અનુપમા એ “અંખિયો સે ગોળી મારે” ટ્રેન્ડ પર કર્યું પર્ફોર્મ, ફેન્સ વિડીયો જોઈને ખુશ થઈ ગયા, તમે પણ જુઓ વિડીયો

Posted by

નાના પડદાનો સૌથી લોકપ્રિય શો “અનુપમા” દ્વારા ઘરમાં પોતાની ખાસ ઓળખાણ બનાવી ચુકેલી અભિનેત્રી રૂપા ગાંગુલી ફેન્સ વચ્ચે ઘણી લોકપ્રિય રહે છે. તે હંમેશા ફેન્સ સાથે પોતાની પર્સનલ લાઇફ શેર કરતી રહે છે. હવે હાલમાં જ રૂપા ગાંગુલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે “અખીયો સે ગોલી મારે” ટ્રેન્ડ પર પર્ફોમન્સ કરી રહી છે. રૂપાલીનાં અંદાઝને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

રૂપાલીએ જે વીડિયો શેર કર્યો છે, તે તેમાં અલગ-અલગ રીતે ફની એક્સપ્રેશન આપી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અનુપમા બીટ સાથે ક્યારેક પોતાની પાંપણ ઉઠાવે છે, તો ક્યારેક આંખ મારે છે અને તેમનો આ અંદાજ ફેન્સની ખુબ જ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં રૂપાલીએ મલ્ટીકલર પ્રિન્ટેડ સ્લિવલેસ અટાયર પહેર્યું છે અને સાથે સુંદર બેંગલ્સ પણ પહેર્યા છે. રૂપાલીએ માથા પર લાલ બિંદી લગાવી છે. સાથે જ તેમણે વાળ ખુલ્લા કર્યા છે. જે તેમના લુકને વધારે સુંદર બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Rups (@rupaliganguly)

આ વીડિયોને શેર કરતા રૂપાલીએ કેપ્શન આપ્યું કે, ‘મેં આ અખીયો સે ગોલી મારે ટ્રેન્ડ કરવાની કોશિશ કરી. આ સિમ્પલ અને ફન રિલ જોઈ જોઈને મારી અંદર પણ કંઈક  એકસપરીમેન્ટ કરવાની ઇચ્છા જાગી રહી છે.” રૂપાલીનાં આ વિડિયોને જોઈને ઘણા લોકોએ તેમને કમેન્ટ કર્યા છે. કોઈકે તેમના આ અંદાજ ને જોઈને કહ્યું કે, “અહીં હું ખતમ…” તો કોઈકે કહ્યું કે, “બુલેટ સીધી દિલ પર લાગી છે.”

જણાવી દઇએ કે રૂપાલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને હંમેશા નવા-નવા વિડીયો શેર કરતી રહે છે. તે પોતાની કાસ્ટ સાથે પણ શાનદાર બોન્ડિગ શેર કરે છે. પહેલા સમાચાર હતા કે રૂપાલીની સિરિયલ કાસ્ટ સાથે તેને બનતું નથી. જોકે પછી આ વાત ખોટી સાબિત થઇ. રૂપાલીને જ્યારે તે બાબતમાં પુછવામાં આવ્યું તો તેમણે બતાવ્યું હતું કે, “એવું કંઈ નથી. તેનું પોતાની કાસ્ટ સાથે ખુબ જ સારું બોન્ડિંગ છે અને તેમની સાથે સારી રીતે કામ કરે છે.”

વાત કરીએ જો રૂપાલી ગાંગુલીનાં વર્કફ્રન્ટ ની તો તે હાલનાં દિવસોમાં સીરીયલ “અનુપમા” માં નજર આવી રહી છે અને તેમના અભિનયને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ શો “અનુપમા” હાલનાં દિવસોમાં ટીઆરપી ની બાબતમાં પણ સૌથી ટોપ પર છે. જણાવી દઈએ કે રૂપાલીએ પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૦માં ટીવી સિરિયલ “સુકન્યા” દ્વારા કરી હતી. ત્યારબાદ રૂપાલી સંજીવની અને સારાભાઈ વર્સિસ સારાભાઈ જેવી ઘણી સીરીયલમાં નજર આવી ચુકી છે. જોકે તેને સૌથી વધારે ઓળખાણ સીરીયલ “અનુપમા” થી મળી.

કહેવામાં આવે છે કે એ રૂપાલીએ માત્ર ૭ વર્ષની ઉંમરથી જ અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. ૧૯૮૫માં આવેલી ફિલ્મ “સાહેબ” માં તેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં અનિલ કપુર, અમૃતા સિંહ, રાખી અને ઉત્પલ દત્તે મુખ્ય ભુમિકા નિભાવી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું નિર્દેશન રૂપાલીનાં પિતા અનીલ ગાંગુલીએ જ કર્યું હતું.

ત્યારબાદ રૂપાલીએ પોતાના જ પિતાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ “મેરા યાર મેરા દુશ્મન” માં ચાઇલ્ડ આર્ટિસ્ટ ની ભુમિકામાં જોવા મળી હતી. આ સિવાય પણ રૂપાલી ઘણી ફિલ્મોમાં નજર આવી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *