર અરોરા જોવા મળી શકે છે. ધ્રુવની નજીક આકાશમાં રાતનાં સમયે જોવા મળતી ચમકીલી રોશનીને અરોરા કહેવામાં આવે છે.

૧૬ લાખ કિલોમીટરની ઝડપથી વધી રહ્યું છે તોફાન

અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાનાં અનુમાન અનુસાર આ હવાઓ ૧૬,૦૯,૩૪૪ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહી છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેની સ્પીડ વધુ પણ હોઈ શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જો અંતરિક્ષમાંથી મહાતોફાન આવે છે તો ધરતીનાં લગભગ દરેક શહેરની વીજળી ગુલ થઈ શકે છે.

પૃથ્વી પર શુ થશે અસર?

સૌર તોફાનને કારણે ધરતીના બહારના વાયુમંડળમાં ગરમાવો આવી શકે છે. જેના કારણે તેની સીધી અસર સેટેલાઈટ પર થઈ શકે છે. તેનાથી જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઈટ ટીવી માં અડચણ ઊભી થઈ શકે છે. પાવર લાઈનમાં પણ કરંટ વધી શકે છે, જેનાથી ટ્રાન્સફોર્મર પણ ઉડી શકે છે. જોકે સામાન્ય રીતે આવું ખુબ જ ઓછું થાય છે. કારણ કે ધરતીના ચુંબકીય ક્ષેત્ર તેની વિરુદ્ધ સુરક્ષા કવચનું કામ કરે છે.

૧૯૮૯માં પણ આવી ચુકેલ છે સૌર તોફાન

વર્ષ ૧૯૮૯માં આવેલ તોફાનને લીધે કેનેડાના ક્યુબેક શહેરમાં ૧૨ કલાક માટે વીજળી ગુલ થઇ ગઇ હતી અને લાખો લોકોએ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે વર્ષ ૧૮૫૯માં આવેલ સૌથી ચર્ચિત અને શક્તિશાળી જીયોમેગ્નેટિક તોફાને યુરોપ અને અમેરિકામાં ટેલિગ્રાફ નેટવર્કને તબાહ કરી નાખ્યું હતું. આ દરમિયાન અમુક ઓપરેટર્સે જણાવ્યું હતું કે તેને ઈલેક્ટ્રીકનો ઝટકો લાગ્યો હતો. જ્યારે અન્ય લોકોએ જણાવ્યું હતું કે તેઓ બેટરી વગર પોતાના ઉપકરણનો ઉપયોગ કરી રહ્યા હતા. નાર્દન લાઈટ એટલી તેજ હતી કે સમગ્ર પશ્ચિમ અમેરિકામાં રાતનાં સમયે લોકો અખબાર વાંચવામાં સક્ષમ થઈ ગયા હતા.