અનુષ્કા શર્માની સાથે પડછાયાની જેમ રહે છે તેમનાં બોડીગાર્ડ સોનુ, જાણો તેના બદલામાં કેટલા પૈસા આપે છે અનુષ્કા

Posted by

જાણીતી હિટ એકટ્રેસ અનુષ્કા શર્માનું નામ ફિલ્મ જગતની સફળ એક્ટ્રેસમાં જરૂર લેવામાં આવે છે. બોલીવુડનાં કિંગ ખાન શાહરૂખ ખાન સાથે “રબ ને બનાદી જોડી” ફિલ્મ થી પોતાની બોલીવુડ કારકિર્દી શરૂ કરવા વાળી અભિનેત્રી અનુષ્કાએ ઘણી બધી હિટ ફિલ્મો બનાવી છે. તમને જણાવી દઈએ કે હવે તે પ્રોડ્યૂસર પણ બની ચૂકી છે. હકીકતમાં હાલમાં જ એમની વેબ સીરીસ “પાતાલ લોક” રિલીઝ થઈ હતી, જેણે ઘણું નામ કમાયેલ અને ચર્ચામાં રહેલી હતી. તે વેબ સીરીઝમાં પણ ઘણી હિટ રહી હતી. સફળતાની બુલંદી પર આજે સતત વધવા અને આ સ્થાન પર પહોંચનાર એકટ્રેસ અનુષ્કા સાથે એમના બોડીગાર્ડ પ્રકાશ સિંહ ઉર્ફે સોનુ હંમેશા તેની સાથે પડછાયાની જેમ સાથ આપતા રહે છે. દરેક જગ્યાએ  તેમની સાથે હોય છે. આજે અમે તમને સોનુ વિશે જ બતાવવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે પ્રકાશસિંહ વર્ષોથી અનુષ્કાની સુરક્ષામાં જોડાયેલ છે. હકીકતમાં ફિલ્મ સેટ હોય કે પછી કોઈ પબ્લિક મીટીંગની જગ્યા હોય, દરેક જગ્યાએ પ્રકાશ અનુષ્કાને સુરક્ષિત રાખવા માટે તેમની સાથે રહે છે. લગભગ દરેક ફોટોમાં સોનું સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ અનુષ્કાનાં તમામ ફોટોઝ અને વિડિયોઝમાં આ  બોડીગાર્ડ એટલે કે પ્રકાશસિંહ એટલે કે સોનું હાજર છે.

વળી પ્રકાશસિંહ એક બોડીગાર્ડનાં રૂપમાં અનુષ્કા સાથે રહે છે. પરંતુ અનુષ્કા શર્મા માટે પ્રકાશ બોડીગાર્ડ થી વધારે છે. તે તેમનો જન્મદિવસ પણ ઉજવે છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા તેમને એક પરિવારનાં સભ્યોનાં રૂપમાં ટ્રીટ કરે છે. આ વાતનું પ્રમાણ સોશિયલ મીડિયા પર પણ ઉપલબ્ધ છે. સોનુનાં જન્મદિવસની ઉજવણીની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર હાજર છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફિલ્મ ઝીરો ના સેટ પર તો અનુષ્કા શર્માએ શાહરુખ ખાન સાથે મળીને પ્રકાશસિંહ માટે સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. આ વાત થી અનુમાન લગાવી શકાય છે કે અનુષ્કા શર્મા માટે સોનું એક બોડીગાર્ડ થી પણ વધારે છે અથવા એવું પણ કહી શકાય છે કે પરિવારનાં સદસ્ય છે.

મહત્વપુર્ણ છે કે વિરાટ કોહલી સાથે લગ્ન થયા બાદ પણ પ્રકાશ એકટ્રેસ અનુષ્કા શર્માના બોડીગાર્ડ બનેલા છે અને તેમને અનુષ્કા શર્માનાં બોડીગાર્ડ રૂપમાં ઘણા વર્ષો થઈ ચૂક્યા છે. સતત ઘણા વર્ષોથી સોનુ તેમને સુરક્ષિત રાખવાનું કામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે પ્રકાશ હવે અનુષ્કા અને વિરાટ બંનેને સુરક્ષા પુરી પડતાં નજર આવે છે.

જો કે વર્ષ ૨૦૧૮ની અમુક મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યુ હતું કે અનુષ્કા શર્મા પોતાના બોડીગાર્ડને ૧.૨ કરોડ રૂપિયા આપે છે. પરંતુ હવે સોનું ની કેટલી સેલેરી છે એ વિશે કોઇ જાણકારી નથી મળી શકી. પરંતુ તે કહેવું અયોગ્ય નથી કે અનુષ્કા પોતાના બોડીગાર્ડને સારા પૈસા આપતી હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *